Trending News
સ્થાનિક સમાચાર

ભુજ શહેરના ગૌરવપથને આઈકોનીક રોડ તરીકે વિકસાવાશે

12 February



ભુજ - કચ્છઉદય : રાજ્ય સરકારની સ્વચ્છ ભારત મિશન અર્બન ર.૦ અને નિર્મળ ગુજરાત ર.૦ યોજના અંતર્ગત શહેરના કોઈ એક રોડને આઈકોનીક રોડ તરીકે વિક્સાવવા વર્ષ ર૦ર૪-રપમાં સરકાર દ્વારા નિર્મળ ગુજરાત ર.૦ અંતર્ગત અંદાજીત ૭૯ લાખના ખર્ચે ભુજ શહેરના ગૌરવપથને “આઈકોનીક રોડ” તરીકે વિકસાવામાં આવશે, જેમાં ડેકોરેટીવ સ્ટ્રીટ લાઈટ્‌સ, ઓનમિન્ટલ ગ્રીલ અને સ્વચ્છ ભારત મિશનને લગતા ભીત ચિત્રો દ્વારા માર્ગનું સુશોભન કરવામાં આવશે.
આ અંગે વિગત આપતા કારોબારી ચેરમેન મહીદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ભુજ શહેર દિવસેને દિવસે વિકાસ પામતું જાય છે, ત્યારે રાજ્ય સરકારની યોજના અંતર્ગત શહેરના ગૌરવપથ રોડને આઈકોનીક રોડ તરીકે વિકસાવામાં આવવાનું હોઈ આ યોજના અંતર્ગત હાલ વર્ષો જુના નખાયેલા સ્ટ્રીટ પોલને બદલે નવા ડેકોરેટીવ સ્ટ્રીટ લાઈટ્‌સ તેમજ ગ્રીલ્સ નાખવાની હોઈ લોક સુખાકારીમાં વધારો કરવામાં આવી રહ્યું છે.
આ અંગે વધુ વિંગત આપતા ઉપપ્રમુખ ઘનશ્યામભાઈ ઠક્કરે જણાયું હતું કે, ભુજ નગરપાલિકા દ્વારા સતત પ્રજાજોગ લોક સુખાકારીના કામ કરવામાં આવતા રહ્યા છે અને હજી પણ આગળ કરવામાં આવશે. લોકો, શહેરના વિકાસની ખૂટતી કડીઓ પુરવા માટે પૂર્ણ પ્રયત્નશીલ છીએ.
આ અંગે વધુ વિગત આપતા પ્રમુખ રશ્મિબેન સોલંકીએ જણાવ્યું હતું કે, તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાની દિર્ઘદ્રષ્ટિથી કચ્છ આજે ટુરીઝમનું હબ બની ગયું છે, જેમાં ખાસ કરીને કચ્છનું પાટનગર ભુજ એ પર્યટકોનું માનીતું સ્થળ છે, જેમાં સમય સાથે સાથે સતત વિકાસ થતો જ રહે છે. ભુજ માટે એક યશ કલગી સમાન તેમજ ભુજના શહેરીજનો માટે એક ભેટ સમાન શહેરના ગૌરવપથને “આઈકોનીક રોડ” તરીકે વિક્સાવામાં આવશે, જેમાં વિવિધ સુવિધાઓ આવરી લેવામાં આવી છે. 
-----------

Comments

COMMENT / REPLY FROM