Trending News
સ્થાનિક સમાચાર

રાજ્ય ધોરીમાર્ગ ખોદીને કોન્ટ્રેક્ટર પલાયન

12 February




કોટડા - બીટા રાજ્ય ધોરીમાર્ગનું કામ ૨ મહિનાથી બંધ : નખત્રાણા - અબડાસા તાલુકના ૧૬ ગામના લોકો બાનમાં : 

નખત્રાણા -કચ્છઉદય : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ખાતમહુર્ત કર્યું હતું એ નખત્રાણા - અબડાસાને જોડતો કોટડા - બીટા રાજ્ય ધોરીમાર્ગ માર્ગનું કામ છેલ્લા ૨ મહિનાથી બંધ થઈ જતા હજારો લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે.
ઉખેડાના સરપંચ તુષાર ગોસ્વામી જણાવ્યું હતું કે, સબંધિત કોન્ટ્રાક્ટર દ્વારા આજથી ૫ માસ અગાઉ કામ શરૂ કરવામાં આવ્યું હતું. કામગીરી અંતર્ગત કોટડાથી ઉખેડા સુધી ૧૦ કિલોમીટર ડામર રોડ સંપુર્ણ ખોદી નાખીને નવેસરથી રોડનું કામ શરૂ કરવામાં આવ્યું હતું પણ કોઈ અગમ્ય કારણોસર કોન્ટ્રાક્ટર દ્વારા છેલ્લા ૨ મહિનાથી કામ બંધ કરી દેવાયું છે. રોડ પર ડામર ઉખેડીને મેટલ પાથરવામાં આવી છે અને કામ અધવચ્ચે મૂકી દેવાતા રોડ પર મેટલમાં વાહનો ચાલી શકતા નથી. માર્ગ પર દરરોજના નાના મોટા અકસ્માત સર્જાઈ રહ્યાં છે. માર્ગ ખોદી નખાતા રોડ પર ધૂળની ડસ્ટ ઉડી રહી છે જેના કારણે ટુ વહીલર ચાલકને વાહન ચલાવવું મુશ્કેલ બન્યું છે. માર્ગની આસપાસ આવેલ ખેડૂતોનો ઉભો પાક માટીની ડસ્ટ ઉડતા બરબાદ થઈ રહ્યો છે. રોડ પર ૧૬ ગામના લોકોનો તાલુકા મથક નખત્રાણા - નલિયા જવા માટે ભારે હાલાકી પડી રહી છે. ઉખેડા સરપંચ દ્વારા અનેક વખત રૂબરૂ અને ટેલિફોનિકથી સબંધીત માર્ગ મકાનની નખત્રાણા ઓફીસ અને ભુજ ઓફિસને રજુઆત કરવામાં આવી છે પણ સંબંધીત કચેરીઓ માત્ર અમે નોટિસ આપી કોન્ટ્રાકટર ને રૂબરૂ બોલાવીને કીધું છે  તેવું કહીને પોતાની જવાબદારીમાંથી છટકી રહ્યાં છે. રાજ્ય ધોરીમાર્ગ માર્ગ હજારો લોકો ઉપયોગ કરે છે પણ માર્ગ કારણે લોકોની હાલત દયનીય થઈ છે. આ રજૂઆત બાદ કામ શરૂ કરવામાં નહિ આવે તો માર્ગ પર આવતા તમામ ગામોના સરપંચો, ગામલોકો, આગેવાનોને સાથે રાખીને નાછૂટકે ગાંધીચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે તેમ કહ્યું હતું.
-----------

Comments

COMMENT / REPLY FROM