આધોઈ સોપારીકાંડ : પોલીસ રાજના કેમ નથી લેતી કડક પુછાણા? ઘણુ ખુલશે...!
તટસ્થ-કડક-પ્રજાભિમુખ IG શ્રીકોરડીયા ગોર ફરમાવે
કાસેઝની વિવિધ કડીઓ ખોલવી હોય, કાસેઝમાંથી સોપારીનું ટ્રેઈલર કેવી રીતે, કોના કહેવાથી, કોની કોની મદદગારીથી નીકળી ગયું છે, અગાઉ આ રીતે દાણચોરીયુકત સોપારીના કેટકેટલા કન્ટેઈનરો બહાર-ડીટીએ થઈ ગયા છે? કેટલા કરોડની સરકારને
ડયુટીની ફટકાર લાગી છે? સહિતના કઈક ખુલાસા થઈ શકે તેમ છે..?
રાજ કોનો ફોલ્ડરીયો છે, કઈ શીપીંગ કંપનીના નામે ઝોનમાં પડયો પાથર્યો હતો? શું રાજે અન્ય કોઈ કંપનીના કાગળીયાઓના આધારે આ કન્ટેઈનર સોપારીવાળુ કે અન્ય કંઈ ભરેલુ હતુ તે પણ બહાર પગ કરાવી દીધું છે?
અતિ ગંભીર, દેશના આર્થિક હિતને નુકસાન પહોચાડી રહેલ આ તપાસ ધીમી કેમ ચાલી રહી છે.? અહીથી સોપારી જ નીકળી છે કે, બીજું કંઈ? દેશના હિતને નુકસાન થઈ શકે તેવુ તો કઈ પગ નથી કરી ગયુ ને? : જાણારોના સવાલો
ગાંધીધામ : કચ્છ બોર્ડર રેન્જની સાયબર ક્રાઈમ ટીમ દ્વારા તાજેતરમાં જ ભચાઉના આધોઈ પાસેથી દોઢ કરોડની દાણચોરી યુકત આધાર પુરાવા વિનાની સોપારીનો જથ્થો અને તેની સાથે સાત જેટલા શખ્સોને દબોચી લીધા હતા. આ પ્રકરણની તપાસ કાસેઝ-ઝોન ભણી લંબાવવા પામી ગઈ છે. છતા પણ વિદેશી કન્ટેઈનર ડીટીએ સ્થાનિક બજાર સુધી કેમ પહોચ્યુ તેનો કોઈ જ ફોડ હજુ સુધી પાડવામાં જ નથી આવ્યો?દરમ્યાન જ સંકુલનો પ્રબુદ્ધવર્ગ કહી રહ્યો છે કે, આધોઈના સોપારીકાંડમાં સ્થળ પરથી પકડાયેલ મુદામાલ ઉપરાંત સાત જેટલા શખ્સો દબેાચી લેવાયા છે, પરંતુ કાસેઝના યુનિટના માલીકો, કાસેઝના લાપરવાહ અમુક તત્વોની સામે હજુ સુધી કોઈ જ કાર્યવાહી થવા કેમ નથી પામી? કાસેઝના યુનિટધારક કે તેના માણસોની મીલીભગત સિવાય અથવા તો તેમને કાસેઝના ભ્રષ્ટ અમુક તત્વોના પીઠબળ વગર પણ આ કારનામું તો આચરાઈ શકાય તેમ જ નથી.
દરમ્યાન જ જાણકારો કહી રહ્યા છે કે, તપાસનીશ સાયબર ક્રાઈમ પોલીસની ટીમને કચ્છ બોર્ડર રેન્જના આઈજીશ્રી ચિરાગ કોરડીયા કે જેઓ તટસ્થ, કડક અને પ્રજાભિમુખ અધિકારીની છબી ધરાવ રહ્યા છે તેઓ માર્ગદર્શન આપે અને આ આખાય પ્રકરણમાં કાસેઝમાં રાજ નામના શખ્સનો શું રોલ રહેલો છે? આ રાજ કોણ છે? તેને ઉઠાવે અને તેની કડકાઈથી રીમાન્ડ મેળવી પુછતાછ કરવામા આવે તો આખાય સોપારી કાંડને દાણચોરીયુકત કેવી રીતે બનાવાયો છે? રાજની શુ ભુમિકા છે? રાજ કોના કોના ઈશારે આ કૃત્યને અંજામ આપી ગયો છે? આવા અગાઉ કેટકેટલા કન્ટેઈનર સોપારીની પગ કરાવી દેવાયા છે? તે સહિતની ઘણી બધી માહીતીઓ આપોઆપ જ મળી આવશે? જાણકારો કહે છે કે, આ રાજ દ્વારા જ કાસેઝમાથી અન્ય કોઈ કંપનીના દસ્તાવેજોના કન્ટેઈનરી સાથે આ વધારાનું કન્ટેઈનર ગેટ બહાર કઢાવાયું છે? રાજને શરૂઆતથી જ આ તપાસમાં સાઈડલાઈન રખાયો હોય અથવા તો પછી તેને બોરીયા બારીસ્તરાં બાંધીને અન્યત્ર ભગાડી દેવાયો હોય તેવું લાગી રહ્યુ છે? રાજની ધરપકડ કરો, તેના રીમાન્ડ મેળવો, કડકમાં કડક રાહે તેની પુછતાછ કરો તો દેશની આર્થિક તિજોરીને નુકસાન પહોચાડતા આ ઘટનાક્રમમાં ઘણુ બધુ બહાર આવી શકે તેમ છે.

Comments