નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી કાલે કચ્છના પ્રવાસે
માંડવીના બિદડામાં રમતગમત સંકુલ સહિતના વિકાસ પ્રકલ્પોની આપશે ભેટ
ગાંધીધામ : ગુજરાત રાજયના વાયબ્રન્ટ નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી રાજયભરના સર્વાંગી વિકાસની દીશામાં સતત ભગીરથ પ્રયાસો કરી રહ્યા છે. રાજયભરમાં તમામ મોરચો વીકાસનો અનુભવ થાય તે દીશામાં શ્રી સંઘવી સેવારત રહેલા છે. દરમ્યાન જ મળતી વધુ વિગતો અનુસાર આવતીકાલે તા. ૧૪મી ફેબ્રુઆરીના રોજ રાજયના નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી કચ્છના પ્રવાસે પધારી રહ્યા છે. તેઓ આવતીકાલે સાંજે માંડવીના બિદડા મધ્યે રમતગમત સંકુલ જેવા વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપવા પધારી રહ્યા છે. તેઓના આગમનને લઈને કચ્છભરમાં અનેરા હર્ષ અને ઉત્સાહનો માહોલ સર્જાયો છે. જો કે તેઓના સત્તાવાર કાર્યક્રમની પુષ્ટી આ લખાઈ રહ્યુ છે ત્યા સુધી થવા પામી નથી.

Comments