ભુજ જી.કે જનરલ હોસ્પિટલમાં દિવ્યાંગ સર્ટિફિકેટ મળવા મુશ્કેલી
ભુજ - કચ્છઉદય : જી.કે. જનરલ હોસ્પિટલ ખાતે દિવ્યાંગ ભાઈ બહેનોને દિવ્યાંગ સર્ટિફિકેટ માટે સિવિલ સર્જનની ઓફીસમાં દિવ્યાંગોને બહૂ તકલીફ થાય છે. સિવિલ સર્જનની ઓફીસમાં જે જવાબદાર હોય છે, તે દિવ્યાંગોને વ્યવસ્થિત જવાબ આપતા નથી અને લાઇનમાં ઊભા રહેવાનું કહે છે. લાઈન બહુ ઘણી હોય છે, જેમાં વધારે મેડિકલ પિકનિકવાળા આવે છે એટલે પાંચ નંબરની બારી છે, જેની અંદર સિવિલ સર્જન હોતા જ નથી. ચાર્જમાં ગાંધીધામ મધ્યે હોય જેથી મુશ્કેલી પડે છે. દિવ્યાંગોને સહાય માટે કે અન્ય કામકાજ માટે દિવ્યાંગ સર્ટિફિકેટ મેન આધાર ડોક્ટર સર્ટિફિકેટ જ છે, એના કારણે દિવ્યાંગોને બહુ મુશ્કેલી પડે છે. પાંચ નંબરની બારીમાં જે બેસે છે તે મનમાની કરે છે. દિવ્યાંગ દ્વારા જાણવા મળ્યું જે ૫૦ - ૫૦ રૂપિયા આપે એનું કામ જલ્દી થઈ જાય અને એની અંદર ઓફિસમાં બોલાવીને કામ થાય અને દિવ્યાંગો લાંબી લાઈનમાં ઊભું રહેવું પડે છે એવું સ્પષ્ટ આ તસવીર દેખાય છે. સર્ટિફિકેટ રીન્યુ કરાવવા માટે જે ઓર્થોપેડિક સર્જન ડોક્ટર ૩૬ નંબરનું તેમજ ૧૦૫માં આંખ વિભાગમાં દિવ્યાંગોને બહુ હેરાનગતિ કરે છે એવું જાણવા મળે છે. જેથી દિવ્યાંગો માટે અલગથી એક ઓફિસ રાખવામાં આવે તેવી માંગ કચ્છ જીલ્લા દિવ્યાંગ મંચના પ્રમુખ માલશી માંતગ જણાવ્યુ હતું.
----

Comments