અંજાર જમીન કૌભાંડ : DRT ની ઈ-હરાજી વિવાદના વમળમાં! ખેતીની જમીનને એન-એ દેખાડી વેપલા ના કારસાથી ખળભળાટી.!
SBI જેવી પ્રતિષ્ઠીત બેંક અજાણ કે પછી આંખમિચામણા ?
શું આ પ્રકારની જમીનનું કૌભાંડ કે ગેરરીતી બેંકના ટોંચના અમુક જવાબદારોની મીલીભગતથી થઈ રહી છે કે કેમ?
કરોડોની જમીન પર ખેતીનો કબજો હોવા ઉપરાંત પણ એન-એ દર્શાવી બારોબાર
વેંચાણ કરવાની જાહેરાત અપાતા ગાંધીધામ સંકુલમાં ઉઠયા તરેહ તરેહના વમણો
રોકાણકારોના
નાણાં ડૂબશે કે શું?
ધોરણસરની જ કાર્યવાહી કરાઈ છે : શ્રી પ્રકાશ મોર્ય (એમડી, એસબીઆઈ રીકવરી બ્રાન્ચ, અમદાવાદ)
કોઈ પણ થર્ડપાર્ટીને વાંધો હેાય તો ડેબ્ટ રીકવરી ટીમ સક્ષમ રજુઆત કરી શકે છે : શ્રી શાંતનુ(ડે.મેનેજર અમદાવાદ એસબીઆઈ, ડેબ્ટ ટીમ)
ગાંધીધામઃ કચ્છમાં ભૂકંપ પછી જમીન માફિયાઓ જાણે બેફામ બન્યા છે. જમીનના ભાવ આસમાને પહોંચતા જ છેતરપિંડીના નવા-નવા કિસ્સાઓ દરરોજ સામે આવી રહ્યા છે. તાજેતરમાં ઋણ વસૂલી અધિકરણ, અમદાવાદ દ્વારા ગાંધીધામ-અંજાર
પંથકની કરોડોની જમીન માટે જે ઈ-હરાજીની નોટિસ જાહેર કરવામાં આવી છે, તેણે વેપારી જગતમાં ખળભળાટ મચાવી દીધો છે. આ હરાજીમાં જમીનની સ્થિતિ અને કાગળોની વિગતોમાં જબરા ‘લોચા’ જોવા મળી રહ્યા છે. સવાલો ઉઠવા પામી રહ્યા છે કે, જે જમીન વર્તમાન સમયે ખેતીની જમીન છે, તેના પર ખેતીલાયક કબ્જો દસ્તાવેજોમાં બોલી રહ્યો છે, તો પછી આ બેંક દ્વારા કયા આધારે તેને એનએ દર્શાવીને કરોડોની આ જમીનોનો બારોબાર સોદો-વેપલો કરવામા આવી રહ્યો છે? કરોડોની આ કિમંતી જમીનની હરરાજીની અપાયેલી જાહેરાતમાં ઘણી બધી જગ્યાએ બેક દ્વારા જાણમાં નથી, જાણમાં નથી, તેવુ દર્શાવેલુ છે, જો બેંકને જાણમાં ન હોય તો પછી તે આવી જમીનોની હરરાજી કરી કેવી રીતે શકે છે? કેમ જમીન કબ્જેદાર પાસેથી સાધનિક આધારો બેંક દ્વરા મંગાવાવમા નથી આવતા? ઉપરાંત ૭/૧રના ઉતારા હવે તો ઓનલાઈન થઈ ગયા છે, બેંક ધારે તો ખુદ પણ આ ઉતારાઓની સ્થીતીએ જમીન એનએ છે કે ખેતીલાયક છે? તેની ચકાસણીઓ કરી જ શકે છે? કેમ આ બધી પ્રક્રીયાઓને બેક દ્વારા બાજુ પર મુકી દેવામા આવી છે? એસબીઆઈ જેવી બેંક અંધારામાં રહી જાય તેવુ તો બને જ નહી? તો પછી શું બેંકના જવાબદારો દ્વારા આંખમિચામણા કરવામા આવી રહ્યા છે? શું આ પ્રકારની હરરાજી કરી અને તેમાં જે કોઈ રોકાણ કરશે તેના નાણા ડુબશે તો તેનું જોખમ સબંધિત બેકના જવાબદારો ઉઠાવશે? જો આ જમીનને ગેરકાયદેસર ખેતીલાયક હોવાનુ બેક માની રહી હોય તો કેમ પગલા નથી લેવાયા? અને લેવાયા છે તો કયારે અને શું-શું પગલા બેંક દ્વારા લેવાયા છે?