Trending News
સ્થાનિક સમાચાર

પટના DRI  ત્રાટકી છે તે કૌભાંડના મુળ છે ઉંડા..! શું આ ગાંધીધામ-કચ્છ આઈબી વિભાગનું ફેલ્યોર નથી..?

15 February



ગાંધીધામ સહિત કચ્છભરના આઈબીના બની બેઠલા અમુક તત્વોના કેમ લેવાય કડક પુછાણાં : પટનાથી ડીઆરઆઈ ત્રાટકી, નકલી નોટો ગાંધીધામના રેલવે વિસ્તારમાથી બે શખ્સોને પકડી ગઈ, તો આવા બની બેઠલ અમુક અધિકારીઓ કયાં હતા?

બની બેઠેલા ભ્રષ્ટ પીઆઈ તો ઓઈલ-ડિઝલ-લાકડાના ભુંસા, યુરીયા ખાતર, વિવાદીત જમીનોના ધંધાની ભાગબટાઈમાં રટ્ટ પડયા છે,
 તેમને માટે તો દેશસેવાનો વિષય જાય તેલ લેવા, દેશહિતની માહીતીઓ આગોતરી ભેગી કરવી અને સરકારમાં રીપોર્ટ કરવાનો સમય જ તેમને તો મળે જ કયારે? ડીઝલ દાણચોર અમિત સાથે દાણચોરીયુકત ઈંધણના વેપલામાંથી નવરા થાય તો કંઈ દેશસેવા-હિતના વિષયનો તેઓ વિચાર કરશે ને?  આખા બોલા વર્ગનો આ ભ્રષ્ટ પીઆઈ ભણી તીખો ટોણો


