ભુજ લોહાણા મહાજનના દ્વારા વિનામૂલ્યે નેત્ર નિદાન કેમ્પ યોજાયો
ભુજ - કચ્છઉદય : ભુજ લોહાણા મહાજનના સહકારથી તથા એલએનએમ લાયન્સ હોસ્પિટલ ભુજ દ્વારા વિનામૂલ્યે નેત્રમણી (મોતિયા) તથા નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમની શરૂઆત ઉપસ્થિત આમંત્રિત મહેમાનો અને મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે એલએનએમ લાયન્સ હોસ્પિટલ ભુજના ચેરમેન ભરતભાઈ મહેતા લાયન્સ ગવર્નર અભયભાઈ શાહ તથા ભુજ લોહાણા મહાજનના પ્રમુખ ડો. મુકેશભાઈ ચંદે ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત મહાજનના ઉપપ્રમુખ હરેશભાઈ કતિરા, મંત્રી કમલભાઈ કારીઆ, ખજાનચી હિતેશભાઈ ઠક્કર, આરોગ્ય સમિતિના ચેરપર્સન પલ્લવીબેન ઠક્કર, આરોગ્ય સમિતિના સભ્ય કિશોરભાઈ ઠક્કર, પબ્લિકેશન સમિતિના ચેરમેન મિતભાઈ પુજારા, અમરધામ સમિતિના ચેરમેન કલ્પેશભાઈ પુજારા, બાંધકામ સમિતિના ચેરમેન દર્શનભાઈ ભીડે, મહિલા આશ્રમના પ્રમુખ ચેતનભાઈ બારૂ, શિક્ષણ સમિતિના સભ્ય ધીરજભાઈ ઠક્કર, કો-ઓપ્ટ સભ્ય હર્ષદભાઈ ઠક્કર (હકી) તેમજ મહાજનની ટીમના સભ્યો રશ્મિકાંભાઈ ઠક્કર, સુશીલાબેન આચાર્ય, ચિંતનભાઈ ઠક્કર, હર્ષદભાઈ ભીડે, વિદ્યાબેન ઠક્કર, સુરેશભાઈ ઠક્કર તથા દિલીપભાઈ ઠક્કર ઉપસ્થિત રહી આ પુણ્યકાર્યમાં પોતાની હાજરીથી કાર્યક્રમને ગૌરવ આપી રહ્યા હતા.
પ્રમુખ ડો. મુકેશભાઈ ચંદેએ જણાવ્યું હતું કે, દ્રષ્ટિ એ માત્ર આંખોની શક્તિ નથી, પરંતુ જીવન જીવવાની આશા છે. આવા નેત્ર કેમ્પો દ્વારા જરૂરિયાતમંદ દર્દીઓને ફરીથી નવી રોશની મળે છે. જે માનવતા અને સેવા ભાવનું જીવંત ઉદાહરણ છે. આ કેમ્પ દરમિયાન લાયન્સ હોસ્પિટલ ભુજના અનુભવી અને નિષ્ણાત ડોક્ટરોની ટીમ દ્વારા કુલ- ૨૭ દર્દીઓની આંખોની તપાસ કરવામાં આવી હતી અને તેમાંથી જરૂરિયાતમંદ દર્દીઓના નેત્રમણી (મોતિયા) ઓપરેશન વિનામૂલ્યે સફળતાપૂર્વક કરવામાં આવ્યા હતા સાથે જ તમામ દર્દીઓને જરૂરી દવાઓ પણ નિઃશુલ્ક પૂરી પાડવામાં આવી હતી, જેથી તેઓ આરોગ્ય અને આત્મવિશ્વાસ સાથે ફરીથી જીવન તરફ આગળ વધી શકે.
આ માનવસેવાના કાર્યમાં લાયન્સ હોસ્પિટલના સ્ટાફ તરીકે સંજયભાઈ ભાટિયા અને સુરેશભાઈ ચંદે દ્વારા નિષ્ઠાપૂર્વક સેવા આપવામાં આવી હતી. ઉપસ્થિત તમામ મહેમાનો તથા દર્દીઓ માટે ચા-નાસ્તાની આત્મિય વ્યવસ્થા જગદીશભાઈ (પપુભાઈ) ઠક્કર દ્વારા કરવામાં આવી હતી.
આ સમગ્ર કેમ્પનું સુવ્યવસ્થિત સંચાલન ભુજ લોહાણા મહાજનના મંત્રી કમલભાઈ કારીઆ દ્વારા કરવામાં આવ્યું હતું તથા કાર્યક્રમની આભારવિધિ મહાજનના સભ્ય હર્ષદભાઈ ભીડે દ્વારા કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, સમાજના આરોગ્ય કલ્યાણ અને માનવસેવાના સંકલ્પ સાથે દર મહિનાના પ્રથમ ગુરુવારે નિયમિત રીતે નેત્રમણી કેમ્પનું આયોજન કરવામાં આવે છે. જે સમાજના અંતિમ માણસ સુધી સેવા પહોંચાડવાની મહાજનની અડગ પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે.
---------

Comments