Trending News
સ્થાનિક સમાચાર

ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓના પ્લાન એસ્ટીમેટ માટે ઈજનેરોની પેનલમાં નામ નોંધાવવા ૨૦ ફેબ્રુઆરી અરજી કરી શકાશે

11 February




ભુજ - કચ્છઉદય : ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓના પ્લાન એસ્ટીમેટ તેમજ નકશા તૈયાર કરવા માટે ઈજનેરોની પેનલમાં નવા નામ ઉમેરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. પેનલમાં નવું નામ તા.૧/૪/ર૬ થી તા. ૩૧/૩/૨૯ સુધીની ત્રણ વર્ષની મુદત માટે દાખલ કરવામાં આવશે. આથી ઈચ્છુક ઈજનેરોએ અરજી પરિશિષ્ટ-અ તથા રિન્યુઅલ માટે પરિશિષ્ટ-બ મુજબની અરજી સાથે જરૂરી આધાર-પુરાવાઓ બે નકલમાં તા.૨૦/૨ સુધીમાં જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓ, રૂમ નંબર ૨૨૦, બહુમાળી ભવન, ભુજ-કચ્છની કચેરીને મોકલી આપવાની રહેશે. વધુ માહિતી માટે ટેલીફોન નં. (૦૨૮૩૨)-૨૫૧૭૫૩ ઉપર સંપર્ક કરવા નાયબ નિયામક, ખેત બજાર અને ગ્રામ્ય અર્થતંત્ર અને જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓ ભુજ-કચ્છની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.
--------

Comments

COMMENT / REPLY FROM