Trending News
સ્થાનિક સમાચાર

કાસેઝમાં ઝડપાયેલ તમ્બાકુકૌભાંડ તો પાસેરામાં પુણી સમાન

14 February

ડ્રગ્સ-હથીયારો-દારૂગોળો પણ નહી નીકળતો હોય તેની શું ખાત્રી?



આધોઈ સોપારીકાંડને ભુલાવવા માટે તો આ તમ્બાકુની તપાસની ઘટના બનાવવામાં આવતી નથી ને? 
જો જો, મુળ ભ્રષ્ટાચારીઓ છાના કાવતરામાં ફાવી ન જાય..?


ગાધીધામ : ગુજરાતના દરિયાકાંઠાના મુન્દ્રા અને કંડલા જીઈઢ (સ્પેશિયલ ઇકોનોમિક ઝોન) માંથી જે પ્રકારના ય્જી્‌ કૌભાંડનો પર્દાફાશ ડ્ઢઇૈં દ્વારા કરવામાં આવ્યો છે, તે માત્ર આર્થિક ગુનો નથી પરંતુ સિસ્ટમમાં લાગેલી ગંભીર ‘ઉધઈ’નો 
પુરાવો છે. કાગળ પર જે માલની કિંમત હજારોમાં દર્શાવાય અને વાસ્તવમાં કન્ટેનરમાં માત્ર ‘એસેન્સ‘ છાંટેલા લીમડાના 
પાન અને ઘાસ હોય, તે બાબત વહીવટી તંત્રની નિષ્ફળતા અને ભ્રષ્ટાચારની પરાકાષ્ઠા દર્શાવે છે.
સરકાર જ્યારે સામાન્ય 
વેપારી પાસે ય્જી્‌ના એક-એક રૂપિયાનો હિસાબ માંગતી હોય, ત્યારે અમુક મોટા માથાઓ અધિકારીઓની રહેમનજર હેઠળ ૧૦૦૦ કરોડ જેવી માતબર રકમનું રિફંડ ઓહિયાં કરી જાય તે દેશના અર્થતંત્ર માટે ચિંતાનો વિષય છે. ડ્ઢઇૈં ની તપાસમાં જે રીતે કસ્ટમ્સ અને જીઈઢ ના અધિકારીઓની મિલીભગતની આશંકા સેવાઈ રહી છે, તે સ્પષ્ટ કરે છે કે આ કૌભાંડ કોઈ એકલ-દોકલ વેપારીનું કામ નથી, 
પરંતુ એક સુનિયોજિત ‘સિન્ડિકેટ’ છે.ગુજરાતના દરિયાકાંઠે આવેલા કંડલા અને મુન્દ્રા 
સ્પેશિયલ ઇકોનોમિક ઝોન નો ઉપયોગ કરી કરોડો રૂપિયાનું ખોટું ય્જી્‌ રિફંડ મેળવવાનું મસમોટું કૌભાંડ ડાયરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડ્ઢઇૈં) એ ઝડપી પાડ્યું છે. પ્રાથમિક તપાસમાં આ કૌભાંડ અંદાજે ૫૦૦ કરોડનું હોવાનું જણાયું છે, પરંતુ તપાસના અંતે આ આંકડો ૧૦૦૦ કરોડને પાર કરી જવાની પૂરેપૂરી શક્યતા છે.ડ્ઢઇૈં ની તપાસમાં બહાર આવ્યું છે કે આ સિન્ડિકેટ અત્યંત ચાલાકીથી કામ કરતી હતી.  અમદાવાદ, કંડલા અને મુન્દ્રાના જીઈઢ વિસ્તારોમાંથી પાન-મસાલા અને ગુટકાના નામે નિકાસ કરવામાં આવતી હતી.ખરેખર તમાકુને બદલે કન્ટેનરોમાં લીમડાના પાન, ઘાસફૂસ અને નકામો કચરો ભરી દેવામાં આવતો હતો. આ કચરા પર તમાકુનું ‘એસેન્સ‘ છાંટવામાં આવતું હતું જેથી તેની ગંધ અને દેખાવ અસલી તમાકુ જેવો લાગે. જે માલની વાસ્તવિક કિંમત માંડ ૧૦૦ થી ૨૦૦ હોય, તેને કાગળ પર ૧,૦૦૦ થી ૧,૫૦૦ બતાવી દુબઈ, સાઉથ આફ્રિકા અને હોંગકોંગ જેવા દેશોમાં 
એક્સપોર્ટ કરવામાં આવતો હતો. કડક પગલાની જરૂર જણાઈ રહી છે.  માત્ર દરોડા પાડવા પૂરતું મર્યાદિત ન રહીને, દિલ્હી બેઠા આ કૌભાંડના તાર હલાવતા મુખ્ય સૂત્રધારો અને ભ્રષ્ટ અધિકારીઓ સામે 
દાખલારૂપ કાર્યવાહી થવી જોઈએ. ?જો આવા ‘સફેદ કોલર’ ગુનાઓ પર લગામ નહીં કસાય, તો પ્રમાણિક કરદાતાઓનો સિસ્ટમ પરથી વિશ્વાસ ઉઠી જશે. સમય આવી ગયો છે કે તપાસ એજન્સીઓ આ કૌભાંડના મૂળ સુધી પહોંચે અને જનતાના ટેક્સના પૈસા લૂંટનારાઓને જેલના સળિયા 
પાછળ ધકેલે.


.........................


