ગાંધીધામ નકલી નોટ કાંડ : પટના DRI ને કેમ ત્રાટકવું પડયું? શું આંતરરાષ્ટ્રીય નાપાક કાવતરું છે?સ્થાનિકતંત્ર માટે લાલબત્તી.!
પકડાયેલા બે શખ્સો તો મોહરા લાગે છે, વિદેશી મોટું કારસ્તાન છે..!
ગાંધીધામના રેવલે મથક સુધી લાખોની બનાવટી નોટો સાથે બે શખ્સો ઝડપાવવાની ઘટનામાં ઉઠી રહ્યા છે તરેહ તરેહના સવાલો : દુબઈ-પાકીસ્તાન-નેપાળ-બીહારના રસ્તે નકલી નોટો આવી કે પછી નકલી નોટસ વિદેશથી કન્ટેઈનરોના માફરતે મુંબઈ ન્હાવાશેવા પોર્ટ પર ઉતરી, મુંદરા પહોચી અને અહીથી દેશના અન્ય ભાગોમાં પહોચાડવામાં આવતી હતી? ઝડપાયેલા શખ્સોએ પ્રથમ જ ખેપ મારી હતી કે અગાઉ આ રીતે જથ્થો ઉતારી દેવામા આવ્યો છે? કેટકેટલી વાર આવો જથ્થો ઉતરી ગયો છે? સપ્લાયર આ નોટોના કોણ હતા? કોનાથી ઝડપાયેલા શખ્સોએ બનાવટી નોટો લીધી હતી? કયાં સપ્લાય કરવાના હતા? આ તમામ મુળીયાઓ ઉકેલવા જરૂરી
ખાટલે મોટી ખોટ : નોર્થ-ઈસ્ટની ડીઆરઆઈને ગાંધીધામ સુંધી લાંબુ થવુ પડે તો અહીની સ્થાનિક ડીઆરઆઈ-એજન્સીઓ-પોલીસ સહિતના શું કરી રહ્યા હતા?
ગાંધીધામઃકચ્છના ગાંધીધામ રેલવે સ્ટેશન પાસે પટના ડીઆરઆઈ(DIRECTOR OF REVENUEINTELLIGENCE) એ ફિલ્મી ઢબે ઓપરેશન પાર પાડીને લાખોની નકલી નોટોના જથ્થા સાથે બે શખ્સોની ધરપકડ કરતા સમગ્ર પંથકમાં સનાટો મચી ગયો છે. આ ઘટનાએ સ્થાનિક પોલીસની કામગીરી સામે સવાલો ઉભા કર્યા છે, કારણ કે સ્થાનિક એજન્સીઓને ગંધ સુધ્ધાં ન આવી અને છેક બિહારનીડીઆરઆઈએ આવીને આ ઓપરેશન પાર પાડ્યું..?પટના DRI ને મળેલી ચોક્કસ બાતમીના આધારે ગાંધીધામ રેલવે સ્ટેશન પાસે એક શંકાસ્પદ કારને આંતરવામાં આવી હતી. તપાસ દરમિયાન ગાડીમાંથી લાખોની કિંમતની હાઈ-ક્વોલિટી નકલી નોટો મળી આવી હતી. પકડાયેલા બંને શખ્સો માત્ર મહોરા હોવાનું મનાય છે, જ્યારે આ કૌભાંડના તાર આંતરરાષ્ટ્રીય સ્તરે જોડાયેલા હોવાની પ્રબળ આશંકા છે. પડોશી નાપાક દેશ દ્વારા ભારતના અર્થતંત્રને અસ્થિર કરવા અને આતંકવાદી ગતિવિધિઓને પ્રોત્સાહન આપવા માટે આ ‘ડર્ટી ગેમ‘ ખેલાઈ રહી છે. મોડસ ઓપરેન્ડીઃ વિદેશથી આવતા કન્ટેનરોમાં છુપાવીને આ ડુપ્લીકેટ કરન્સી ભારતમાં ઘુસાડવામાં આવી રહી હોવાની શકયતાઓ નકારી શકાય નહી. હાલમાં પકડાયેલા બંને શખ્સોની સઘન પૂછપરછ ચાલી રહી છે. DRI ને આશા છે કે આ ધરપકડ બાદ નકલી નોટના મોટા માથાઓ અને આંતરરાષ્ટ્રીય સિન્ડિકેટનો પર્દાફાશ થશે.
..................
