સ્માર્ટ બજાર : જૂની વસ્તુઓના બદલામાં મળશે આકર્ષક વળતર
મુંબઈ : ભારતનું જાણીતું રિટેલ ડેસ્ટિનેશન સ્માર્ટ બજાર આગામી ૧૩ ફેબ્રુઆરીથી ૨૯ માર્ચ દરમિયાન તેના અત્યાર સુધીના સૌથી મોટા ’સ્માર્ટ બજાર એક્સચેન્જ’ કાર્યક્રમનું આયોજન કરી રહ્યું છે. આ રાષ્ટ્રવ્યાપી પહેલ હેઠળ ગ્રાહકો તેમના ઘરની નકામી વસ્તુઓ જેવી કે જૂના છાપા, વપરાયેલા કપડાં અને જૂના વાસણો સ્માર્ટ બજારના સ્ટોર પર આપી શકશે. આ વસ્તુઓના બદલામાં ગ્રાહકોને પ્રતિ કિલો ૧૦૦ રૂપિયા સુધીનું સ્પર્ધાત્મક એક્સચેન્જ મૂલ્ય સ્ટોર કૂપન્સના સ્વરૂપમાં આપવામાં આવશે. આ કૂપન્સનો ઉપયોગ ગ્રાહકો કરિયાણું, ઘરવખરીની વસ્તુઓ અને ફેશન જેવી વિવિધ શ્રેણીઓમાં ખરીદી કરવા માટે કરી શકશે.
આ કાર્યક્રમની વિશેષતા એ છે કે તે દેશના ૫૦૦થી વધુ શહેરોમાં ફેલાયેલા ૯૮૦થી વધુ સ્ટોર્સ પર એકસાથે ચલાવવામાં આવશે, જે તેને ભારતનો સૌથી મોટો અને સુલભ એક્સચેન્જ કાર્યક્રમ બનાવે છે. આ પહેલ અંગે સ્માર્ટ બજારના સીઈઓ દામોદર મલ્લે જણાવ્યું હતું કે આ કાર્યક્રમ દ્વારા પરિવારોને તેમના રોજિંદા ખર્ચમાં બચત કરવામાં અને બિનજરૂરી વસ્તુઓના બદલામાં જીવનજરૂરી ચીજવસ્તુઓ મેળવવામાં સરળતા રહેશે. સ્માર્ટ બજારની આ મુહિમ ગ્રાહકોને તેમના માસિક બજેટમાં વધુ બચત કરવામાં મદદરૂપ થશે અને પારદર્શક રીતે ખરીદીનો શ્રેષ્ઠ અનુભવ પૂરો પાડશે.
--------

Comments