Trending News
સ્થાનિક સમાચાર

કંડલા-ગાંધીધામ-મુંદરામાં નેપ્થા MHO ના મિશ્રણથી ઈંધણનો અરબો નો ધીકતો બેનામી ધંધો : અમિત-રાજેશ ટોળકીનું કારનામું

16 February

CBI જુના કેસમાં કાર્યવાહી કરે છે, હયાત કૌભાંડીઓ પર કેમ નહીં?




મુન્દ્રા-કંડલા પોર્ટના ‘તેલગી નેપ્થા કાંડ’માં CBI  કોર્ટ દ્વારા બે આરોપીને બે વર્ષની કેદની સજાનો હુકમ ફરમાવતી વેળાએ જાણકારોની સુચક લાલબત્તી


સીબીઆઈએ કરેલી કાર્યવાહીના પ્રકરણમાં ઔદ્યોગીક વપરાશ માટે આયાત કરાયેલ નેપ્થા પેટ્રોલ પંપોને આપી દેવાયાનો થયો હતો ખુલાસો : તો હાલમાં પણ કયાં આવુ કૌભાંડ નથી ચાલતુ? મિક્ષ્ડ હાઈડ્રો કાર્બનની આડમાં શું આવી રહ્યું છે? શું મિક્ષ કરાઈ રહ્યુ છે? કયારે કોઈએ આદરી છે તપાસ?

એચએ(હેવી એરોમેટીક) તરીકે પણ ગેરકાયદેસર રીતે થાય છે નેપ્થાની આયાત : વડોદરા લેબમાં દાણચોરી લોબીનું છે મોટું સેટીંગ : એફએસએલ માટે વિશાખાપટ્ટનમ અથવા તો મુંબઈ પવઈ જેવી લેબમાં સેમ્પલો મોકલાય તે ઈચ્છનીય

મિક્ષ્ડ હાઈડ્રો કાર્બનને વિદેશથી લાવી, ટાંકાઓમાં સંગ્રહ કરાયેલા નેપ્થાાં મિક્ષ કરી અને અમુક મોટા મોટા ટ્રાન્સપોર્ટરો એટલે કે જેની પાસે ૧૦૦થી વધુ ગાડીઓ છે તેવા અમુક ટ્રાન્સપોર્ટર્સના વાહનોમાં ભરવા માટે આપી દેવાય છે : સરકારને લાગી રહ્યો છે કરોડોનો ટેક્ષનો આર્થિક ફટકો : સ્થાનિક કસ્ટમ-ડીઆરઆઈ જેવી એજન્સીના અમુક ભ્રષ્ટ જવાબાદરો અમિત-ભ્રષ્ટપીઆઈ-રાજેશ જેવા દાણચોરોના ઉબરે નાચ-ગાન જ કરી રહ્યા હોવાની છે સ્થિતી, સીબીઆઈ અથવા એન્ફોર્સમેન્ટ ડીરેકટર જેવી ટુકડી અથવા તો રાજય પુરવઠા વિજિલન્સની ટુકડી ત્રાટકે તો જ ગાંધીધામ-કંડલામાથી કચ્છ વ્યાપી વકરી ગયેલા નેપ્થા-મિક્ષ્ડ હાઈડ્રો કાર્બન(એમએચઓ)ની આડમાં ઈંધણના બેનામી ધંધાનો થશે મોટો પર્દાફાશ


