Trending News
સ્થાનિક સમાચાર

ગુજરાત વિધાનસભા ઉપાધ્યક્ષની ચૂંટણી જાહેર : ૧૬મીએ યોજાશે ચૂંટણી

12 February



વિધાનસભાના ઉપાધ્યક્ષ પદ ની ચૂંટણી માટે આવતીકાલે ૧૩મી ફેબ્રુઆરીના બપોરે ૧૨ વાગ્યા સુધીમાં પ્રસ્તાવ રજૂ કરવાનો રહેશે   :વિધાનસભાના ઉપાધ્યક્ષ ની ચૂંટણી માટે વિધાનસભા સચિવાલયે ચૂંટણી કાર્યક્રમ જાહેર કર્યો : ૧૬ મી ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાશે

(પ્રતિનિધિ દ્વારા)
ગાંધીનગર :     ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષની ખાલી પડેલી જગ્યા ભરવા માટે વિધાનસભાના ઉપાધ્યક્ષની ચૂંટણી જાહેર કરવામાં આવી છે. ઉપાધ્યક્ષની ચૂંટણી  ૧૬ મી ફેબ્રુઆરી ૨૦૨૬ ના રોજ યોજાશે. આવતીકાલ ૧૩ મી ફેબ્રુઆરીએ બપોરે ૧૨ વાગ્યા સુધીમાં પ્રસ્તાવ રજૂ કરવાનો રહેશે.     ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ પદેથી જેઠાભાઇ ભરવાડે રાજીનામું આપતા ખાલી પડેલી આ જગ્યા માટે ગુજરાત વિધાનસભા સચિવાલય દ્વારા ઉપાધ્યક્ષ ની ચૂંટણી માટેની નો કાર્યક્રમ બહાર પાડવામાં આવ્યો છે. 
    ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષની ચૂંટણી માટે પ્રસ્તાવ વિધાનસભાના સચિવને ૧૩ મી ફેબ્રુઆરી ૨૦૨૬ ના બપોરના ૧૨ઃ૦૦ વાગ્યા સુધીમાં મોકલી આપવાનો રહેશે. આ પ્રસ્તાવમાં જેમનું નામ ઉપાધ્યક્ષ તરીકે સૂચવવામાં આવ્યું હોય તેઓ જો ચૂંટાય તો ઉપાધ્યક્ષ તરીકે કામ કરવા રાજી છે તેવું તેમનું નિવેદન સૂચનાની સાથે મોકલવાનું રહેશે..
   ઉપાધ્યક્ષ પદ માટે જે પણ નામનો પ્રસ્તાવ હોય તે સભ્ય પોતાના નામની દરખાસ્ત કરી શકતા નથી તેમજ તેમના પોતાના નામની દરખાસ્ત કરતી સૂચના અને તેઓ ટેકો આપી શકતા નથી આ ઉપરાંત કોઈ સભ્ય એક કરતાં વધારે પ્રસ્તાવની દરખાસ્ત પણ કરી શકતા નથી કે એક કરતાં વધુ દરખાસ્ત અને ટેકો આપી શકતા નથી તેવી જોગવાઈ છે.

Comments

COMMENT / REPLY FROM