Trending News
સ્થાનિક સમાચાર

રોટરી ગવર્નરે ભુજ રોટરી ક્લબની મુલાકાત લીધી 

10 February



ભુજ - કચ્છઉદય : રોટરી ડિસ્ટ્રિક્ટ ૩૦૫૫ના ડિસ્ટ્રિક્ટ ગવર્નર નિગમ ચૌધરીએ રોટરી ક્લબ ઓફ ભુજની ઓફિશિયલ વિજીટ લીધી હતી. વિઝીટ દરમ્યાન ક્લબના કાયમી પ્રોજેક્ટ હીલગાર્ડન, રોટરી લાયબ્રેરી, રોટરી સંચાલિત હાઈસ્કૂલની મુલાકાત લઈ જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ક્લબના પ્રમુખ ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને મંત્રી અજયસિંહ જાડેજા દ્વારા ક્લબના વિવિધ પ્રોજેક્ટ તેમજ ક્લબની વહીવટી બાબતોની માહિતી આપવામાં આવી હતી. 
પબ્લિક મીટિંગ દરમ્યાન ગવર્નરે જણાવ્યું કે, રોટરી એક આંતરરાષ્ટ્રીય સંસ્થા છે. સમાજના જુદા જુદા સમૂહ તેમજ સરકારની વિવિધ શાખાઓના સૌજન્યથી સામાજિક પ્રકલ્પો સંપન્ન કરવા એ ક્લબની નૈતિક ફરજ છે. ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને અજયસિંહ જાડેજાના હસ્તે ગવર્નર તથા આસિસ્ટન્ટ ગવર્નર રાજેશ પલણને સન્માનિત કરાયા હતા. ફર્સ્ટ લેડી પ્રજ્ઞાબેન ચૌધરીને વિપુલાબા તથા ક્રિષ્નાબાના હસ્તે સન્માનિત કરાયા હતા. ધો.૧૦-૧૨ તેમજ એન્જિનિયરિંગ, લો શાખામાં કચ્છમાં ફર્સ્ટ ક્રમાંકે ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓને રોકડ પુરસ્કાર તથા પ્રમાણપત્ર એનાયત કરાયા હતા. વર્ષ દરમ્યાન ક્લબને આર્થિક સહયોગ આપનાર દાતાઓનું સન્માન કરાયું હતું. રોટરી ક્લબમાં નવા જોડાયેલા સભ્યોને ગવર્નર દ્વારા શપથવિધિ કરાવી તેમના હસ્તે રોટરી પિન અર્પણ કરવામાં આવી હતી. ડો.ઊર્મિલ હાથી, ભરત ત્રિવેદી, પરાગ ઠક્કર, રોમીન જોષી, અભિજિત ધોળકિયા, આશુતોષ ગોર, નરેન્દ્ર મીરાણી, પ્રકાશ ભીંડેએ કાર્યક્રમ સફળ બનાવવા સહયોગ આપેલ હતો. સમ્રગ કાર્યક્રમનું સંચાલન વિમલ ખરેચાએ અને આભારવિધિ અજયસિંહ જાડેજાએ કરી હતી. 
---------

Comments

COMMENT / REPLY FROM