જો જમીન બિનખેતી હોય, તો ત્યાં ખેતી કોણ કરી રહ્યું છે? શું ત્યાં કોઈનો ગેરકાયદે કબજો છે? આ વાત હરાજીની નોટિસમાં કેમ છુપાવવામાં આવી? ૨૦૧૯ની નોટિસમાં જે સર્વે નંબરને મેઘપર બોરીચીમાં બતાવાયો હતો, તેને હાલની નોટિસમાં ‘મોજે દેવડીયા’માં બતાવવામાં આવ્યો છે. એક જ સર્વે નંબર બે અલગ-અલગ ગામોમાં કેવી રીતે હોઈ શકે?ઃ જો તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી આ વિસંગતતાઓ દૂર કરવામાં નહીં આવે, તો આ હરાજી માત્ર વિવાદનું કેન્દ્ર બનીને રહી જશે અને નિર્દોષ રોકાણકારોના નાણાં ફસાઈ જવાની પૂરેપૂરી શક્યતા છે.
આ બાબતે એસબીઆઈ રીકવરી ટીમ અમદાવાદના એજીએમ શ્રી પ્રકાશ મોર્યની સાથે વાતચીત કરતા તેઓએ કહ્યુ હતુ કે, જે કંઈ પણ કાર્યવાહી કરવામા આવી છે તે ધોરણસરની જ કરાઈ છે. એથી વિશેષ આ કેસમાં કંઈજ કહી ન શકાય. તો વળી ડે.મેનેજર શ્રી શાંતનુજીએ આ બાબતે વાત કરતા કહ્યુ હતુ કે, જે કોઈ પણ થર્ડપાર્ટીને વાંધો હોય આ પ્રકારની હરરાજી સામે તો તેઓ ડીબીટી સમક્ષ પોતાની વાત રજુ કરી શકે છે. પ્રક્રીયા ધોરણ અનુસાર નીતી નિયમો મુજબ જ કરવામા આવી રહી છે.
.........
શું છે સમગ્ર વિવાદ?
ગાંધીધામ : તારીખ ૫-૨-૨૦૨૬ના રોજ અખબારોમાં પ્રસિદ્ધ થયેલી હરાજી નોટિસ મુજબ, મેઘપર બોરીચીના સર્વે નંબર ૯૬/૧, ૯૬/૧(૩) અને અંજાર સીમના સર્વે નંબર ૬૩૨ વાળી જમીનની હરાજી થવાની છે. પરંતુ સ્થાનિક તપાસમાં જે તથ્યો બહાર આવ્યા છે તે ચોંકાવનારા છે : ડ્ઢઇૈં (ડ્ઢઇ્) એ જાહેરાતમાં આ જમીનને ‘બિનખેતી’ બતાવી છે, જ્યારે હકીકતમાં ત્યાં લહેરાતો પાક ઉભો છે અને ખેતી થઈ રહી છે.
.......
વેપારીઓ માં ફફડાટ અને આશંકા
ગાંધીધામ : ગાંધીધામના જમીન બજારમાં ચર્ચા છે કે જો આવી વિવાદાસ્પદ જમીનોની હરાજી સરકારી એજન્સીઓ મારફતે થતી હોય, તો સામાન્ય રોકાણકારે વિશ્વાસ કોના પર કરવો? કરોડો રૂપિયાનું જોખમ ખેડનાર વેપારીઓ અત્યારે આ હરાજીથી દૂર રહેવામાં જ ભલાઈ સમજી રહ્યા છે.
