Trending News
સ્થાનિક સમાચાર

ગાંધીધામનું ‘રાજવી ફાટક’ કે નરકની ગલી? કલાકો સુધી ટ્રાફિકજામ છતાં તંત્ર ઘોર નિદ્રામાં!

10 February

જનતા પરેશાન, તંત્ર મસ્તાન : શું ગાંધીધામવાસીઓની ધીરજની કસોટી થઈ રહી છે?



કુંભકર્ણની નિદ્રામાં ટ્રાફિક પોલીસ અને વહીવટી તંત્ર! : આજે સવારે પણ પ૦થી પર મીનિટ સુધી સર્જાયો વિશાળ ટ્રાફિક જામ

સ્થાનિક નેતાઓને સવાલઃ ચૂંટણી સમયે મતો માંગવા આવતા નેતાઓ અત્યારે ક્યાં છુપાયા છે? જનતાની આ પાયાની સમસ્યા માટે અવાજ ઉઠાવવાની હિંમત કોનામાં છે?ઓવરબ્રિજની કામગીરીમાં ગતિ લાવવામાં આવે અને ડાયવર્ઝન પ્લાન જાહેર કરવામાં આવે. : કામગીરીમાં આળસ કરનાર એજન્સી કે જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાં લેવામાં આવે


ગાંધીધામ : ગાંધીધામના વ્યસ્ત એવા રાજવી ફાટક પર ટ્રાફિકની સમસ્યા હવે રોજિંદી પીડા બની ગઈ છે. આજે સવારે પણ ૫૦ થી ૫૫ મિનિટ સુધી વાહનોની લાંબી કતારો લાગી હતી અને હજારો લોકો ટ્રાફિકમાં ફસાયા હતા. નવાઈની વાત તો એ છે કે, જ્યારે જનતા કલાકો સુધી રસ્તા પર પરસેવે રેબઝેબ થઈ રહી હતી, ત્યારે ત્યાં ટ્રાફિકનું સંચાલન કરવા માટે ન તો કોઈ ટ્રાફિક પોલીસ દેખાઈ કે ન તો કોઈ નમ્ જવાન! શું પોલીસ તંત્ર માત્ર દંડ ઉઘરાવવા માટે જ છે? 
ટ્રાફિક નિયમન માટે કેમ કોઈ દેખાતું નથી?બીજીતરફ રાજવી ફાટક પર ઓવરબ્રિજની કામગીરી ચાલી રહી છે, પરંતુ રેલવે વિભાગ અને માર્ગ-મકાન વિભાગ વચ્ચેના સંકલનનો અભાવ સ્પષ્ટ દેખાય છે.અહી સવાલ થાપામી રહ્યા છે કે, જો કામ ચાલુ છે, તો વૈકલ્પિક રસ્તા કે ટ્રાફિક મેનેજમેન્ટની વ્યવસ્થા કેમ નથી?ઓવરબ્રિજ બનાવનાર એજન્સી શું માત્ર ખાડા ખોદવા માટે જ છે? ટ્રાફિક સુચારુ ચાલે તે જોવાની જવાબદારી તેમની નથી?
સત્તાધીશોના પેટનું પાણી કેમ નથી હલતું? ?ગાંધીધામ સંકુલ માટે આ પીડા રોજની છે. નોકરીયાત વર્ગ, સ્કૂલે જતા બાળકો અને દર્દીઓને લઈને જતી એમ્બ્યુલન્સ આ ટ્રાફિકમાં કલાકો સુધી અટવાય છે. જિલ્લા તંત્ર અને ઉચ્ચ પોલીસ અધિકારીઓને સવાલઃ શું તમે ક્યારેય આ રસ્તેથી પસાર થઈને જનતાની તકલીફ જોવાની તસ્દી લીધી છે? જો તંત્ર હજુ પણ નહીં જાગે, તો જનતાનો રોષ રસ્તા પર ઉતરતા વાર નહીં લાગે. ગાંધીધામની જનતાને ‘ડિજિટલ ઈન્ડિયા’ની વાતો નથી જોઈતી, તેમને ટ્રાફિકમુક્ત રસ્તા 
જોઈએ છે.

હવે તો ઉધડો લ્યો! હવે તો પૂછો!

ગાંધીધામ : ક્યાં સુધી ગાંધીધામની જનતા આ ‘ટ્રાફિક ટેરર’ સહન કરશે? વહીવટી તંત્રના અધિકારીઓએ એસી કેબિનમાંથી બહાર આવીને આ વાસ્તવિકતા જોવી જોઈએ. તાત્કાલિક ધોરણે રાજવી ફાટક પર પીક અવર્સમાં ટ્રાફિક 
પોલીસનો પોઈન્ટ મૂકવામાં આવે. એકાદ-બે જવાનો નહી, સુવ્યવસ્થિત સંચાલન કરી શકે તેવી પુરતી ટીમ અને ટીઆરબી જવાનો પુલીયા નીચે બેસીને મોબાઈલમાં જ રમતા જોવાય તેવુ નહી પણ ટીઆરબી જવાનો ફરજના સમયે ચાર રસ્તાઓ પર અલગ અલગ પોઈન્ટ પર ખડેપગે ઉભા રહેલા જોવા મળી આવે તે રીતે ડયુટી ફાળવવી જોેઈએ.

Comments

COMMENT / REPLY FROM