Trending News
સ્થાનિક સમાચાર

કચ્છ યુનિવર્સીટીના અંગ્રેજી વિભાગ ખાતે રાજ્ય કક્ષાનો પરિસંવાદ યોજાયો

10 February



ભુજ - કચ્છઉદય : ગુજરાત સરકારના નોલેજ કન્સોર્ટીયમ વિભાગના સહયોગથી તાજેતરમાં કચ્છ યુનિવર્સીટીના અંગ્રેજી વિભાગ ખાતે “પોસ્ટહુમન ટેન્ડેન્સીઝ ઇન રીસન્ટ લિટરેચર્સ’ વિષય પર રાજ્ય કક્ષાનો પરિસંવાદ યોજાયો હતો, જેમાં અધ્યાપકો સહિત કુલ ૧૭૦ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. અનુસ્નાતક વિભાગ, પીએચડીના વિદ્યાર્થીઓ અને અધ્યાપકો સહિત કુલ ૩૮ સંશોધકોએ રીસર્ચ પેપર રજુ કર્યા હતા. વિભાગ અધ્યક્ષ અને સેમીનાર કોઓર્ડીનેટર પ્રોફેસર આર.વી.બસિયાએ આવકાર સાથે કાર્યક્રમની ભૂમિકા આપતાં પ્રવર્તમાન સમયમાં જુદા જુદા ભાષા સાહિત્યોમાં ઉત્તરમાનવવાદ સાથે ટેકનોલોજી અને પર્યાવરણનું અનુસંધાન સ્પષ્ટ કર્યું હતું. કુલસચિવ ડૉ. અનિલ ગોરે પરિસંવાદના સાંપ્રત સમયને અનુરૂપ વિષય પસંદગીની સરાહના કરી હતી. કુલપતિ ડૉ. મોહન પટેલ અને ફેકલ્ટી ઓફ આર્ટસના ડીન ડૉ. કલ્પના સતીજાએ શુભેચ્છાઓ સહ અભિનંદન આપ્યા હતા. 
મુખ્ય વક્તાઓ તરીકે ભાનગર યુનિવર્સિટીના પ્રોફેસર દિલીપ બારડ અને ગુજરાત યુનિવર્સીટીના પ્રોફેસર દુષ્યંત નિમાવતે પરિસંવાદના વિષય સંલગ્ન વ્યાખ્યાન પ્રસ્તુત કર્યા હતા. તમામ ૩૮ રીસર્ચ પેપરના સારાંશને સમાવતું ઈ-કોપી સોવેનીયર આ પ્રસંગે રીલીઝ કરાયું હતું. જુદા જુદા સત્રની બેઠકોમાં શોધપત્ર વાંચન દરમિયાન ચેરપર્સન તરીકે ડૉ. દિવ્યા મહેશ્વરી, ડૉ. ઉષા ભટ્ટ, ડૉ. દિલીપ કાટલિયા, ડૉ રીન્કુ મોદીયાનીએ અને રેપર્ટયર તરીકે ડૉ. ધ્રુવ પુરબીયા, ડૉ.મુકેશ મકવાણા અને ડૉ.ફારુક નોડેએ સેવાઓ આપી હતી. સેમીનારમાં ભાગ લેનાર અને પેપર પ્રસ્તુત કરનાર તમામને પ્રમાણપત્ર અપાયા હતા. પ્રતિભાગીઓ વતી પ્રતિભાવ વ્યક્ત કરતા તેહજીબ નોડે, ચાંદની વસાણી, ડૉ અમરેન્દ્ર પાંડે અને ડૉ. મનોજ છાયાએ આયોજનની સરાહના કરી હતી.
કાર્યક્રમનું સંચાલન પ્રિયાંશી ભાવસારે અને ટેકનિકલ સેશનનું સંચાલન કિશન પંડયા અને વિશાલ મહેશ્વરીએ કર્યું હતું. આભારવિધી કરતા ડૉ. નવલકિશોર શર્માએ ગુજરાત શિક્ષણ વિભાગના કેસીજીનો ખાસ આભાર માન્યો હતો. આયોજન વ્યવસ્થા ડૉ. વિજય રામ, રાજુભાઈ ગોર, વિનલ પિત્રોડા, જીમી કાંટેચા, વિશ્વજીતસિંહ ચુડાસમા, સચિન ડોરું, મીરા નાકરાણી અને સુમન મકવાણાએ સંભાળી હતી. 
-----------

Comments

COMMENT / REPLY FROM