........
જમીન હરાજી કે ભ્રષ્ટાચારની ખુલ્લી બજાર?
ગાંધીધામ :કચ્છના આર્થિક પાટનગર ગણાતા ગાંધીધામ અને આસપાસના વિસ્તારોમાં ભૂકંપ પછી જમીનના ભાવમાં જે ઉછાળો આવ્યો છે, તેણે જમીન માફિયાઓની ભૂખને જગાડી છે. પરંતુ આશ્ચર્ય અને આઘાતની વાત ત્યારે બને છે જ્યારે જવાબદાર સરકારી તંત્ર અને રિકવરી એજન્સીઓ પોતે જ વિવાદાસ્પદ જાહેરાતો દ્વારા રોકાણકારોને અંધારામાં રાખતી હોય તેવું જણાય. ઋણ વસૂલી અધિકરણ દ્વારા તાજેતરમાં પ્રસિદ્ધ કરાયેલી ઈ-હરાજીની નોટિસ આનું જીવંત ઉદાહરણ છે.
.........
ગામના નામ અને સર્વે નંબરમાં વિસંગતતા : ભૂલ કે ગુનો?
ગાંધીધામ : વર્ષ ૨૦૧૯ની નોટિસમાં જે જમીન મેઘપર બોરીચીની હતી, તે ૨૦૨૬માં અચાનક ‘મોજે દેવડીયા’ની કઈ રીતે બની ગઈ? મહેસૂલી રેકોર્ડમાં થતી આ પ્રકારની હેરફેર માત્ર ‘ટાઈપિંગ ભૂલ’ હોઈ શકે નહીં. આ જમીન માફિયાઓ અને ભ્રષ્ટ બાબુઓની મિલીભગતની ગંધ આપે છે. જ્યારે હરાજીની રિઝર્વ કિંમત અને ઈસ્ડ્ઢ (અનામત રકમ) કરોડોમાં હોય, ત્યારે સામાન્ય રોકાણકાર કે વેપારીના નાણાં જોખમમાં મૂકાય તેવી અધૂરી વિગતો આપવી એ લોકશાહીમાં પ્રજા સાથેની ક્રૂર મજાક છે.
........
એસબીઆઈ બેંકને ગાંધીધામના રોકાણકારો પુછી રહ્યા છે ધારદાર સવાલો?
૧. રોકાણકારોની સુરક્ષા ક્યાં?ઃ આ જમીનની રિઝર્વ પ્રાઈસ અને ઈસ્ડ્ઢ (અનામત રકમ) કરોડો રૂપિયામાં છે. જો કોઈ વેપારી બોલી લગાવી નાણાં ભરે અને પછી ખબર
પડે કે જમીન પર તો ગેરકાયદે કબજો છે, તો તે નાણાં પાછા મેળવવાની જવાબદારી કોની?
૨. વિગતો કેમ છુપાવવામાં આવી?ઃ હરાજીની નોટિસમાં જમીન પરના કબજા કે કાયદેસરની સ્થિતિ વિશે સ્પષ્ટતા કેમ કરવામાં નથી આવી? શું કોઈ મોટા ગજાના માફિયાઓને ફાયદો કરાવવા આ ખેલ ખેલાઈ રહ્યો છે?
૩. ડ્ઢઇૈં (ડ્ઢઇ્) અને રેવન્યુ રેકોર્ડમાં તફાવત કેમ?ઃ વર્ષ ૨૦૧૯ અને ૨૦૨૬ની નોટિસમાં ગામના નામ બદલાઈ જાય તે શું સૂચવે છે? શું તંત્રના કાગળો જ કાચા છે કે પછી જમીન બદલી નાખવાનું કોઈ મોટું કાવતરું છે?
૪. જવાબદારી કોની?ઃ જો ખેતીના કબજાવાળી વિવાદાસ્પદ જમીનમાં કોઈ વેપારીના કરોડો રૂપિયા ફસાઈ જાય, તો તે નુકસાનની જવાબદારી વેડાસર જીમ્ૈં રિકવરી ટીમ કે હરાજી કરનાર એજન્સી લેશે?
