Trending News
સ્થાનિક સમાચાર

અંજારમાં પ્રતિબંધિત ગોગો સ્મોકિંગ કોન અને રોલિંગ પેપર સાથે એક શખ્સની ધરપકડ

14 February


અંજાર - કચ્છઉદય : અંજાર પોલીસ મથકનો સર્વલન્સ સ્ટાફ જ્યારે વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો, ત્યારે બાતમીના આધારે મેઘપર બોરીચી સ્થિત મંગલેશ્વર નગરમાં આવેલા જય અંબે પાન પાર્લર પર દરોડો પાડવામાં આવ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન પોલીસને ત્યાંથી પ્રતિબંધિત ગોગો પ્રે-રોલેડ કોન નંગ ૧૩ અને કેપ્ટેઈન ગોગો રોલિંગ પેપર નંગ ૪૮ મળી આવ્યા હતા. પોલીસે કુલ ૬૭૫ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કરી આરોપી નરેશ કુંદનમલ બાલવાણીની ધરપકડ કરી છે. અંજાર પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સફળ કામગીરીમાં અંજાર પોલીસ સ્ટેશનના પીઆઈ એ.આર. ગોહીલ, પીએસઆઈ એસ.જી. વાળા તથા પોલીસ સ્ટાફના કર્મચારીઓ જોડાયા હતા.

---------------- 

Comments

COMMENT / REPLY FROM