દોઢ દાયકો વીતી ગયો, પણ ન બદલાયું રાજવી બ્રિજ નું નસીબ : જનતાના ટ્રાફિકમાં હાલ-બેહાલ : કોઈક તો આળસ ખંખેરો..?
આને ‘સોનાની થાળીમાં લોઢાના મેખ’ ન કહેવુ તો બીજું શું કહેવું?
ગાંધીધામનો ‘રાજવી’ પ્રશ્નઃ રેલવેની હાઈસ્પીડ વાહ-વાહી વચ્ચે પ્રજા ટ્રાફિકના નરકમાં ! : ૧૨૦ કિમીની ઝડપે ટ્રેન દોડાવવાના દાવા કરતા તંત્ર પાસે વર્ષોથી લટકતા રાજવી ઓવરબ્રિજ માટે સમય કેમ નથી?
ફકત તોડ-ફોડ કરીને વાહ..વાહી લુંટફાંટ કરવાનું બંધ કરો, કંઈક ભલમનસાઈ-માનવતા-સંવેદનાભર્યા કાર્યો પણ કરો, આ પુલ જયાં અધુરો છે ત્યાં નાસ્તાની રેકડીઓ રાખવા માટેનું સ્થાન બનાવો, તો ગરીબ લોકોને રોજી-રોટી પણ મળતી થશે..કઈક તો સારો વિચાર કરો..! : પ્રબુદ્ધવર્ગની ટકોર
રાજવી ઓવરબ્રિજ હવે માત્ર એક અડધો-અધુરો અદ્વરતાલ લટકતો બ્રિજ નથી રહ્યો, પણ તંત્રની નિષ્ફળતાનું સ્મારક હોવાની ચાડી ખાઈ રહ્યો છે..! : ગાંધીધામનું ‘દર્દ’ઃ
રાજવી ઓવરબ્રિજ કે રાજકીય ઈચ્છાશક્તિનો અભાવ? : ટ્રેનો દોડશે હવામાં, પણ જનતા ક્યાં સુધી સબડશે ટ્રાફિકના ખાડામાં?
ગાંધીધામઃકચ્છના ઔદ્યોગિક પાટનગર અને પશ્ચિમ રેલવેને અઢળક આવક કરી આપતા ગાંધીધામ સંકુલમાં વિકાસના નામે માત્ર પોકળ દાવાઓ થઈ રહ્યા હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. એક તરફ રેલવે તંત્ર
આદિપુર અને ગાંધીધામ વચ્ચે ૧૨૦ કિમીની ઝડપે ટ્રેન દોડાવવાના પરીક્ષણો કરી ઐતિહાસિક સુવિધાઓના પ્રસંશાના પુષ્પો વેરી રહ્યું છે, ત્યારે બીજી તરફ શહેરના હાર્દ સમાન ‘રાજવી ઓવરબ્રિજ’ વર્ષોથી અધરતાલ અવસ્થામાં લટકી રહ્યો છે. આ વિકાસ ‘સોનાની થાળીમાં લોઢાના મેખ’ સમાન સાબિત થઈ રહ્યો છે.રાજવી ફાટક પાસે અડધા-અધૂરા ઓવરબ્રિજને કારણે દરરોજ હજારો વાહનચાલકો
પોણાથી એક કલાક સુધી ટ્રાફિક જામમાં ફસાય છે. રેલવેની હાઈસ્પીડ ટ્રેનોથી તંત્રને ફાયદો થશે, પણ જે જનતાના ટેક્સના પૈસે આ વ્યવસ્થાઓ ઊભી થાય છે, તે જનતા આજે રસ્તા પર ઉભી રહીને સમય અને ઈંધણનો વ્યય કરી રહી છે. નવાઈની વાત તો એ છે કે આ બ્રિજનું કામ શરૂ થયું ત્યારથી અત્યાર સુધીમાં દોઢ દાયકો વીતી ગયો, છતાં બ્રિજ હજુ ‘ફાંસીના ફંદા’ જેવો બનીને લટકે છે.ગાંધીધામના જાગૃત નાગરિકો અને વેપારી આલમમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રાજવી ઓવરબ્રિજનું કામ જે પણ કારણોસર અટક્યું હોય, તે કારણો જાહેર કરી તંત્રએ યુદ્ધના ધોરણે ઉકેલ લાવવો જોઈએ. હાઈસ્પીડ ટ્રેનોના સપના દેખાડતા પહેલા પ્રજાને રોડ
પરના ટ્રાફિક જામમાંથી મુક્તિ અપાવવી એ સમયનો તકાજો છે. રેલવે ભલે ગોપાલપુરીને આધુનિક સ્ટેશન બનાવવાની વાતો કરે કે
હાઈસ્પીડ ટ્રેનોના સપના દેખાડે, પણ સામાન્ય માનવી માટે તો એ બધું ‘લોઢાના મેખ’ સમાન છે. જ્યારે વ્યક્તિને પોતાના ઘર કે ઓફિસે
પહોંચવા માટે દરરોજ પોણો થી એક કલાક ટ્રાફિકમાં ફસાવું પડતું હોય, ત્યારે આ આધુનિકતા મજાક લાગે છે. રાજવી ઓવરબ્રિજ હવે માત્ર એક બ્રિજ નથી રહ્યો, પણ તંત્રની નિષ્ફળતાનું સ્મારક બની
ગયો છે.