૫. ગેરકાયદે કબજો કેમ ન હટાવાયો?ઃ હરાજી પહેલા જમીનને વિવાદમુક્ત કરવી જોઈએ. જો ત્યાં ગેરકાયદે ખેતી થતી હોય, તો આજ દિન સુધી તંત્રએ તેને ખાલી કરાવવા કોઈ પગલાં કેમ ન લીધા?
૬. ૨૦૧૯થી ૨૦૨૬ સુધી શું બદલાયું? : અગાઉ પણ હરાજીની નોટિસ આવી હતી, ત્યારે કયા કારણોસર પ્રક્રિયા અટકી હતી અને અત્યારે કયા આધારે ખોટા ગામના નામે નોટિસ કઢાઈ છે?
........
ગાંધીધામ જમીન હરાજી વિવાદઃ રોકાણકારોના કરોડો રૂપિયા જોખમમાં?
ખેતીની જમીન બિનખેતી બતાવી હરાજી કરવાનો ખેલઃ વેડાસર જીમ્ૈં રિકવરી ટીમ અને તંત્ર આ વિવાદાસ્પદ હરાજી તાકીદે અટકાવે તેવી માંગ
ગાંધીધામઃ આ હરાજીમાં રહેલી ગંભીર વિસંગતતાઓને પગલે વેડાસર એસબીઆઇ બેંક રિકવરી ટીમ સહિતના ઉચ્ચ સત્તાધીશો આ પ્રક્રિયાને તાકીદે રોકે તેવી માંગણી ઉઠી રહી છે.તાજેતરની નોટિસ મુજબ મેઘપર બોરીચી અને અંજાર સીમની કરોડોની જમીન વેચવા કાઢવામાં આવી છે, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ છે કરોડોની રિઝર્વ પ્રાઈસ અને ઈસ્ડ્ઢ હોવા છતાં, જો જમીન ક્લિયર ન હોય તો બોલી લગાવનારનું હિત કોણ જાળવશે?ગાંધીધામ સંકુલના જમીન દલાલો અને વેપારીઓ ચર્ચા કરી રહ્યા છે કે, વેડાસર એસબીઆઇ બેંક રિકવરી ટીમે આ મામલે મધ્યસ્થી કરવી જોઈએ. જો બેંક અને રિકવરી એજન્સીઓ આવી વિવાદાસ્પદ મિલકતોની હરાજીને પ્રોત્સાહન આપશે, તો બેંકિંગ તંત્ર પરથી પ્રજાનો વિશ્વાસ ઉઠી જશે. રોકાણકારોના હિતમાં આ હરાજી પ્રક્રિયાને હાલ તુરંત સ્થગિત કરી, જમીનની પુનઃ તપાસ કરવામાં આવે તે અત્યંત અનિવાર્ય છે.
.......
કાગળ પર ‘બિનખેતી’, વાસ્તવમાં ‘ખેતી’ઃ
તંત્રની આ કેવી માયાજાળ?
ગાંધીધામ : કોઈપણ સરકારી એજન્સી જ્યારે કરોડોની જમીનની હરાજી કરતી હોય, ત્યારે તેની પ્રાથમિક નૈતિક અને કાયદેસરની ફરજ બને છે કે તે મિલકતની પારદર્શક વિગતો જાહેર કરે. હરાજીની નોટિસમાં જમીનને ‘બિનખેતી’ બતાવવામાં આવે છે, પરંતુ સ્થળ પર લહેરાતા ખેતીના પાક અને કોઈનો કબજો હોવાની વાત તંત્રની વિશ્વસનીયતા પર ગંભીર સવાલો ઉભા કરે છે. જો જમીન પર ગેરકાયદે કબજો છે, તો તેને ખાલી કરાવવાની જવાબદારી કોની? શું તંત્ર માત્ર હરાજી કરીને પોતાની જવાબદારીમાંથી મુક્ત થઈ જવા માંગે છે?
.......

Comments