Trending News
સ્થાનિક સમાચાર

રિલાયન્સ દ્વારા તમિલનાડુની સધર્ન હેલ્થ ફૂડ્‌સ અને તેના જાણીતા બ્રાન્ડ માન્નાનું સંપાદન

10 February


મુંબઈ : રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની એફએમસીજી શાખા રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્‌સ લિમિટેડે તમિલનાડુની અગ્રણી હેલ્થ ફૂડ ઉત્પાદક કંપની સધર્ન હેલ્થ ફૂડ્‌સ પ્રાઇવેટ લિમિટેડનું સંપાદન કરવાની જાહેરાત કરી છે. આ કંપની તેના લોકપ્રિય બ્રાન્ડ ’માન્ના’ માટે જાણીતી છે, જે છેલ્લા બે દાયકાથી મિલેટ આધારિત પૌષ્ટિક આહાર, બેબી ફૂડ અને હેલ્થ મિક્સના ક્ષેત્રે મજબૂત ઓળખ ધરાવે છે. આ વ્યૂહાત્મક જોડાણ દ્વારા રિલાયન્સ તેના ફૂડ અને સ્ટેપલ્સ પોર્ટફોલિયોને વધુ મજબૂત બનાવશે, જેમાં અગાઉથી જ ઉધયમ, ઇન્ડિપેન્ડન્સ અને સિલ્‌ જેવા બ્રાન્ડ સામેલ છે.
રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્‌સ લિમિટેડના ડાયરેક્ટર ટી. કૃષ્ણકુમારે આ પ્રસંગે જણાવ્યું હતું કે માન્ના બ્રાન્ડ દક્ષિણ ભારતના રાજ્યોમાં હેલ્થ ફૂડ ક્ષેત્રે ખૂબ જ વિશ્વસનીય નામ છે. રિલાયન્સના મજબૂત વિતરણ નેટવર્ક અને રિસર્ચ ક્ષમતાઓના માધ્યમથી હવે માન્નાના પૌષ્ટિક ઉત્પાદનોને દેશભરના દરેક ઘર સુધી પહોંચાડવામાં આવશે. આ સંપાદન દ્વારા રિલાયન્સ ગ્રાહકોને પરવડે તેવી કિંમતે વૈશ્વિક ગુણવત્તાયુક્ત સ્વાસ્થ્યપ્રદ આહાર પૂરો પાડવાની પોતાની કટિબદ્ધતાને વધુ વેગ આપશે.

------------- 

Comments

COMMENT / REPLY FROM