કચ્છના બંદરો પર હાઈ-એલર્ટઃ કન્ટેનરોમાં નકલી નોટોની આશંકા
ગાંધીધામ : સૂત્રોના જણાવ્યા અનુસાર, છેલ્લા એક સપ્તાહથી કચ્છના મુંદ્રા અને અન્ય બંદરો પર ‘ટોપ સિક્રેટ’ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વિશ્વસનીય સાધનો મુજબ, એક ગુપ્ત પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે જેમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે વિદેશી કન્ટેનરોમાં મોટા પાયે બનાવટી નોટો ભારત મોકલવામાં આવી રહી છે. છેલ્લા ૫-૭ દિવસથી વિવિધ એજન્સીઓ બંદરો પર બાજ નજર રાખી રહી છે.
..........................
ભારતની અર્થવ્યવસ્થાને ખોખલી કરવાનું ષડયંત્ર
ગાંધીધામ : પ્રાથમિક તપાસમાં બહાર આવી રહેલી વિગતો મુજબ, આ નકલી નોટોનો રૂટ અત્યંત ચોંકાવનારો હોઈ શકે છે. નકલી નોટો પાકિસ્તાનથી દુબઈથી મુંબઈથી મુંદ્રા/કચ્છ. કન્ટેઈનર મારફતે તો નથી આવતી ને? આ બાબતે પણ જીણવટભરી તપાસ કરવી ખુબજ જરૂરી બની રહી છે.
.................
સ્થાનિક પોલીસની નિષ્ફળતા કે મોટું નેટવર્ક?
જ્યારે આટલા મોટા પાયે નકલી નોટોનું નેટવર્ક શહેરી વિસ્તારોમાં સક્રિય હોય, ત્યારે સ્થાનિક પોલીસ કેમ અજાણ રહી? પટના ડ્ઢઇૈં ની આ કાર્યવાહીએ અનેક તર્ક-વિતર્ક જગાવ્યા છે. આ માત્ર એક નાની ધરપકડ નથી, પરંતુ એક મોટા આયોજનબદ્ધ કાવતરાનો અંશ છે જેની તપાસ હવે રાષ્ટ્રીય સુરક્ષા એજન્સીઓ સુધી પહોંચી શકે છે.
.........
અમે તો કેટલા ટાઈમથી બુમો પાડીએ છીએ કે
આધોઈકાંડમાં સોપારી નહીં, કઈ બીજું જ નીકળ્યું છે...!
દોઢ કરોડની સોપારી કસ્ટમના નાક નીચે નીકળી ગયાના ઘટનાક્રમમાં કચ્છઉદય સતત ટકોર કરી છે કે, અહીથી હથિયાર-દારૂગોળો, ડ્રગ્સ અથવા તો પછી અન્ય કંઈક જ દેશહિતને જોખમ સર્જતું નીકળી ગયુ છે? એટલે જ તો તેને દબાવવાનો થઈ રહ્યો છે મોટો પ્રયાસ..! જુઓ ફેક કરન્સીનો જથ્થો ગાંધીધામમાથી ડીઆરઆઈએ પકડયો જ ને..! હવે તેના મુળીયા શોધાય તો ખ્યાલ આવશે કે કયા બંદર પરથી આ રીતે કસ્ટમના જ ભ્રષ્ટ અમુક તત્વોના થકી દેશના અર્થતંત્રને રફેદફે કરતા લાખોની બનાવટી નોટો નીકળી ગઈ?
ગાંધીધામ : આધોઈમાંથી કચ્છ બોર્ડર રેન્જની સાયબર ટીમ દ્વારા દોઢ કરોડની સોપારી પકડી તેને આજે મહીનો થવા આવી ગયો છતા પણ તેના મુળીયા હજુ સુધી બહાર નથી આવી શકયા કે આ જથ્થો ઝોનમાથી કેવી રીતે, કોની મદદગારીથી બહાર નીકળી ગયો છે? તે તપાસ પણ ઝડપી બનાવવાના બદલે ઠંડી જ ચાલી રહી છે ત્યારથી આ પ્લેટફોર્મ પરથી અમે કહી રહ્યા છીએ, રીતસરની બુમો પાડી રહ્યા છીએ કે કન્ટેઈનરમાં ઝોનમાથી સોપારી નહી પણ કંઈક અન્ય જ નીકળી ગયુ હોય તેમ દેખાય છે. સોપારીના બદલે દેશહિતને નુકસાન કરે તેવુ તો કંઈ નથી નીકળ્યુ ને? આવા સવાલો અમે સતત ઉઠાવી રહ્યા છીએ. અને હવે કાસેઝથી નજીકના અંતરે જ ગાંધીધામાથી લાખોની નકલી નોટોનો મોટો જથ્થો પકડાઈ જવા પામ્યો છે અને તે પણ ડીઆરઆઈએ જ પકડયો છે? કેવી રીતે આ નકલી નોટો બંદરો પર આવી? કન્ટેઈનરોમાથી કેવી રીતે બહાર નીકળી ગઈ? કેટલી નોટો ચલણમાં આવી મુકાઈ નહી ગઈ હોય? આવા અનેક સવાલો હવે ઉઠવા પામી રહ્યા છે.
