નાની ચીરઈ ગામે નેશનલ હાઈવે પાસે સરકારી પડતર જમીન પર ભૂમાફિયાઓ દ્વારા દબાણ
દબાણ કરવામાં આવતા કોંગ્રેસ મહામંત્રી દ્વારા ધરણા
ભચાઉ - કચ્છઉદય : તાલુકાના નાની ચિરઈ ગામે નેશનલ હાઇવેની લગોલગ સરકારી પડતર જમીન ઉપર ભૂમાફિયાઓ દ્વારા દબાણ કરવાના આરોપો વરસોથી થયેલા છે. જે જમીન ઉપરના દબાણો હટાવવા ભચાઉ શહેર કોંગ્રેસ મહામંત્રી ઈકબાલ શેખ દ્વારા દશમી ફેબ્રુઆરીથી પ્રતિક ધરણાં કરી તંત્રને જગાડવા લડત આપવામાં આવી રહી છે. ગેરકાયદેસર રીતે કોઈ પણ સરકારી ઓથોરિટીની મંજુરી વગર બાંધકામ થયેલ છે. નાની ચિરઈ ગામે સર્વે નંબર ચારસો પંચાવન સરકારી પડતર જમીન ઉપરના પાકાં બાંધકામ ન હટે ત્યાં સુધી પ્રતિક ધરણાં ઈકબાલભાઈ કરી રહ્યા છે. ધરણાના ચોથા દિવસે ભચાઉ મામલતદાર અને નાયબ કલેકટર ભચાઉ દ્વારા સરકારી ખર્ચથી તાત્કાલિક અસરથી ડીઆઈએલ આર દ્વારા માપણી કરાવવાના પત્રો લખવામાં આવેલ છે, છતાં ઈકબાલભાઈ શેખે જ્યાં સુધી ડીઆઈએલ આર દ્વારા માપણી ન થાય ત્યાં સુધી ધરણાં ચાલુ રાખવાની જાહેરાત કરી હતી. લડતને ભચાઉ શહેર કોંગ્રેસ પ્રમુખ મનજીભાઈ રાઠોડ, એસસી સેલ કોંગ્રેસ તાલુકા પ્રમુખ સવજીભાઈ પરમાર, કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય યુવા સંગઠન પ્રમુખ શિવરાજસિંહ જાડેજાએ મુલાકાત કરી પ્રતિક ધરણાં કરી રહેલા યુવા નેતાને સમર્થન
આપ્યું હતું.

Comments