ગાંધીધામ : કચ્છના ગાંધીધામમાં પટના DRI દ્વારા જે રીતે ફિલ્મી ઢબે ઓપરેશન પાર પાડીને નકલી નોટોનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે, તે માત્ર એક ગુનાહિત ઘટના નથી પરંતુ ભારતની આર્થિક સંપ્રભુતા સામેના સીધા હુમલાની ચેતવણી છે. જ્યારે સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાય અને સેંકડો કિલોમીટર દૂર બેઠેલી એજન્સી ગાંધીધામના રેલવે સ્ટેશન પાસે ઓપરેશન કરે, ત્યારે તે સાબિત કરે છે કે આ કૌભાંડના મૂળ અત્યંત ઊંડા અને આંતરરાષ્ટ્રીય સ્તરે ફેલાયેલા છે.સૌથી મોટો સવાલ એ ઉભો થાય છે કે સ્થાનિક પોલીસ અને ગુપ્તચર એજન્સીઓને આ હલચલની ગંધ કેમ ન આવી? જો પટના ડ્ઢઇૈં પાસે આટલી સચોટ બાતમી હોઈ શકે, તો સ્થાનિક નેટવર્ક ક્યાં કાચું 
પડ્યું? આ ઘટના પોલીસની કાર્યક્ષમતા પર પ્રશ્નાર્થ ચિહ્ન મૂકે છે. નકલી નોટોનું ચલણ એ માત્ર ચોરી કે લૂંટ નથી, પરંતુ તે દેશના અર્થતંત્રને ઉધઈની જેમ ખોખલું કરવાનું ષડયંત્ર છે.આ અંગે કચ્છનો પ્રબુદ્ધર્ગ એક સવાલ એવો પણ કરી રહ્યો છે કે, પટનાની ડીઆરઆઈ જેવી એજન્સી ગાંધીધામનારેલેવે મથક જેવા ભરચક વિસ્તારમાં આવીને બે શખ્સોને ઉઠાવી લે છે, તેમની પાસેથી લાખોની નકલી બનાવટી નોટો ઝડપી પાડી રહી છે, તો કચ્છમાં શું કોઈ ગુપ્તર કે સુરક્ષા એજન્સીઓ કાર્યરત જ નથી? અહી સૌથી મોટો સવાલ એ થાય છે કે રાજય પોલીસને આ પ્રકારના ષડયંત્રની કેમ ગંધ ન આવી? ગાંધીધામ કાર્ગો વિસ્તારમાંથી બે શખ્સો આ આર્થિક આતંકવાદ જેવી ઘટનામાં જો સંકળાયેલા હોવાનો ખરેખર સત્તાવાર ખુલાસો થવા પામી જશે તો તો સ્થાનિકે કાર્યરત આઈબી વિભાગ જેવાઓને માટે તો મોટી કાળી ટીલ્લી જ કહેવાશે. કહેવાય છે કે, હકીકતમાં આ ઘટનામાં જો સ્થાનિક પોલીસ તદન ઉંધતી જ રહી ગઈ હોય તો સૌથી મોટી જવાબદારી ગુપ્તર વિભાગની બની રહી છે? તેઓને કેમ આ બાબતે માહીતીઓ નથી મળતી? આખાબોલો વર્ગ કહે છે કે અમુક બની બેઠેલ ભ્રષ્ટ તત્વો તો અમિત જેવા ડીઝલ દાણચોરોની સાથે તેના વિતરણમાં  જોડાયેલા છે, રાત-દીવસ કાળી કમાણીમાં વ્યસ્ત પડયા છે, તો પછી તેઓને દેશહિત કે દેશસેવાનો વિષય યાદ કયાંથી આવશે? બેનામી ધંધાઓમાં આવા અમુક તત્વો ન માત્ર ડીઝલ બલ્કે, યુરીયા ખાતર, વિવાદીત જમીનો સૌમાં સંકળાયેલા હોવાની ચર્ચાઓ આવી ચુકી છે. આવા તત્વો જયારે આ નોટ પટના ડીઆરઆઈએ પકડી તે સમયે કયાં હતા? હકીકતમાં તેમનો કડક ઉધડો આ બાબતે લેવો ઘટે.  અહી એ યાદ અપાવુ ઘટે કે, સીમાવર્તી જિલ્લો હોવાને કારણે કચ્છ હંમેશા સંવેદનશીલ રહ્યો છે. પાકિસ્તાનથી દુબઈ અને દુબઈથી વાયા મુંબઈ થઈ મુંદ્રા બંદર સુધી પહોંચતા નકલી નોટોના તાર જો સંકળાયેલા હોય તો પછી એ વાતની 
પુષ્ટિ કરે છે કે પાડોશી દેશ ભારતને રણમેદાનમાં જીતી શકવા અસમર્થ હોવાથી હવે ‘આર્થિક આતંકવાદ’નો સહારો લઈ રહ્યો છે. કન્ટેનરોમાં 
છુપાવીને આવતી ડુપ્લીકેટ કરન્સી અંગે જે ‘ટોપ સિક્રેટ’ એલર્ટ છે, તે સૂચવે છે કે આ કોઈ છૂટક પ્રયાસ નથી પણ એક વ્યવસ્થિત ‘ઈકોનોમિક ટેરરિઝમ‘ છે. ગાંધીધામમાં 
પકડાયેલા બે શખ્સો તો માત્ર હિમશિલાની ટોચ સમાન છે. અસલી પડકાર એ છે કે આ માલ મુંદ્રા કે અન્ય બંદરો પર કયા ‘સેટિંગ‘ થી ઉતર્યો અને તેની પાછળના મુખ્ય સૂત્રધારો કોણ છે? જો ભારતને તેની અખંડિતતા જાળવવી હોય, તો આવી ઘૂસણખોરી સામે શૂન્ય સહિષ્ણુતા અપનાવવી પડશે. માત્ર વાહકોને પકડવાથી નહીં, પણ આ આખી ‘સપ્લાય ચેન’ને તોડવી અત્યંત અનિવાર્ય છે.

Comments

COMMENT / REPLY FROM