બાળકોએ માતા- પિતાને કુમકુમ તિલક કરીને પૂજન કરી આશિર્વાદ લીધા
ભુજ ચાણક્ય એકેડમી ખાતે નર્સરીથી ધોરણ ૧૨ સુધીનાં બાળકોએ ‘માતૃ-પિતૃ’ પૂજન કાર્યક્રમ યોજાયો
ભુજ - કચ્છઉદય : પ્રાચીનકાળથી આપણી સંસ્કૃતિ માતા - પિતાને દેવ સમાન માની તેમની પૂજા - વંદના કરવાની રહી છે. પ્રથમ પૂજ્ય શ્રી ગણેશજીએ પણ માતા પાર્વતી અને મહાદેવજીનું પૂજન કરી તેમની પરિક્રમા કરી હતી. સંસ્કારનું સિંચન બાળકોમાં નાનપણથી જ કરવામાં આવે તેમજ જગતમાં એક માતા - પિતા જ નિઃસ્વાર્થ પ્રેમ કરી શકે છે તે જ્ઞાન બાળકોની અંદર બાળપણથી જ પ્રસ્થાપિત કરવાના ઉદ્દેશ્ય સાથે કાર્યક્રમનું આયોજન થયું હતું. કાર્યક્રમમાં શાળાના નર્સરીથી ધોરણ ૧૨ સુધીનાં મોટાભાગનાં બાળકોએ પોતાના માતા- પિતાને કુમકુમ તિલક કરી તેમની પ્રદક્ષિણા કરી પરંપરાગત રીતે તેમનું પૂજન કરી તેમના આશીર્વાદ મેળવ્યા હતા. સંસ્થાના ચેરમેન વાડીલાલભાઈ સાવલા, વાઈસ ચેરમેન સંદીપભાઈ દોશી, મેનેજીંગ ટ્રસ્ટી પંંકજભાઈ મહેતા, અંકિતભાઈ સાવલા, હસ્તી દોશી અને જય મહેતાએ શુભેચ્છાઓ પાઠવી હતી. જનરલ મેનેજર સોહિતભાઈ, આચાર્ય કવિતાબેન, રોશનીબેન, બિનાબેનના માર્ગદર્શનમાં કાર્યક્રમનું આયોજન કરાયું હતું. કાર્યક્રમનાં સંયોજક તરીકે શિક્ષક મૌલિકભાઈ, હેમાંગીનીબેન રહ્યા હતા.
------

Comments