સ્વચ્છ ગાંધીધામ માટે નાગરિકોને પોતાની જવાબદારી નિભાવે : વિનોદભાઈ ચાવડા
સમાજ નવનિર્માણ ટ્રસ્ટ- ભુજ તથા કચ્છ લોકસભા પરિવાર તરફથી ગાંધીધામ સ્થાપના દિને ભવ્ય રમતોત્સવ અને લઘુ ભારતના દર્શન
ગાંધીધામ : શહેરના સ્થાપના દિવસની ઉત્સાહ ભેર ઉજવણી કરવામાં આવી હતી તે નિમિતે સમાજ નવનિર્માણ ટ્રસ્ટ ભુજ તથા કચ્છ લોકસભા પરિવાર આયોજીત વિનોદભાઇ ચાવડા દ્વારા લઘુભારત દર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ઝંડાચોક ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સમાજ નવનિર્માણ ટ્રસ્ટ ભુજ દ્વારા સ્વચ્છ ગાંધીધામ માટે નાગરિકોને પોતાની જવાબદારી નિભાવવા અપીલ કરી હતી.
સાંસદ વિનોદભાઇ ચાવડાએ જણાવ્યું હતું કે, ગાંધીધામનાં વિકાસમાં દરેક વર્ગનું મહત્વનુ યોગદાન છે. અન્ય શહેરોની તુલનાએ ગાંધીધામ શહેરનો વિકાસ ઝડપી છે. આર્થિક રાજધાની ગાંધીધામમાં ભારત ભરના દરેક પ્રાંતનાં લોકો હળીમળી અહી સાથે રહ્યા છે. તેથી જ અહી લઘુ ભારત દર્શન થાય છે. સ્વચ્છ અને સુંદર ગાંધીધામ માટે લાંબા સમયથી પ્રયાસો આરંભાયા છે. ઔદ્યોગિક અને વેપાર વાણિજ્ય ક્ષેત્રે જે પ્રકારે ગાંધીધામની ઓળખ ઊભી થઈ છે તે પ્રકારે સ્વચ્છ ગાંધીધામ સુંદર ગાંધીધામ બનાવવા માળખાકીય સુવિધાઓ, સવલતો ઉભી કરવા સૌના સાથ અને સહકારની અપેક્ષા છે તેમ સાંસદે જણાવ્યું હતું.
સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરનાર સૌ નૃત્ય કલાકારોનું વિશેષ સન્માન કરી તેમને પ્રોત્સાહિત કરવામાં આવેલ તથા માનસિક વિકલાંગ (હરિ અસરો સ્કુલ) અને મુકબધીર (મોટા લક્ષ્મી સ્કુલ)ના બાળકોએ પણ પોતાની વિશેષ પ્રસ્તુતિ આપી હતી. જેમાં ઇશારાની ભાષામાં એમને આપણા ભારત દેશનું રાષ્ટ્રીય ગીત પ્રસ્તુત કર્યું હતું. ગાંધીધામ શહેરના સ્થાપના દિવસ નિમિતે સમાજ નવ નિર્માણ ટ્રસ્ટ - ભુજ, કચ્છ લોકસભા પરિવાર દ્વારા સાંસદ વિનોદભાઇ ચાવડા તરફથી શુભેચ્છા પાઠવતા સાંસદ સ્વ્ચ્છતા મેરેથોન, સાંસદ એથ્લેટિક્સ ટુર્નામેંટ, સાંસદ કરાટે સ્પર્ધા, સાંસદ ફૂટબોલ સ્પર્ધા, સાંસદ લઘુ ભારત સાંસ્ક્રુતિક મહોત્સવ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ, જેમાં ખેલાડીઓએ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો. દરેક ખેલાડીઓને સન્માનીત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. રમત - ગમત સંકૂલ ગાંધીધામ ખાતે સાંસદ એથલેટીક્સ ટુર્નામેંટમાં ૧૦૦ મીટર, ૨૦૦ મીટર ૪૦૦ મીટર, ૮૦૦ મીટર, ૧૫૦૦ મીટર દોડની વિવિધ કેટેગરીમા ંસ્પર્ધામાં ખેલાડીઓ સારૂ પ્રદર્શન કરેલ હતું.
આ પ્રસંગે રાજયમંત્રી ત્રિકમભાઈછાંગા, ગાંધીધામ ધારાસભ્ય કચ્છ જિલ્લા ભાજપ મહામંત્રી ધવલભાઈ આચાર્ય, વિજયભાઇપરમાર, તેજશભાઈ શેઠ, મનોજભાઇ મૂલચંદાણી, મોંમાયાભાઈ ગઢવી, ભરતભાઇ મીરાણી, વિજયસિંહ જાડેજા, એ.કે. સિંઘ, કમલભાઈ શર્મા, કમલેસભાઈ પરિયાણી, સુરેશભાઇ ધુવા, ભરત પ્રજાપતિ, દિપેશ ભટ્ટ, સાગર સુકલા, કલ્પેશ પટેલ, પ્રવીણ ધેડા, હિતેશ મહેશ્વરી, વૈભવીબેન, રાજભા ગઢવી, પુજા ઠક્કર, મયૂરી ઠક્કર, ગીતા ગણાત્રા, પારશબા જાડેજા, કાન્તાબેન સોલંકી, વંદનાબેન ધુવા, મનમીતકૌર, માનસિંહ ગુપ્તા, હંસાબેન જ્ઞાનચંદાણી, સુનિતા ગુપ્તા વિગેરે લોકો હાજર રહ્યા હતા.
-----

Comments