સિસ્ટમમાં રહેલા ‘ઉધઈ’ અને સફેદ કૌભાંડો


અજીત-પ્રદીપ ટોળકી દેશની છબી હવે 
આંતરરાષ્ટ્રીય સ્તરે ખરડી રહ્યા છે..!



ભ્રષ્ટ પ્રદીપ ટોળકી થકી ઝોનના સારા અધિકારીઓને ભોગવવુ પડી રહ્યુ છે.!

ગાંધીધામ : ગાંધીધામ : કાસેઝમાં વર્તમાન સમયે ઝોન ડીસીશ્રી પાટીલ તથા કસ્ટમ ડીસીશ્રી ભાનુજૈન પારદર્શક અને પ્રમાણિક છબી ધરાવી રહ્યા છે. અગાઉના સમયમાં રહેલા અજીત અને પ્રદીપ જેવા વહીવટદાર તત્વો થકી હવે આ સારા અધિકારીઓની કામગીરી પર પણ પાણી ફરી વળી રહ્યુ છે. હજુ તો સોપારીમાં કમીટીનું ગઠન થયાની વાત સમી નથી ત્યાં ફરીથી એથીય મોટુ કૌભાંડ ઝોનમા અનય એજન્સી આવીને ત્રાટકી ગઈ છે.  નિકાસના નામે કચરો મોકલીને સરકાર પાસેથી કરોડોનું રિફંડ મેળવવાની લાલચ દેશની છબી આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ખરડે છે. કસ્ટમ્સ ચેકિંગ અને વેરહાઉસ તપાસમાં આટલી મોટી લાપરવાહી કેવી રીતે શક્ય છે? શું અધિકારીઓને ૧૦-૧૫% કમિશન આપીને દેશની તિજોરી લૂંટવાની છૂટ મળી ગઈ છે?

...............

કાર્યવાહી કરાઈ છે કે કિન્નાખેારી દાખવાઈ?

કાસેઝમાં તમ્બાકુના ૧ જ યુનિટ પર દરોડા કેમ?ઃ અન્ય યુનિટોને કોણ લેશે સાણસામાં? અબજોનું છે કૌભાંડ..!


જે ૧ યુનિટ પર તવાઈ બોલાવાઈ છે તેમાં તો તપાસ કરો જ કરો, પરંતુ તમ્બાકુના આવા અન્ય કેટકેટલા યુનિટોએ આવા રીફંડના કરોડોના ગેરલાભ લીધા નહી હોય તેની શું ખાત્રી?


ગાંધીધામ : કાસેઝમાં કસ્ટમના અમુક ભ્રષ્ટ તત્વો ફાટીને ફુલેકે ચડી જવા પામ્યા હોવાની ઘટનાને આધોઈ સોપારી કાંડ અને તે બાદ તેની ચાલી રહેલી તપાસમાં ધાક ધમકીઓ કરવા સહિતની બનેલી ઘટનાએ ભારે સમર્થન આપી જ દીધુ છે. તે વચ્ચે ગઈકાલ સાંજથી કાસેજના તમ્બાકુના ૧ યુનિટ પર જ મોટાપાયે તપાસનો ધમધમાટ આદરાયો હોવાથી સવાલો ઘેરાઈ રહ્યા છે. જાણકારો પુછી રહ્યા છે કે, તમ્બાકુના આ એક જ યુનીટ પર તપાસ પાછળનુ કારણ રહસ્ય શું રહેલું છે? કેમ આવુ થવા પામ્યુ છે? હકીકતમાં એજન્સી ત્રાટકી જ છે કે પછી  કાસેજના અમુક ભ્રષ્ટ તત્વોએ સોપારી કઢાવી અને પડદા પાછળની ભુંડી ભુમીકાઓ ભજવી છે તેઓના નામો બહાર આવવાની ભીતી સેવાઈ રહી હોવાથી કમીટી તથા તપાસ કરી રહેલા અધિકારીઓનું નાક દબાવવા માટે આ મુજબનુ કોઈ કાવતરું ઘડાયું છે? કારણ કે, તમ્બાકુના આ યુનિટમાં જે રીતે આશંકાઓ એજન્સી દર્શાવી રહી છે તેવી જ તપાસ તમ્બાકુના અન્ય  યુનિટોમાં પણ કરવી જ ઘટે તો સાચુ દુધનુ દુધ અને પાણીનું પાણી થવા પામી જશે? કારણ કે કાસેઝમાં જે કંઈ પણ મિસીડીકલેરેશ કે દાણચોરીના કૌભાંડો આચરાઈ રહ્યા છે તેના મુળમાં અજીત અને પ્રદીપ ગેંગનો જ મોટો દોરીસંચાર વરસોથી રહેલો હોવાની ચર્ચા થાય છે. આ વહીવટદાર ટોળકી જ આવા કાંડને અંજામ આપી રહી છે. માત્ર એક યુનિટ નહી પણ અગાઉના આવા અન્ય યુનીટોમાં પણ કેટકેટલા કૌભાંડો આચરાઈ ગયા અને તે વખતના કલીનચીટ કસ્ટમના કયા બની બેઠેલા અધિકારીઓએ આપી છે? તેમના નામો પણ બહાર લાવવા જોઈએ. જાણકારો કહી રહ્યા છે કે, વહીવટદાર પ્રદીપનો તપેલો મોટાપાયે તે પ્રકરણોમાં ચડી જવા પામશે.
..............

Comments

COMMENT / REPLY FROM