Trending News
સ્થાનિક સમાચાર

જખૌ જુથ સેવા સહકારી મંડળીને ફડચામાં લઇ જવાઇ

11 February



ભુજ - કચ્છઉદય : જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓ ભુજના અંતિમ આદેશ મુજબ શ્રી જખૌ જુથ સેવા સહકારી મંડળી લી, મું.જખૌ, તાલુકોઃ અબડાસાને ફડચામાં લઇ જવામાં આવેલી છે. આ મંડળી પાસે જેમનું કંઇ લેણું હોય તેમણે તેમનો હિસાબ/ જરૂરી આધાર પુરાવા સાથે આ નોટીસથી ૬૦ દિવસમાં જિલ્લા રજિસ્ટ્રાર, સહકારી મંડળીઓની કચેરી પાસે નોંધ કરાવવી અથવા રજિસ્ટર્ડ પોસ્ટથી મોકલી આપવી. જો કોઇ રજૂઆત કરવામાં નહીં આવે તો મંડળીના દફતર મુજબની જે કંઇ બાકી હશે તે મુજબ આગળની મંડળી આટોપવાની કાર્યવાહી કરવામાં આવશે. આ સાથે મંડળીના બાકીદારોએ તુરંત જ મંડળીનું ચુકતે લેણું ભરી જવા ફડચા અધિકારી અને સહકારી અધિકારીશ્રીની અખબારી યાદીમાં જણાવાયું છે.
-------

Comments

COMMENT / REPLY FROM