ગાંધીધામ : દેશના અને કચ્છના મુંદરા તથા કંડલા પોર્ટ સાથે તાર જોડાયેલા લાંબા સમયથી પેન્ડિંગ ‘તેલગી નેપ્થા ડાયવર્ઝન કેસમાં તાજેતરમા જ સીબીઆઈની વિશેષ અદાલતે મહત્વનો ચુકાદો આપ્યો છે. મુંદરા અને અને કંડલા પોર્ટ પરથી ઔદ્યોગિક વપરાશ માટે આયાત થયેલું અત્યંત જ્વલનશીલ નેપ્થા ગેરકાયદેસર રીતે બારોબાર સગેવગે કરવાના કેસમાં મુંબઈની સ્પેશિયલ કોર્ટે બે આરોપીઓ-૧ ઔદ્યોગિક મનોજ રમેશ મહેતા અને નરેશ મેઘરાજ નાગરાણીને દોષિત ઠેરવી બે વર્ષની કેદની સજા ફટકારી છે.
આ ચુકાદાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે કઈ રીતે કાયદાની છટકબારીઓ અને બોગસ દસ્તાવેજોના આધારે ઔદ્યોગિક રસાયણોનો દુરુપયોગ કરી જાહેર જનતાના જીવ સાથે રમત રમવામાં આવતી હતી. દરમ્યાન જ કચ્છનો પ્રબુદ્ધવર્ગ કહી રહ્યા છે કે, જુના કેસમાં સીબીઆઈ જેવી એજન્સીએ જીણવટભરી તપાસ કરી અને બે દોષીતોની સામે કડકાઈ દાખવી છે તે આવકારદાય છે પરંતુ હકીકતમાં જુના કેસોની સાથોસાથ જ આ જ પ્રકારે નેપ્થામાં હજુય મિક્ષ્ડ હાઈડ્રો કાર્બન એટલે કે એમએમઓને લાવી અને તેને ગેરકાયદેસર રીતે જ ઈંધણ તરીકે વપરાશ કરવાનું પણ એક આયોજનબદ્ધ નેટવર્ક વર્તમાન સમયે પણ અમુક કૌભાંડીઓ દ્વારા ધમધમી જ રહ્યો છે તો વર્તમાન કૌભાંડીઓ સીબીઆઈ જેવી એજન્સી કયારે ત્રાટકશે?
આ અંગે જાણકારો કહી રહયા છે કે, જો સીબીઆઈ તથા તેની ઈડબલ્યુએસ એટલે કે સીબીઆઈની આર્થિક ગુનાશોધક શાખા ઓફેન્સીવ વિંગ વર્તમાન સમયે ગાંધીધામ-કંડલા-મુંદરામાં ઝુબેશરૂપ તપાસ હાથ ધરશે તો ખ્યાલ આવી જશે કે, આજની તારીખે પણ કચ્છના બંદરો પર અમુક ભેજાબાજ તત્વો હાઈસી સેલના નામે નેપ્થાની આયાત કરી રહ્યા હોવાનુ ખુલશે. અહી જણાવી દઈએ કે નેપ્થા એ ક્રુડ ઓઈલમાથી મળતી પેટ્રોકેમિકલ પ્રોડક્ટ છે, જેનો ઉપયોગ માત્ર ઉદ્યોગોમાં કાચા માલ તરીકે (સોલ્વન્ટ બનાવવા) થઈ શકે છે. મોટર વાહનોમાં ઈંધણ તરીકે તેનો ઉપયોગ કાયદાકીય રીતે પ્રતિબંધિત છે. તેમ છતાં અમિત-રાજેશ-ભ્રષ્ટ પીઆઈ આણી ટોળકી દ્વારા તેનો ઈંધણ તરીકે ઉપયોગ બેફામ રીતે કરાવવામાં આવી રહ્યો હોવાની ચર્ચા છે. જો તપાસ સચોટ કરવામા આવશે તો ઉદ્યોગામાં લઈ જવાના મિક્ષ ઓઈલને પેટ્રોપપંપો પર અથવા તો મોટા મેાટા ટ્રાન્સપોર્ટરો કે જેમની પાસે ઘણી બધી ગાડીઓ છે તેમને સપ્લાય કરી  અને ઉદ્યોગોમાં વાપરવાના બદલે તેને કાળાબજારમાં પેટ્રોલપંપો પર અને કેમીકલ યુનિટોમાં ઈંધણ ભેળસેળ માટે વેચી મારતા હોવાનુ મોટુ નેટવર્ક સામે આવવા પામી જશે.


................


