Trending News
સ્થાનિક સમાચાર

સામખીયાળી તરફ આવતો ૧.૩૮ કરોડનો દારૂ માળિયા - મિયાણામાં SMC એ ઝડપ્યો

14 February


સામખીયાળી તરફ જતા ટ્રકને એસએમસીએ ઝડપ્યો છે ત્યારે યાદ અપાવી શકાય કે, આ પહેલા પણ એસએમસીએ ભચાઉ-સુરજબારી-સામખીયાળી પટ્ટામાં દરોડો પાડી સ્થાનિક ખાખીને ઉંધતી રાખી દીધી હતી, તે વખતે પણ આ કેસમાં એક બની બેઠેલ સરપંચ દેશી દારૂની ભઠ્ઠીના પ્રકરણમાં ચર્ચામાં આવ્યો હતો, દરોડા વખતે ફરાર હતો, જે બાદ પોલીસે પકડી તેને જેલના સળીયા ગણાવતો કરી દીધો હતો, સવાલ એ છે કે, તે વખતે બેથી ત્રણ માસનો જેલવાસ ભોગવી ચુકેલ સરપંચ હજુ પણ તેના હોદા પર કેમ કાયમ છે? ગુજરાત પંચાયત અધિનીયમ એકટની કલમ તળે જે-તે બની બેઠલા સરપંચને કેમ હજુ સધી પદભ્રષ્ટ કરવામાં નથી આવ્યો? તે વખતના એસએમસીના દેશી દારૂના ભઠ્ઠાના દરોડામાં કયો સરપંચ ચડી ગયો હતો ઝપટે..?

ગાંધીધામ - કચ્છ ઉદય : રાજ્યની સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે મોરબી જિલ્લાના માળિયા-મિયાણા પાસે કાર્યવાહી કરતા રૂા. ૧.૩૮ કરોડની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પંજાબના ભટીંડાથી આવી રહેલા એક ટ્રેઇલરમાં ભૂસાની આડમાં આ જથ્થો 
છુપાવવામાં આવ્યો હતો. પોલીસે કુલ રૂા. ૧.૬૩ કરોડનો મુદ્દામાલ જપ્ત કરી બે આરોપીની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં આ માલ સામખીયાળી સુધી પહોંચ્યા બાદ અહીંથી આગળ કઈ દિશામાં જવાનું તે લોકેશન મળવાનું હતું જો કે તે પહેલા જ પોલીસે દારૂ ઝડપી લીધો હતો.ચોક્કસ બાતમીના આધારે એસએમસીની ટીમે માળિયા-મિયાણાના ભીમાસર ચાર રસ્તા પાસે આવેલા સ્વાગત પેટ્રોલિયમના પાર્કિંગમાં તપાસ હાથ ધરી હતી. ત્યાં ઉભેલા ટ્રેઈલર નંબર આરજે-૦૭-જીડી-૨૮૫૨ની તલાશી લેતા ઉપરના ભાગે ભૂસાની બોરીઓ રાખવામાં આવી હતી, જેની નીચે ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ ૧૯,૦૬૮ બોટલો મળી આવી હતી. આ દારૂની બજાર કિંમત અંદાજે રૂા. ૧,૩૮,૦૪,૦૮૦ આંકવામાં આવી છે. પોલીસે સ્થળ પરથી વાહનચાલક વિક્રમસિંગ નારાયણસિંગ ચૌહાણ અને ક્લીનર કમલ પ્રેમારામ મારૂની ધરપકડ કરી છે. પૂછપરછ દરમિયાન સામે આવ્યું છે કે આ જથ્થો પંજાબના ભટીંડાથી ભરીને સામખિયાળી ખાતે લાવવામાં આવી રહ્યો હતો. આ ગુનામાં અન્ય સાત શખ્સોના નામ પણ ખુલ્યા છે, જેમાં માલ મોકલનાર રમેશ લખમરામ જાટ (બાડમેર), બલવીર સોહનદાસ જાટ (રાજસ્થાન), જબ્બર બિશ્નોઈ (રાજસ્થાન), ગાડીનો માલિક અને અન્ય સાગરિતોને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

.................

પાયલોટિંગ માટે કાળા કલરની ક્રેટાનો ઉપયોગ

ગાંધીધામ : તપાસમાં એવી પણ વિગત સામે આવી છે કે, ટ્રેઈલર સામખિયાળી ટોલનાકા પસાર કરે તે 
પછી એક કાળા રંગની ક્રેટા કાર તેને નિર્ધારિત સ્થળે લઈ જવાની હતી. હાલમાં 
પોલીસે વિધિવત ગુનો નોંધી આ રેકેટના મૂળ સુધી પહોંચવા તપાસ તેજ કરી છે.

 

Comments

COMMENT / REPLY FROM