Trending News
સ્થાનિક સમાચાર

માધાપરની એમએસવી હાઈસ્કુલમાં વિદ્યાર્થીઓ માટે કાનૂની શિબિર યોજાઈ

11 February



ભુજ - કચ્છઉદય : માધાપરની એમ.એસ.વી. હાઈસ્કુલમાં કચ્છ યુનિવર્સિટીની વિદ્યાર્થિનીઓ દ્વારા કાનુની શિબિર યોજવામા આવેલ હતી, જેમા કચ્છ યુનિ.ના ડિપાર્ટમેન્ટ ઓફલોનાં એલએલએમ વિભાગની વિદ્યાર્થિનીઓઓ મમતા આર. વરચંદ, ક્રુષ્ના કે. સોલગામા અને મોસમ જે. આયર દ્વારા બાળકોને જુવેનાઈલ જસ્ટીસ, જસ્ટીસ એટલે શું, જુવેનાઈલ કોને કહેવાય, કેટલા વર્ષના બાળકને જુવેનાઈલ કહેવાય અને પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફોમ સેકસુયલ ઓફે ન્સેસ,મોટર વાહન અધિનિયમ અંગેની માહિતી આપવામાં આવેલ હતી. જેથી બાળકોને કાયદા વિશે માહિતી મળે અને ભવિષ્યમાં તે આવા ગુનાઓ સાથે ન જોડાય તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.  સેમિનાર માટે કુલપતિ ડો. મોહન પટેલ, કાયદા વિભાગના ડીન ડો. જયદીપસિંહ ગોહિલ અને લો ફેકલ્ટી વંદના શર્માનો સહયોગ પ્રાપ્ત થયો હતો.
------ 

Comments

COMMENT / REPLY FROM