Trending News
સ્થાનિક સમાચાર

ગાંધીધામ મહાનગરપાલિકાના બજેટ માટે નાગરિકો પાસેથી સૂચનો મંગાવાયા

10 February



ગાંધીધામ - કચ્છઉદય : ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા વર્ષ ૨૦૨૬-૨૭નું બજેટ તૈયાર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ બજેટમાં નાગરિકલક્ષી સુવિધાઓ અને શહેરના સર્વાંગી વિકાસને પ્રાધાન્ય આપવાના વિઝન સાથે જનતાની ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે ઓનલાઈન માધ્યમથી સૂચનો આમંત્રિત કરવામાં આવ્યા છે. શહેરના જનસંપર્ક અધિકારીની યાદી મુજબ, ઉત્સાહી નાગરિકો મહાનગરપાલિકાની સત્તાવાર વેબસાઈટ પર જઈને પોતાના મંતવ્યો આપી શકશે. આ ઉપરાંત, ટેકનોલોજીના ઉપયોગ દ્વારા વધુને વધુ લોકો જોડાઈ શકે તે હેતુથી ક્યુઆર કોડની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. પાલિકાના આ અભિગમથી સ્થાનિક પ્રશ્નો અને જરૂરિયાતોને બજેટમાં યોગ્ય સ્થાન મળી રહેશે. 
---------

Comments

COMMENT / REPLY FROM