માથક પાસે માં અંબાના આર્શીવાદથી ધમધમતા 
દીપકના અડ્ડા પર ત્રાટકો : ઘણી કડીઓ ખુલી જશે

દિલ્હીમા મનીષ નામના શેઠ પાસે કામ કરનાર ફોલ્ડરીયોે દિપક આજે કેટલા કરોડનો આસામી થઈ ગયો છે, ગાંધીધામની પોઝ સોસાયટીમાં ર૦ કરોડનો બંગલો બનાવી બેઠો છે!


કપાયામાં ગાંધીધામના ભરતનો ટાંકો ગાંધીધામમાં શ્રીજી-રૂદ્રાશ સહિતના મોટા મોટા કુવાઓમાં અધિકારીએ ત્રાટકવાની તાતી જરૂરીયાત : માત્ર દીવડી હાથમાં લેવાની જરૂર છે, આવા કુવા-ટાંકામાંથી ઓઈલ લઈ, દીવામાં મુકી અને દીવાસળી ચાંપશે તો આગ તરત જ સળવળી ઉઠે તો સમજવુ કે નેપ્થા જ છે, કોઈ લાંબી પ્રક્રીયા કરવાની જરૂર નથી : સસ્તા નીચા ફલેશવાળા આવા ઓઈલ-કમીકલનો મોટો સંગ્રહ કરવો તે ખુબ મોટો ગુનો બને છે, કયારે કોઈ દુૃઘટના બની તો કઈક લોકોના જાન-માલ માટે સર્જાશે મોટું જોખમ


ગાંધીધામ : કચ્છમાં આજે પણ નેપ્થાની ગેરકાયદેસર રીતે મિક્ષ્ડ ઓઈલ તરીકે સંગ્રહાયેલ હોવાની તપાસ કરવી હોય તો માથક વિસ્તારમાં માં આંબાના આર્શીવાદથી ધમધમતા દીપકના અડ્ડા પર તવાઈ બોલાવવાની જરૂર છે. કહેવાય છે કે, કન્ટેઈનરમાં આવતો માલ આવા જ અડ્ડાઓ પર પહોચી રહ્યો છે. જયાથી અમુક કુવા વાળાઓ અને ટાંકાવાળાઓ પાસે પડેલા એમએચઓમાં તેને મિક્ષ કરી દેવામાં આવે છે. આમ અતિ હલકુ અનુ સસ્તુ અને ઉતરતી ગુણવત્તાનું ડીઝલ મિક્ષ ઓઈલ બનાવી અને વાહનોમાં સપ્લાય કરવામા આવી રહ્યું છે. દીપક હજુ તો થાડા સમય પહેલા જ દિલ્હીમાં મનીષ નામના શેઠીયા પાસે મજુરી કરતો હતો, અને આજે રાતોરાત તે કેટલો આશામી બની ગયો છે કે તે ગાંધીધામના પોઝ વિસ્તારમાં ર૦થી રપ કરોડનો બંગલો ધરાવી રહ્યો છે. આ ઉપરાંપ કપાયા પાસે ભરતનો ટાંકો છે ત્યા પણ ત્રાટકવાની જરૂર છે. તે ઉપરાંત શ્રીજી અને રૂદ્ધાશ નામના ઠામોમાં પણ અચાનક તપાસ કરો તો આવા મિક્ષ ઓઈલનો ખુબ મોટો જથ્થો મળી આવે તેવી આશંકાઓ પણ દર્શાવાઈ રહી છે. 


...................

વર્તમાન સમયમાં કાર-ટ્રકોમાં કેમ અકસ્માત
થતાં જ આગ ફાટી નીકળે છે? કઈક તો વિચારો?




ઝડપથી જવલંતશીલ હોય તો એ નેપ્થા છે, તેમાં અમેએચઓના મિશ્રણ કરી ગેરકાયદેસર ઈંધણ વપરાશ વધી ગયો હોવાથી જ આવુ બને છે, નહી તો અકસ્માત કયા નવા સવા થાય છે, અગાઉ પણ થતા હતા, પણ આગ લાગી જવાની કયા આટલી બધી બનતી હતી ઘટના?

