ભુજ ટાઉનહોલ મધ્યે શિવરાત્રિના સાંજે દિયા ચૌહાણનું આરંગેત્રલ રજૂ કરાશે
ભુજ - કચ્છઉદય : છેલ્લા ૨૨ વર્ષથી આપના ૩૦૦૦ વર્ષ જૂના સાંસ્કુતિક વરસાનું ભરતનાટ્યમ નૃત્યના મધ્યમથી સંવર્ધન કરતી અને ભુજની દીકરીઓને રાષ્ટ્રીય ફલક પર લઈ જનાર નુપુર નૃત્ય સંસ્થા શિવરાત્રિના પાવન અવસરે સાંજે ૫ વાગે ટાઉન હોલ મધ્યે દિયા ચૌહાણનું આરંગેત્રલ જાહેર જનતા માટે પ્રસ્તુત કરવા જઈ રહ્યું છે.
નૃત્ય ગુરૂ પ્રોફેસર વૈશાલી સોલંકીના માર્ગદર્શન હેઠળ દિયા ચૌહાણ દ્વારા પુષ્પાંજલી, અલ્લારિપુ, જતિસ્વરમ, વરણમ, કિર્તનમ, દશાવતાર, થોડાય મંગલમ અને થિલ્લાના જેવી કુતિ પ્રસ્તુત કરવામાં આવશે. સંગીત વૃંદ તરીકે નટુવાંગમમાં વૈશાલી સોલંકી, ગાયનમાં સોમિયા નાદિંગુડી, મૃદંગમ પર દિનેશકુમાર, વાયોલિન પર રાકેશ મહિસુરી અને વાંસળી પર શ્રી કુમાર કૃશનન સાથ આપશે. કપિલ ગોસ્વામિ દ્વારા કરવામાં આવશે. કાર્યક્રમની શરૂઆત આર્ષ અધ્યયન કેન્દ્રના સ્વામિ પ્રદીપ્તાનંદ સરસ્વતીજી આશીર્વચનથી થશે. કચ્છ યુનિવર્સિટિના કુલપતિ ડૉ મોહનભાઇ પટેલ, જિલ્લા યુવા વિકાસ અધિકારી દેવાંશીબેન ગઢવી, ગુર્જર ક્ષત્રિય સમાજના સમાજરત્ન વિનોદભાઇ સોલંકી, ઇશ્વરભાઇ દેસાઇ, ગ્લોબલ ચેમ્બરના પ્રેસિડેટ રાજેન્દ્ર ટાંક અને સીમા જાગરણ મંચના હિમ્મતસિંહ વાસણની અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિતિ રહેશે. આ પ્રસંગે દિયાને આશીર્વાદ આપવા ગુજરાતભરથી અનેક મહાગુરૂ પણ આ કાર્યક્રમમાં હાજરી આપશે.
-----

Comments