વર્ધમાનનગર ખાતે “શ્રી જયાનંદ કુશલ આરાધના ભવન” ખુલ્લું મુકાયું
ભુજ - કચ્છઉદય : રતરગચ્છ જૈન સંઘ ભુજ સંચાલિત વર્ધમાનનગર મધ્યે “શ્રી જયાનંદ કુશલ આરાધના ભવન”ના મંગલ ઉદ્દાટનનો કાર્યક્રમ પ. પૂ. ગુરૂભગવંત આ. યશોવિજય સૂરીશ્વરજી મ. સા.ની શુભ પાવન નિશ્રામાં યોજાયો હતો. પૂજ્ય ગુરૂભગવંતો વર્ધમાનનગરની પાવન ધરા ઉપર પધારતાં વર્ધમાનનગર શ્વેતામ્બર જિનાલય ટ્રસ્ટ દ્વારા ભવ્યાતિભવ્ય સામૈયું કરાયું હતું. માંગલિક શ્રવણ કરાવતાં પૂજ્યશ્રીએ જણાવ્યું હતું કે, અંદરનાં દરવાજા ખુલ્લે પછી બહારના દરવાજા ખુલતા જાય છે. એકતા માટે વર્ધમાનનગર જૈન સંઘ એક સંઘ બની ગયો છે. ધીરજભાઇ પારેખ પરિવારની અંતરની ભાવનાઓને બિરદાવતાં આશિર્વાદ પાઠવ્યા હતા. નંદીસૂત્ર અને ભગવતી સૂત્રનું મહત્વ સમજાવ્યું હતું. પૂ. મુનિરાજ ભક્તિયશવિજયજી મ. સા. ભગવતી સૂત્રનાં જોગમાં પ્રવેશ કરતાં તેઓની ધાર્મિક ક્રિયાઓ પૂજ્યશ્રીએ કરાવી હતી.
વર્ધમાનનગરનાં હોદેદારોના સહકારથી ભુજ ખરતરગચ્છ જૈન સંઘે એક વિશાળ આરાધના ભવન વર્ધમાનનગર મધ્યે નિર્માણ કરવાનું નક્કી કરેલ. આ ઉમદા કાર્યમાં ઉપાશ્રનાં નિર્માણકાર્ય માટે દાતાશ્રી માતુશ્રી કમલાબેન હંસરાજ પારેખ પરિવાર હસ્તે રસીલાબેન ધીરજભાઇ પારેખ પરિવાર દ્વારા મુખ્ય લાભાર્થી પરિવાર માટે સહયોગ પ્રાપ્ત થતાં જયાનંદ કુશલ આરાધના ભવનનું વાજતે-ગાજતે મંગલ ઉદ્દઘાટન તથા તકતી અનાવરણ વિધી કરવામાં આવી હતી. પ. પૂ. આ. યશોવિજય સૂરીશ્વરજી મ. સા.નાં મંત્રોચ્ચાર વચ્ચે માતુશ્રી કમલાબેન હંસરાજ પારેખ પરિવારજનોએ આ આરાધના ભવનને ખુલ્લું મૂક્યું હતું.
આ પ્રસંગે કાર્યક્રમનું અધ્યક્ષસ્થાન વર્ધમાનનગર ઓનર્સ એસોસીએશનના અધ્યક્ષ રાહુલભાઇ મહેતાએ શોભાવ્યું હતું. આ પ્રસંગે વર્ધમાનનગર સરપંચ રોનીત શાહ, ભુજ જૈન સાત સંઘ અધ્યક્ષ સ્મીતભાઇ ઝવેરી, ભુજ ખરતરગચ્છ જૈન સંઘ અધ્યક્ષ રજનીભાઇ પટવા, હસમુખભાઇ વોરા, વર્ધીલાલ પારેખ, આર.સી.શાહ, કીર્તીભાઇ સી. શાહ, ચેતન સંઘવી, એલ.પી.શાહ, જયેન્દ્રભાઇ શાહ, શાલીભદ્રભાઇ શાહ, પ્રકાશભાઇ ગાંધી, અતુલ શાહ, કીરીટ શાહ, પ્રબોધ મુનવર, દર્શક શાહ, ગૌતમ શાહ, કલ્પેશ શાહ, દીપક લાલન, કેતન શાહ, કે.કે. શાહ, ભાવિન શાહ, રોહિત ઝવેરી તથા વિશાળ સંખ્યામાં શ્રાવક-શ્રાવિકાઓ ઉપસ્થિત રહ્યા હતા. અમદાવાદ, રાજકોટ, ગાંધીધામ, અંજાર, માંડવી, મુન્દ્રા, ભુજ તથા અન્ય શહેરો ગામોના સમાજના આગેવાનો આ પ્રસંગમાં જોડાયા હતા. આરાધના ભવનનાં મુખ્ય નિર્માણ દાતા અને લાભાર્થી ધીરજભાઇ હંસરાજ પારેખ પરિવારનું વર્ધમાન શ્વેતામ્બર જિનાલય ટ્રસ્ટ તથા ભુજ ખતરગચ્છ જૈન સંઘ દ્વારા બહુમાન કરી તેઓની અંતરની ભાવનાંઓને બિરદાવવામાં આવી હતી. પૂજ્યશ્રીનું ગુરૂપૂજન તથા કામળી વહોરાવવાનાં ચડાવાનો લાભ માતુશ્રી કમલાબેન હંસરાજ પારેખ પરિવારે લીધો હતો. ભુજ ખરતરગચ્છ જૈન સંઘ દ્વારા એલ.પી.શાહે તથા વર્ધમાન શ્વેેતામ્બર જિનાલય ટ્રસ્ટ વતી હસમુખ વોરાએ દાતા પરિવાર પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી. સંગીતની રમઝટ વર્ધમાનનગરનાં આશિષભાઇ શાહ એન્ડ પાર્ટીએ જમાવી હતી.
--------

Comments