...................
સવાલોનો મારોઃ જેનો જવાબ માંગે છે પ્રજા!
ગાંધીધામ નકલી નોટ કાંડ બાદ જનતાના મનમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે. આ માત્ર બે શખ્સોની
ધરપકડનો મામલો નથી, પણ રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલી મોટી ચૂક છે.
૧. સ્થાનિક સુરક્ષા તંત્ર કેમ ઉંઘતું ઝડપાયું? ગાંધીધામ જેવા વ્યૂહાત્મક વિસ્તારમાં લાખોની નકલી નોટોની હેરાફેરી થતી હોય અને સ્થાનિક પોલીસ કે રાજ્યની ગુપ્તચર એજન્સીઓને તેની જાણ સુધ્ધાં ન હોય, તે કેવું તંત્ર? શું સ્થાનિક બાતમીદારોનું નેટવર્ક સાવ નિષ્ક્રિય થઈ ગયું છે?
૨. પટના ડ્ઢઇૈં એ જ કેમ ઓપરેશન કરવું પડ્યું? જો આ ગુનો ગુજરાતની ધરતી પર થઈ રહ્યો હતો, તો બિહારની એજન્સીએ અહીં આવીને ઓપરેશન પાર પાડવું પડ્યું તે શું સૂચવે છે? શું ગુજરાત પોલીસ પાસે આ માહિતી નહોતી, કે પછી આંતર-રાજ્ય ગેંગ હોવાને કારણે સ્થાનિક કક્ષાએ કોઈ મિલીભગતની આશંકા છે?
૩. બંદરો પર ચેકિંગમાં ક્યાં ખામી રહી ગઈ? જો વિદેશથી કન્ટેનરમાં નકલી નોટો આવી રહી હોય, તો કસ્ટમ્સ અને પોર્ટ ઓથોરિટીના સ્કેનરો અને સુરક્ષા ચક્રને આ નોટો કેવી રીતે છેતરી ગઈ? શું કન્ટેનરોના સીલિંગ અને તપાસમાં કોઈ મોટી ખામી છે કે પછી આમાં કોઈ ‘અંદરના માણસ‘નો હાથ છે?
૪. આ કૌભાંડના અસલી ‘આકા’ કોણ? પકડાયેલા બે શખ્સો તો માત્ર માલની હેરફેર કરનારા ‘કુરિયર’ હોઈ શકે. પરંતુ આ કરોડોની નકલી કરન્સી છાપનાર અને વિદેશથી મોકલનાર અસલી સૂત્રધારો કોણ છે? શું તપાસ માત્ર આ બે શખ્સો સુધી સીમિત રહી જશે કે મૂળ સુધી પહોંચશે?
૫. શું આ આતંકવાદી ફંડિંગનો ભાગ છે? પાકિસ્તાન અને દુબઈના તાર જે રીતે જોડાઈ રહ્યા છે, તે જોતા આ નકલી નોટોનો ઉપયોગ દેશમાં અરાજકતા ફેલાવવા કે આતંકવાદી પ્રવૃત્તિઓ માટે તો નથી થઈ રહ્યો ને? પ્રજા જાણવા માંગે છે કે આ નોટો ક્યાં-ક્યાં સપ્લાય થવાની હતી?
જનતાનો સૂરઃ અમને પોલીસની ચોકીઓ જોઈએ છે, ઊંઘતા તંત્રની ચોકીઓ નહીં. જો પડોશી દેશ
આપણી અર્થવ્યવસ્થાને કન્ટેનરો ભરીને નકલી નોટોથી તોડવા માંગતો હોય, તો આપણી એજન્સીઓ ‘ટોપ સિક્રેટ’ એલર્ટના નામે માત્ર કાગળ પર કેમ કામ કરે છે?”

Comments