વરસામેડીમાં છકડામાં સળિયા ભરતી વખતે મેઈન લાઈનમાં અડી જતાં કિશોરનું મોત
ગાંધીધામમાં રહેતા ૧૭ વર્ષિય કિશોરનું કરંટ લાગવાથી મોત થતાં અરેરાટી ફેલાઈ
ગાંધીધામ - કચ્છઉદય : અંજાર તાલુકાના વરસામેડી ગામે ગાયત્રી સોસાયટીમાં ગઈકાલે રાત્રે ૯ વાગ્યાના અરસામાં અત્યંત કરૂણ બનાવ સામે આવ્યો હતો. કરંટ લાગવાના કારણે ૧૭ વર્ષિય કિશોરનું મોત થયું હતું.
આ બાબતે અંજાર પોલીસમાંથી મળતી વિગતો મુજબ ગાંધીધામમાં રહેતો ૧૭ વર્ષિય નૈતિક અશોકભાઈ ભાનુશાલી છકડા નંબર જી.જે. ૧ર સીવાય ૪૦૮રમાં સળિયા ભરતો હતો. ત્યારે આ સળિયો ઉચકીને છકડામાં મુકતી વખતે ઉપર પસાર થતી મેઈન લાઈનમાં અડી જતાં કરંટ લાગ્યો હતો. આ ૧૭ વર્ષિય કિશોરને કરંટ લાગતા તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. પરંતુ કમનશીબે સારવાર કારગત સાબિત થઈ ન હતી. આ યુવાનનું મોત થતાં પરિવારમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ ગઈ છે.

Comments