ભચાઉમાં ટ્રાન્સફોર્મમાં બ્લાસ્ટ
ભચાઉ શહેર પોલીસ સ્ટેશનની સામે આવેલા ટ્રાન્સફોર્મમાં બ્લાસ્ટ થયું હતું. આ અંગે ૧૧મી ફેબ્રુઆરીના ભચાઉ નગર પાલિકા ફાયર ટીમને કોલ આવ્યો હતો કે, પોલીસ સ્ટેશન સામે પીજીવીસીએલના ટ્રાન્સફોર્મરમાં કેબલમાં બ્લાસ્ટ થતા આગ લાગી છે. ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને વીજ પાવર બંધ કરાવીને બાદ પાણી મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો. કામગીરીમાં પ્રવીણ દાફડા, કુલદીપભાઈ, શક્તિસિંહ જોડાયા હતા.
--------

Comments