કચ્છી જૈન સેવા સમાજના કચ્છી જૈન ભુવનમાં બજેટ અંગેનો સેમીનાર
નિષ્ણાત ચાર્ટર્ડ એકાઉન્ટ અને સફળ ઉદ્યોગપતિઓ તેમનું મૂલ્યવાન માર્ગદર્શન અને વિશ્લેષણ રજૂ કરશે : કચ્છી સમાજને રજીસ્ટ્રેશન કરાવીને હાજર રહેવા અપાયેલું નિમંત્રણ : પ્રશ્નોત્તરી રાઉન્ડ અને મોટીવેશનલ સ્પીચ પણ યોજાશે
અમદાવાદ - કચ્છઉદય : કચ્છી સમાજ દ્વારા યુનિયન બજેટના વિશ્લેષણ માટે વિદ્વાન ઉદ્યોગપતિઓ અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનો અભિગમ અને તેમના દ્વારા વિશ્લેષણ જાણવા માટે કચ્છી બિઝનેસ સેમિનારનું આયોજન ૧૪મી ફેબ્રુઆરી શનિવારે સાંજે ૪થી ૮ સુધી અમદાવાદના પાલડીમાં આવેલા કચ્છી જૈન ભવનમાં કરવામાં આવ્યું છે. કચ્છી ગ્રાહક સમાજ કાર્યક્રમને સહયોગ આપી રહ્યો છે. સાંજે ૪ વાગ્યે રજીસ્ટ્રેશન તથા સાંજે ૫ કલાકે નિષ્ણાત વ્યક્તિઓ દ્વારા બજેટનું વિશ્લેષણ તથા સાંજે ૬ કલાકે પ્રશ્નોત્તરી રાઉન્ડ યોજાશે. કાર્યક્રમના અંતે સાંજે ૬ઃ૩૦ વાગ્યે મોટીવેશનલ સ્પીચ કચ્છી વ્યવસાયિક અગ્રણીઓ અને ઉદ્યોગપતિઓ દ્વારા યોજાશે. કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે ગુગલ પર ફોર્મ ભરી અને ઓનલાઇન રજીસ્ટ્રેશન પણ કરી શકાશે. મનુભાઈ કોટડીયા મા. નંબર ૯૬૦૧૨ ૭૫૦૭૮, હિરેન શાહ મો. નંબર ૯૮૨૫૦ ૧૩૭૧૫ અથવા હરસુખ પટેલ મોબાઈલ નંબર ૯૮૨૫૦ ૭૦૩૮૪નો સંપર્ક કરી અને રજીસ્ટ્રેશન માટે માર્ગદર્શન મેળવી શકાશે. સેમિનારમાં નામાંકિત ચાર્ટડ એકાઉન્ટન્ટ હરસુખ પટેલ, વી.આર. ગોપાણી, બી.કે. પટેલ, ઘનશ્યામ પટેલ, અશ્વિન મહેતા, સચિન ધારીવાલ દ્વારા મૂલ્યવાન વિશ્લેષણ કરાશે. આ ઉપરાંત સફળ કચ્છી ઉદ્યોગપતિઓ હર્ષા એન્જિનિયરિંગના હરીશભાઈ રંગવાલા, અરૂણભાઇ પટેલ, પટેલ ટ્રાવેલ્સના મેઘજીભાઈ પટેલ, બેબીલોન ક્લબના અશોકભાઈ ઠક્કર, આર્યન બિલ્ડર્સના કૌશલભાઈ પટેલ તથા અલ્ટ્રા ડેનિમના ભરતભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહીને પ્રેરણાદાયક માર્ગદર્શન આપશે તેવું પ્રમુખ કૈલાશદાન ગઢવીએ જણાવ્યું છે તેમના મો. નંબર ૯૯૭૯૯ ૪૪૪૪૪ ઉપર પણ સંપર્ક સાધી શકાશે.
------

Comments