ગાંધીધામ : ઓછ-હલ્કા ફલેશવાળા નેપ્થાને એમએચઓ જેવા પદાર્થમાં મીક્ષ કરી અને વધુ નફો રડી લેવાની દીશામાં એક મોટુ નેકસસ સક્રીય બનેલુ છે. ઉદ્યોગો માટે ઉપયોગમાં લઈ શકાય તેવુ ઓઈલ દેખાડી અને તેને ઈંધણ તરીકે ઉપયોગ ગેરકાયદેસ રીતે કરવામા આવતો હાવેાનુ પ્રમાણ વધ્યુ હોવાથી હવે અકસ્માત વખતે ત્વરિત જ આગ લાગી જવાની ઘટનાઓ પણ બની રહી છે. કેમ આ બાબતે કેાઈ વિચાર નથી કરતા? હાલના સમયેમાં કાર હોય કે ટ્રક, ધડાકા ભેર અથડાય કે આગનો ગોળો બની જાય છે? શું કારણ છે તેની પાછળ? કોઈએ વિચાર્યુ છે ખરૂ? અકસ્માત તો અગાઉ પણ થતા હતા, આટલી બધી આગ લાગી જવાની કયા ઘટનાઓ બનતી હતી? નીચી ગુણવત્તાના ફલેશવાળા નેપ્થા તથા મિક્ષ્ડ હાઈડ્રો કાર્બનને ભેળસેળ કરીને જ વપરાશ કરાતો હોવાથી આવ ઘટનાઓ બની રહી છે.

...............


આ માત્ર કૌભાંડ નથી, સેકડો લોકોની
જાન-માલને માટે ખતરાની છે ઘંટડી..!



વાહનોના એન્જીન માટે પણ છે નુકસાનરૂપ



ગાંધીધામઃ કોર્ટે નોંધ્યું હતું કે નેપ્થા સસ્તું પડતું હોવાથી કેટલાક લાલચુ પેટ્રોલ પંપ માલિકો તેને પેટ્રોલમાં ભેળવી દેતા હતા. આ મિશ્રણ વાહનોના એન્જિનને કાયમી નુકસાન 
પહોંચાડે છે અને તે અત્યંત જ્વલનશીલ હોવાથી આગ લાગવાનું જોખમ અનેકગણું વધારી દે છે. કોર્ટે માન્યું કે આ માત્ર કરચોરી નથી, પણ જાહેર સુરક્ષા સાથે ગંભીર ચેડાં છે.

..................


કેમ કોઈ અધિકારી જે-તે ટ્રકોની ડિઝલ
ફિલ્ટરની નથી કરતા સરપ્રાઇઝ ચેકીંગ?


ડિઝલ કે નેપ્થા વપરાશ છે? કે મિક્ષ્ડ ઓઈલ છે? તેનો આપોઆપ થઈ જશે ખુલાસો : ડિજલના ફીલ્ટરમાં ઈંધણના સેમ્પલો ૧૦૦ દીવસ સુધીના વપરાશના મેળવશો તો પણ સાચા જ મળી રહેશે..!

ગાંધીધામ : કચ્છમાં અનેકવીધ વાહનો દોડી રહ્યા છે. ટ્રાન્સપોર્ટર ક્ષેત્રનું કચ્છ હબ છે. જાણતા અજાણતા વાહનચાલકોને આ મિક્ષ્ડ ઓઈલ પધરાવાઈ રહ્યુ છે ત્યારે સરકારી તંત્ર અને અધિકારીગણ દ્વારા વાહનોને થતા નુકસાન અટકાવવા અને સરકારની ટેક્ષચોરી ડામવાની દીશામાં જો તપાસ કરવી જ હોય તો સરપ્રાઇજ વાહનોની ચકાસણી કરો, વાહનોના ડીઝલ ફિલ્ટર ચકાસો, તેના સેમ્પલો મેળવો, 
પૃથકરણ કરાવે તો આપોઆપ જ ખ્યાલ આવી જશે કે કેટલી ગાડીઓમાં ચોખ્ખુ ઈંધણ વપરાય છે અને કેટલામાં નેપ્થા-એમએચઓ મિશ્રિત ઈંધણ ગેરકાયદેસર વપરાય છે?

Comments

COMMENT / REPLY FROM