કરપાત્ર પેન્શન મેળવતા પેન્શનરોએ આવકવેરાના વિકલ્પની પસંદગી ૨૮ ફેબ્રુઆરી સુધીમાં કરવાની રહેશે
ભુજ - કચ્છઉદય : જિલ્લા તિજોરી કચેરી, ભુજ-કચ્છ ખાતેથી પેન્શન મેળવતા કરપાત્ર પેન્શનરોને આગામી નાણાંકીય વર્ષ ૨૦૨૬-૨૭થી આવકવેરા કાયદા હેઠળ ઓલ્ડ રેજીમ અને ન્યુ રેજીમ (સરકારે ન્યુ રેજીમને ડિફોલ્ટ જાહેર કરેલ છે) એમ બે વિકલ્પો આપવામાં આવ્યા છે, જે પેન્શનરો ઓલ્ડ રેજીમ (જૂની પદ્ધતિ) મુજબ આવકવેરાનો વિકલ્પ સ્વીકારવા માંગતા હોય તેઓએ તિજોરી કચેરીને લેખિતમાં તા.૨૮/૨ સુધીમાં નિયત નમૂનામાં વિકલ્પ ફોર્મ-૧૨ બીબી અને રોકાણના પુરાવાઓ રજૂ કરવાના રહેશે. જે પેન્શનરો દ્વારા ઓલ્ડ રેજીમનો વિકલ્પ આપવામાં આવશે નહીં, તે સિવાયના તમામ પેન્શનરો ન્યુ રેજીમ (ડિફોલ્ટ પદ્ધતિ) સ્વીકારવા માંગે છે તેમ માનીને આવકવેરા કાયદા હેઠળ કરપાત્ર આવક પર ટેક્સની કપાત કરવામાં આવશે. આ અંગેની તમામ જવાબદારી પેન્શનરની રહેશે તેમ જિલ્લા તિજોરી કચેરી, ભુજ-કચ્છ દ્વારા જણાવવામાં આવ્યું છે.
-------

Comments