Trending News
સ્થાનિક સમાચાર

ભુજમાં કાલે પરીક્ષા એક મહોત્સવ કાર્યક્રમ યોજાશે

11 February


૨૦૦૦ જેટલા બોર્ડના પરીક્ષાર્થીઓ જોડાશે

ભુજ - કચ્છઉદય : જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા આગામી ૨૬મી ફેબ્રુઆરી થી શરૂ થનાર બોર્ડની જાહેર પરીક્ષા અન્વયે આવતીકાલે માતૃશ્રી ધનબાઈ પ્રેમજી ગાંગજી ભુડિયા મેમોરિયલ હોલ ભુજ ખાતે વિદ્યાર્થીઓ ભયમુક્ત અને તણાવ મુક્ત પરીક્ષા આપી શકે તે અર્થે એક સેમિનારનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં આર્ષ અધ્યયન કેન્દ્રના સ્વામી પ્રદીપ્તાનંદજી સરસ્વતી વિદ્યાર્થીઓને સંબોધન કરશે. વિષયના તજજ્ઞ શિક્ષકો પણ જરૂરી ટીપ્સ વિદ્યાર્થીઓને આપશે. જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમારે વિદ્યાર્થીઓ અને શિક્ષકોને લાભ લેવા અનુરોધ કર્યો છે. કાર્યક્રમમાં આર્ષ અધ્યયન કેન્દ્ર તેમજ લેવા પટેલ મેડિકલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટીઓ કાર્યક્રમ સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યા છે.
------- 

Comments

COMMENT / REPLY FROM