...........................
સવાલોના તીખા બાણ : જવાબ કોણ આપશે?
૧. રેલવેની આવક કરોડોમાં, તો સુવિધામાં વિલંબ કેમ? ગાંધીધામ રેલવે વિભાગ આખા પશ્ચિમ રેલવેમાં સૌથી વધુ આવક
આપતા મથકોમાંનું એક છે, છતાં અહીંની પ્રજાના પાયાના પ્રશ્નો કેમ ઉકેલાતા નથી?
૨. ર્દ્ગંઝ્રનો પેચ ઉકેલાયો હોવા છતાં વિલંબ કોના ઈશારે? ચર્ચાઓ મુજબ મ્જીહ્લ અને કેન્દ્રીય સ્તરેથી રોડ માર્ગની મંજૂરી (ર્દ્ગંઝ્ર) મળી ગઈ છે, તો હવે કામ આગળ વધારવામાં કોણ અને કયા કારણોસર અવરોધ ઊભો કરી રહ્યું છે?
૩. ગોપાલપુરી આધુનિક સ્ટેશન કોના માટે? જો શહેરની અંદરનો ટ્રાફિક જ ઉકેલાતો ન હોય, તો આધુનિક સ્ટેશનોની ઝાકઝમાળ પ્રજા માટે કયા કામની?
૪. ગાંધીધામનો ‘રાજવી’ પ્રશ્ન : રેલવેની હાઈસ્પીડ વાહ-વાહી વચ્ચે પ્રજા ટ્રાફિકના ખાડામાં! : ૧૨૦ કિમીની ઝડપે ટ્રેન દોડાવવાના સપના દેખાડતું તંત્ર કાચબા ગતિએ ચાલતા ઓવરબ્રિજનું કામ કેમ પૂરું કરી શકતું નથી?
પ. બ્રિજ કેમ અધૂરો? શું જનપ્રતિનિધિઓ માટે જનતાની પીડા કરતા ચૂંટણીના સમીકરણો વધુ મહત્વના છે?
૬. રેલવેને અઢળક કમાણી કરાવી આપતા શહેરને આ અન્યાય કેમ? પશ્ચિમ રેલવેને સૌથી વધુ આવક ગાંધીધામ આપે છે, તો પછી સુવિધા આપવામાં ઠાગાઠૈયા કેમ?
...................
આ તે વળી કેવો વિકાસ કહેવાય..?
ગાંધીધામ : કચ્છના ઔદ્યોગિક હબ ગાંધીધામમાં વિકાસની ગુલબાંગો તો ઘણી ફૂંકાય છે, પણ વાસ્તવિકતા એ છે કે શહેરના હાર્દ સમાન ‘રાજવી ઓવરબ્રિજ’ આજે પ્રજા માટે ફાંસીનો ફંદો બની ગયો છે. એક તરફ રેલવે તંત્ર આદિપુર-ગાંધીધામ વચ્ચે ૧૨૦ કિમીની ઝડપે ટ્રેન દોડાવવાના પરીક્ષણો કરીને પોતાની પીઠ થાબડી રહ્યું છે, ત્યારે બીજી તરફ હજારો નાગરિકો કલાકો સુધી રાજવી ફાટક પાસે ટ્રાફિકના નરકમાં સબડી રહ્યા છે. આ તે કેવો વિકાસ કે જ્યાં ટ્રેનો તો સ્પીડમાં દોડશે પણ ટેક્સ ભરતી જનતા રસ્તા પર ઉભી રહી જશે?
...................
કુંભકર્ણની નિંદ્રામાં કોણ પોઢ્યું છે?
જનતાનો આક્રોશઃ હવે તો જાગો!
ગાંધીધામ : નગરપાલિકા, રાજ્ય સરકાર કે રેલવે તંત્ર? જવાબદારીની ફેંકાફેંકીમાં જનતાનો સમય અને ઈંધણ ક્યાં સુધી બરબાદ થશે?ર્દ્ગંઝ્ર આવી ગઈ હોવાની ચર્ચાઓ વચ્ચે કામ અટક્યું ક્યાં? જો મ્જીહ્લ અને કેન્દ્રીય સ્તરેથી મંજૂરીઓ મળી ગઈ છે, તો હવે કયા ‘મુરત’ની જોવાય છે રાહ. ગાંધીધામના જાગૃત નાગરિકો પૂછી રહ્યા છે કે શું આ અનંત વિલંબનો કોઈ અંત છે? ટ્રાફિક જામને કારણે એમ્બ્યુલન્સો ફસાય છે, નોકરિયાત વર્ગ મોડો પડે છે અને વેપાર-ઉદ્યોગને આર્થિક ફટકો પડે છે.

Comments