મુંદરાના બોરાણા સર્કલ પાસે ટ્રેઈલરે ટક્કર મારતા બાઈક પર જતા સુપરવાઈઝર યુવાનનું મોત
બાઈક પર સવાર અબડાસાના યુવાનનો હેલ્મેટના કારણે બચાવ : મૂળ બિહારના આશાસ્પદ યુવાનના મોતથી અરેરાટી ફેલાઈ
મુંદરા - કચ્છઉદય : અહીંના બોરાણા સર્કલ નજીક આજે સવારે બે સુપરવાઈઝરો એક્ટિવ કાર્ગોમાં નોકરી કરી પરત આવતા હતા ત્યારે બોરાણા સર્કલ પાસે ટ્રેલર નંબર જીજે ૧૨ બીડબ્લ્યુ ૦૨૧૧ના ચાલકેે આગળ જતી બાઈકને ટક્કર મારતા બાઈક પાછળ બેઠેલા મનીષકુમાર શિવબદન કુશ્વાહ (ઉંમર ૨૬)ને ગંભીર ઈજાઓ થતા કમકમાટીભર્યું કરુણ મોત નીપજ્યું હતું.મુન્દ્રાની ઝીરો પોઇન્ટ પોલીસ ચોકીના ઇન્ચાર્જ જયેન્દ્રસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, હતભાગી મનીષ કુશ્વાહ બાઈક પાછળ બેઠો હતા ેઅને અબડાસાના અતુલ સોલંકીને સામાન્ય ઈજાઓ થઈ હતી અને હેલ્મેટના કારણે બચાવ થયો હતો, આ બનાવ આજે સવારે ૬ વાગ્યે બોરાણા સર્કલ પર થયો હતો. બનાવ બાદ ટ્રેલર ચાલક નાસી ગયો હતો. હતભાગી મનીષકુમાર મૂળ બિહારનો વતની અને હાલ નાના કપાયા પૂર્વી પાર્કમાં રહેતો હતો. આ બનાવથી અરેરાટી ફેલાઈ હતી.

Comments