કચ્છનો બેન્ટોનાઇટ ઉદ્યોગ ‘ઓનલાઈન’ ગૂંચવાડામાં : નિકાસ અને સ્થાનિક વેચાણ પર બ્રેક
હવે તેનો વિવેકી ઉકેલ કરી લેવાયો છે, એક જ દિવસમાં હવે જેટલા પાસ જનરેટ થશે તે બધાય એપ્રવુલ કરી દેવાની વ્યવસ્થા ગોઠવાઈ ગઈ છે, હવે ઝડપથી ભરાયેલ માલ મુકત થશે : શ્રી બારીયા(સિનિયર ભુસ્તરશાસ્ત્રી ખાણખનિજ વિભાગ, પશ્ચિમ કચ્છ)
ગાંધીધામ : કચ્છની ધરતી જે ખનિજ સંપત્તિ માટે વિશ્વવિખ્યાત છે, ત્યાં અત્યારે ટેકનોલોજી અને વહીવટી સંકલનના અભાવે એક મોટું આર્થિક સંકટ ઊભું થયું છે. કચ્છના બેન્ટોનાઇટ ઉદ્યોગમાં ડિલિવરી ચલણ (ડ્ઢીઙ્મૈદૃીિઅ ઝ્રરટ્ઠઙ્મઙ્મટ્ઠહ) ની ઓટો એપ્રૂવલ સિસ્ટમ અમલી ન બનતા આશરે ૩.૨૫ લાખ ટન જેટલો બેન્ટોનાઇટનો જથ્થો ગોડાઉનોમાં ધૂળ ખાઈ રહ્યો છે. આ બાબતે બેન્ટોનાઈટથી સંકળાયેલા સંગઠનને ઘટતું કરવા રજુઆત તાજેતરમાં જ કરેલી છે.કચ્છ બેન્ટોનાઇટ મેન્યુફેક્ચરર એસોસિયેશનની રજૂઆત ઉદ્યોગની લાચારી અને તંત્રની ઉદાસીનતા બંને છતી કરી જવા માટે પુરતી જ કહી શકાય તેમ છે. એક તરફ સરકાર ‘ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ‘ની વાતો કરે છે, ત્યારે બીજી તરફ માત્ર એક સોફ્ટવેરની વિસંગતતાને કારણે આખો ઉદ્યોગ ઠપ્પ થઈ જાય તે ચિંતાનો વિષય છે. જો આ મડાગાંઠ જલ્દી નહીં ઉકેલાય, તો કચ્છના બેન્ટોનાઇટ ઉદ્યોગને વૈશ્વિક બજારમાં સ્પર્ધાત્મક રહેવું મુશ્કેલ બનશે.બીજીતરફ આ બાબતે પશ્ચીમ કચ્છ ખાણખનિજ વિભાગના સિનિયર ભુસ્તરશાસત્રી શ્રી દેવેન્દ્ર બારીયાને પુછતા તેઓએ કહયુ હતુ કે, અગાઉ દરેક પાસનો ઓટીપી આપવાનો થતો હતો, જો એક દીવસમાં ૧૦૦૦ પાસે ઈસ્યુ થયા હોય તો તેના ઓટીપી લેવાના થતા હતા, હવે તેનો વિવેકી નીતીવિષયક ઉકેલ લવાયો છે, અગાઉ જે પાસ હતા તેની જ્ગ્યાએ દીવસ અને વાર કરવામા આવ્યા છે એટલે કે એક દીવસમાં જેટલા પાસ જનરેટ થયા હશે તે એપ્રુવ કરી દેવાશે તેવી વ્યવસ્થા કરવામાં આવી ગઈ છે. હવે આ સમસ્યા નહી સર્જાય વધારે તેમ શ્રી દેવેન્દ્ર બારીયાએ જણાવ્યું છે.
.......
શું છે ટેકનિકલ ગૂંચવણ?
ગાંધીધામ : એસોસિયેશનના જવાબદારોની વાત માનીએ તો મુશ્કેલી સ્ટોક ટ્રાન્સફરની પ્રક્રિયામાં છેઃ જ્યારે કોઈ લીઝધારક પાસેથી સ્ટોકિસ્ટ સીધો માલ ખરીદે છે, ત્યારે સિસ્ટમમાં જથ્થો ઓટોમેટિક એપ્રૂવ થઈ જાય છે. મુશ્કેલી ત્યારે ઊભી થાય છે જ્યારે એક સ્ટોકિસ્ટ બીજા સ્ટોકિસ્ટ પાસેથી માલ ખરીદે છે. આ કિસ્સામાં ઓનલાઈન સિસ્ટમમાં જથ્થો જમા થતો નથી. પરિણામે, વેપારી પાસે ભૌતિક રીતે માલ હોવા છતાં, તે કાયદેસર રીતે તેને વેચી કે નિકાસ કરી શકતો નથી.
..........
આંકડાકીય વિશ્લેષણ અને અસરો
ગાંધીધામ : કચ્છ એ બેન્ટોનાઇટનું હબ છે, જે વિશ્વના કુલ
ઉત્પાદનમાં મહત્વનો હિસ્સો ધરાવે છે. આ મડાગાંઠની અસરો ગંભીર છેઃ ડેડ સ્ટોક વધી રહ્યો છે. ૩.૨૫ લાખ ટન જથ્થો અટવાતા કરોડો
રૂપિયાનું મૂડી રોકાણ બ્લોક થઈ ગયું છે. નિકાસ પર અસર થઈ રહી છે. બેન્ટોનાઇટ ડ્રિલિંગ, ફાઉન્ડ્રી અને કેમિકલ ઉદ્યોગોમાં વૈશ્વિક સ્તરે વપરાય છે. નિકાસ અટકતા વિદેશી હૂંડિયામણને નુકસાન થઈ રહ્યું છે. રોજગારીઃ આ ઉદ્યોગ સાથે સંકળાયેલા હજારો શ્રમિકો અને ટ્રક
ટ્રાન્સપોર્ટરોની રોજીરોટી પર સીધી અસર પડી રહી છે.
........
તંત્ર પાસે અપેક્ષિત ‘પહેલ’
ગાંધીધામ : ઉદ્યોગને બચાવવા માટે વહીવટી તંત્ર અને ખાણ-ખનિજ વિભાગ વહેલા સર પગલા ભરે તે જરૂરી છે. સિસ્ટમ અપડેટ. ઓનલાઈન પોર્ટલમાં સ્ટોકિસ્ટ-ટુ-સ્ટોકિસ્ટ ટ્રાન્સફર માટે તાત્કાલિક ‘ઓટો એપ્રૂવલ’ મોડ્યુલ સક્રિય કરવું જોઈએ. કામચલાઉ મંજૂરી આપવી જોઈએ.જ્યાં સુધી ટેકનિકલ ખામી દૂર ન થાય ત્યાં સુધી મેન્યુઅલ ચલણ અથવા પ્રોવિઝનલ એપ્રૂવલ આપવી જોઈએ જેથી અટકેલો જથ્થો બજારમાં જઈ શકે. ખનિજ ઉદ્યોગ માટે વારંવાર ઉદ્ભવતા સોફ્ટવેર ઇશ્યુના નિરાકરણ માટે જિલ્લા કક્ષાએ ટેકનિકલ સપોર્ટ ડેસ્ક સ્થાપવું જોઈએ.
.....

Comments