Trending News
ક્રાઈમ

આદિપુરમાં ઘર પાસે આવી સગીરાને  પજવણી કરતા યુવક સામે નોંધાયો ગુનો

10 February




બાઈકથી સગીરાનો સ્કૂલ અને ટયુશનમાં પીછો કરાતો, ગલ્લીમાં બાઈકથી દસેક આંટા મારી જોરજોરથી હોર્ન વગાડતો : પરિવારે ઠપકો આપ્યો છતાં યુવક ન સુધરતાં ફોજદારી 


ગાંધીધામ - કચ્છઉદય : આદિપુરના એક રહેણાક વિસ્તારમાં ૧૪ વર્ષિય સગીરાની પજવણી કરવામાં આવતા ત્રસ્ત થયેલા પરિવારે આ યુવક સામે ગુનો દાખલ કરાવ્યો છે. આ બાબતે જાણવા મળતી વિગતો મુજબ છેલ્લા ત્રણેક મહિનાથી આ પ્રમાણે પજવણી કરવામાં આવી રહી છે. ફરિયાદીની સગીરવયની દિકરી સ્કૂલ કે ટયુશન જાય ત્યારે બાઈક લઈને તેનો પિછો કરી જોર જોરથી હોર્ન વગાડવામાં આવતો, પરિવાર વિશે અભદ્ર ભાષાનો ઉપયોગ કરી પોતાની પાસે રહેલા ફોટા વાયરલ કરવાની ધમકીઓ આપવામાં આવતી હતી. તેમજ માતા એકલા પગે ચાલીને ઘરે આવે છે તે વાત યાદ રાખજે તેમ કહી ધમકી આપવામાં આવતી હતી. રહેણાક વિસ્તારમાં રોજ બાઈક વડે દસ જેટલા આંટા મારી ઘર પાસે જોરથી હોર્ન વગાડવામાં આવતો હતો. છેલ્લા ત્રણેક મહિનાથી આ પ્રમાણે ત્રાસ અપાતો હોઈ આ છોકરાને આવુ ન કરવા માટે સમજાવ્યો હતો, પરંતુ તે ન સમજતા કાયદાકીય મદદ લેવામાં આવી છે. આરોપી સામે આદિપુર પોલીસ સ્ટેશનમાં પોક્સો સહિતની ગંભીર કલમો તળે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આદિપુરના પીએસઆઈ આર.સી. રામાનુંજે આગળની તપાસ હાથ ધરી છે.

Comments

COMMENT / REPLY FROM