Trending News
સ્થાનિક સમાચાર

મોથાળા ખાતે  સરકારી પડતર જમીનમાં બિન અધિકૃત દબાણ દૂર કરાયા

10 February




ચૂસ્ત પોલીસ બંદોબસ્ત અને સરકારી તંત્રોની ઉપસ્થિતિમાં ર૮૬૪ ચોરસ મીટર જમીન ખુલ્લી કરાવી 

નલિયા - કચ્છઉદય : અબડાસા તાલુકાના મોથાળાની સરકારી પડતર જમીનમાં બિનઅધિકૃત દબાણ દુર કરવા સબંધે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. 
અબડાસા ઇ.ચા. મામલતદાર ટી.એચ. વ્યાસની આગેવાનીમાં મોથાળા સર્વે નં.૧૦૫૬ની સરકારી પડતર અને સર્વે નં. ૧૦૬૫/૨ પૈકીની ગુજરાત સરકાર અનામત જંગલની જમીનમાં ૧૦ જેટલા દબાણદારો દ્વારા દબાણ કરવામાં આવેલ હતું. આ બાબતે મામલતદાર કચેરી અબડાસા ખાતે જમીન મહેસૂલ કાયદાની કલમ-૬૧ તળેનો કેસ ચલાવી સામાવાળાઓ પાસે મંજુરી અને જમીનના આધાર પુરાવાઓ ન હોતા સરકાર અને ગુજરાત સરકાર અનામત જંગલ પૈકીની જમીનમાં બિન અધિકૃત બાંધકામ કર્યાનું સાબિત થતાં મામલતદાર અબડાસાના હુકમથી દબાણ દુર કરવા કાર્યવાહી કરવામાં આવી હતી. ર જેસીબીની મદદથી દબાણ દુર કરવામાં આવેલ હતું. શાંતીપૂર્ણ દબાણ દુર કરવાની કામગીરી કરવામાં આવેલ હતી. 
દબાણ દુર કરવાં સમયે દબાણવાળી જગ્યાએ વિજ કનેકશન સ્થાનિક કોઠારા પીજીવીસીએલના કર્મચારીઓ દ્વારા બંધ કર્યા બાદ જ દબાણ દુર કરવાની કામગીરી આવી હતી મોથાળામાં ૨૮૬૫ ચોરસ મીટરની જમીન અંદાજીત બજાર કિંમત રૂા.૮,૫૯,૫૦૦ થાય છે જે જમીન પરનું અતિક્રમણ દુર કરેલ છે. 
નાયબ મામલતદાર દબાણ આર.વી બારોટ, સર્કલ ઓફિસર ડી.સી. ઠાકોર, મહેસૂલી તલાટી બી બી સોલંકી, યુ.એમ. રાઠોડ, નલિયા પોલીસ ઇન્સપેકટર વી.એમ. ઝાલા, જે.કે. બારીયા, આર.ડી. બેગડીયા, કે.વી. ડાંગર, બી.એચ. કોલી, એમ.જે. ગોરાણી સેકશન ઓફીસરશ્રી માર્ગ વિભાગ ભુજ અને કે.એન. આહીર નાયબ ઇજનેર કોઠારા અને તેઓના સ્ટાફ અને ચુસ્ત પોલીસ બંદોબસ્તની હાજરીમાં દબાણ દુર કરવાની કામગીરી કરવામાં આવી હતી.
-----

Comments

COMMENT / REPLY FROM