Trending News
સ્થાનિક સમાચાર

રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા પ્રારંભિક શિક્ષણ પર રાષ્ટ્રીય સંમેલન યોજાયું

10 February




શિક્ષણમાં સંવેદના અને નવીનતા પર ઈશા અંબાણીએ મુક્યો ભાર

મુંબઈ : રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા મુંબઈ ખાતે ’બિલ્ડિંગ ફ્લોરિશિંગ ફ્યુચર્સ’ વિષય પર બે દિવસીય સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રારંભિક બાળપણ અને પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રના વૈશ્વિક અને ભારતીય નિષ્ણાતોએ નવીન વિચારો અને અનુભવોનું આદાનપ્રદાન કર્યું હતું. નીતા મુકેશ અંબાણી જુનિયર સ્કૂલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં ૨૫૦થી વધુ શિક્ષણશાસ્ત્રીઓ અને આંગણવાડીના શિક્ષકો સહભાગી થયા હતા. આ પ્રસંગે રિલાયન્સ ફાઉન્ડેશનના ડાયરેક્ટર ઈશા અંબાણીએ જણાવ્યું હતું કે, જ્યારે બાળકો સુરક્ષિત અને હુંફાળું વાતાવરણ અનુભવે છે ત્યારે જ તેમનો સર્વાંગી વિકાસ શક્ય બને છે અને શિક્ષણ જ્યારે બાળકોની ભાવનાત્મક તેમજ સામાજિક જરૂરિયાતોને અનુરૂપ હોય ત્યારે તે આનંદદાયક બની જાય છે.
આ સંમેલનમાં હાર્વર્ડ અને મોનાશ યુનિવર્સિટી જેવા આંતરરાષ્ટ્રીય સ્તરના વક્તાઓ તેમજ ભારત સરકારના પ્રતિનિધિઓએ પાયાના શિક્ષણમાં રમતગમતનું મહત્વ અને શિક્ષણમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના ઉપયોગ અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ’પેડાગોજીસ ઓફ પ્લે’ નામનું પુસ્તક પણ વિમોચન કરવામાં આવ્યું હતું જે પ્રારંભિક શિક્ષણમાં વિવિધ સંસ્થાઓના સફળ પ્રયોગો રજૂ કરે છે. આ આયોજન દ્વારા મહારાષ્ટ્ર અને તેલંગાણાના આંગણવાડી કાર્યકરોને પણ આધુનિક શિક્ષણ પદ્ધતિઓ સમજવાની તક મળી હતી જેનો હેતુ પાયાના શિક્ષણના સ્તરને વધુ મજબૂત બનાવવાનો છે.
-------------- 

Comments

COMMENT / REPLY FROM