Trending News
સ્થાનિક સમાચાર

મુંદરાના ભરબપોરે બંદુકના નાળચે લુંટની ઘટનાથી અફરાતફરી : દેશી તમંચાથી ત્રણ રાઉન્ડ ફાયરીંગની ચર્ચા

09 February

રદ્રાક્ષ જેવેલર્સમાં બે શખ્સો લુંટના ઈરાદે ફાયરીંગ કર્યાની ઘટના બનતા આસપાસમાં દોડધામ : પોલીસ ઘટનાસ્થળે પહોચી : તપાસ વેગવાન બનાવી : ૧ શખ્સ હાથવેતમાં

દુકાનદાર હિરેનભાઈ પાટડીયાની હિમંત સરાહનીય : ચેનઈ દેખાડો તેમ કહીને આવેલા શખ્સોએ બંદુકના નાળચે લુંટ કરી થેલો ભરવાનુ કહ્યુ, તે બાદ દુકાન માલિકે શખ્સનો પ્રતિકાર કરતા ચારે શખ્સો નાશી છુટયા


ગાંધીધામ : કચ્છના પેરીસ ગણાતા મુંદરા શહેરમાં આજ રોજ ભરબપોરે શહેરના બારોઈ રોડ પર આવેલ રૂદ્રાક્ષ જવેલર્સમાં બે શખ્સોએ દેશી તમંચામાથી ત્રણ રાઉન્ડ ફાયરીંગ કરી અને લુંટની ઘટનાને અંજામ આપવાનો પ્રયાસ કર્યા હોવાની ચકચારથી સ્થાનિકે અફરાતફરી મચી જવા પામી છે.ુ
આજ રોજ બપોરે ર વાગ્યાના સુમારે ૪ જેટલા શખ્સોએ રૂદ્રાક્ષ જવેલર્સની દુકાનમાં એક પછી એક પ્રવેશી અને બંદુકના નાળચે લુટ કરવાનો પ્રયાસ કર્યો છે. આ અંગે દુકાન માલિક હીરેનભાઈ પાટડીયાની સાથે વાતચીત કરતા તેઓએ કહ્યુ કે, બપોરે ઘટના બની છે. વારાફરતી વારા, એક એક કરીને ચાર શખ્સો દુકાનમાં આવી ગયા હતા. ચેઈન દેખાડો તેમ કહી અને થોડીવારમાં તો બંદુક છાતીએ ટાંકીને જેટલો માલ છે તે ભરી આપવાનું કહ્યુ હતુ. દુકાનમાલીક અને તેમનો છોકરો દુકાનમાં બે જ વ્યકિતઓ તે વખતે હતા. દુકાનમાલિકે માલ ભરવાની સાથે જ બંદુક ટાંકેલા શખ્સનો પ્રતિકાર થવા પામતા, એ શખ્સ ભાગવા જતા દુકાનનો કાંચ તુટયો હતો અને દુકાન માલિકના છોકરાને થોડી ઈજાઓ થવા પામી હતી. આ ઘટના બનતા ચારે શખ્સો નાશી છુટયા હતા. હાલતુરંત તો દુકાનમાંથી વધારે કોઈ વસ્તુ ગઈ ન હોવાનુ જણાય છે પરંતુ તપાસનો મોરચો મુંદરા પોલીસે સંભાળી લેતા દુકાન હાલમાં બંધ કરીઅ ને જીણવટભરી આગળની તપાસ હાથ ધરવામા આવી છે. ચાર ફરાર શખ્સો પૈકીનો એક આરોપી ઝડપાઈ ગયો હોવાનુ પણ મનાય છે. તેની પુછતાછ બાદ વધુ ત્રણ શખ્સોની પણ ભાણ મળી જાય તેમ દર્શાય છે. કોઈ જાણભેદુ નહી પણ ભારાતુ ગેંગ લુંટનો પ્રયાસ કર્યાનું પ્રાથમિક રીતે જોવા મળી રહ્યું છે. ભર બપોરે છડેચોક પોજ વિસ્તારમાં બનેલી આ ઘટનાથી મુંદરા શહેર સહીત કચ્છભરમાં ટોક ઓફ ધી ટાઉન આ ઘટના બનવા પામી ગઈ છે.પોલીસતંત્ર તપાસમાં રોકાયેલ હોવાથી મુંદરા પીઆઈ શ્રી રાણાની પ્રતિક્રીયા આ બાબતે આ લખાઈ રહ્યુ છે ત્યાં સુધી જાણી શકાઈ નથી.

Comments

COMMENT / REPLY FROM