ગાંધીધામના ટાગોર રોડ પર બેકાબૂ છકડો કેબીનમાં ઘુસ્યો
ગાંધીધામ - કચ્છ ઉદય : શહેરના ટાગોર રોડ પર આજે ફરી એકવાર અકસ્માતની ઘટના સામે આવી છે.
મળતી માહિતી મુજબ આજે સવારે એક પિયાગો લોડિંગ છકડાના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતા વાહન બેકાબુ બની નજીક આવેલી ચાયની કેબીનમાં ઘુસી ગયું હતું.
ઘટનામાં છકડો પલ્ટી મારી ગયો હતો.
આ અકસ્માતમાં એક વ્યક્તિને ઇજા પહોંચતા તેને તાત્કાલિક સારવાર માટે લીલાવતી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ટાગોર રોડ પર અવારનવાર અકસ્માતની ઘટનાઓ બનતી હોવાને કારણે સ્થાનિકોમાં ચિંતા વ્યાપી છે.
પોલીસે ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી છે.

Comments