Trending News
સ્થાનિક સમાચાર

ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા ૨ કરોડના ખર્ચે બે ફૂડ વેન્ડિંગ ઝોન અને શાક માર્કેટનું નિર્માણ કરાશે

11 February


દિનદયાલ પોર્ટ ઓથોરિટી દ્વારા જમીન ફાળવણી : અંદાજે ૨૦૦ વેન્ડરોની આજીવિકા સુરક્ષિત થશે


ગાંધીધામ - કચ્છઉદય : ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા શહેરના શેરી ફેરિયાઓની આજીવિકા સુરક્ષિત કરવા અને નાગરિકોને સુવિધા આપવા માટે એક મહત્વપૂર્ણ આયોજન હાથ ધરવામાં આવ્યું છે. ગાંધીધામ ખાતે અંદાજીત ૨ કરોડ રૂપિયાના ખર્ચે બે ફૂડ વેન્ડિંગ ઝોન અને એક શાક માર્કેટ વિકસાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ માટે મહાનગરપાલિકા દ્વારા દિનદયાલ પોર્ટ ઓથોરિટી પાસે જમીનની માંગણી કરવામાં આવી હતી, જેના અનુસંધાને ઓથોરિટી દ્વારા બે ખાલી પ્લોટની ફાળવણી કરવામાં આવી છે. આ સમગ્ર પ્રોજેક્ટ માટે ગેટકો દ્વારા ૨ કરોડ રૂપિયાના સીએસઆર ફંડની સૈદ્ધાંતિક મંજૂરી પણ આપી દેવામાં આવી છે.
આ આયોજન હેઠળ અંદાજે ૨૦૦ જેટલા વેન્ડરોને સમાવવામાં આવશે. ફૂડ વેન્ડિંગ ઝોનમાં પેવર બ્લોક, નાગરિકો માટે બેઠક વ્યવસ્થા, એકસમાન સ્ટોલ, સ્ટ્રીટ લાઈટ અને પાણી જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવાશે. જ્યારે શાક માર્કેટમાં થલા, ટોયલેટ અને પાણીની વ્યવસ્થા કરવામાં આવશે. આ વ્યવસ્થાથી વેન્ડરોને માનભર્યું પ્લેટફોર્મ અને આર્થિક સ્થિરતા પ્રાપ્ત થશે. સાથોસાથ શહેરમાં ટ્રાફિકની સમસ્યા હળવી થશે, સ્વચ્છતા જળવાશે અને નાગરિકોને ખરીદી તથા ખાણી-પીણી માટે સુવિધાજનક માધ્યમ મળશે. ગાંધીધામ મહાનગરપાલિકાએ આ કામગીરી માટે ટેન્ડરની પ્રક્રિયા પણ બહાર પાડી દીધી છે.

------- 

Comments

COMMENT / REPLY FROM