Trending News
સ્થાનિક સમાચાર

નખત્રાણા નગરપાલીકાની કામગીરી માત્ર કાગળ પર : પ્રાંત પુછાણા લેશે? દબાણ ઝૂંબેશનું ટાંય ટાંય ફીશ : ચીફ ઓફીસરની ગેરહાજરી કારણભુત?

09 February

જિલ્લાકક્ષાની સમીક્ષા બેઠકોના સુચનો નગરપાલીકા ધોઈ પીવે છે



ચીફ ઓફીસરને લોકો રજુઆત કરે તો કેવી રીતે કરે? નથી ફોન કોઈના ઉપાડતા કે નથી નગરપાલિકામાં હાજર જોવા મળતા?


ગટરનું કામ મંથર ગતીએ ચાલુ, રખડતા ઢોર બાબતે રોજ થાય છે વેપારીઓ અને કાછિયાઓ વચ્ચે બબાલ, પીવાના પાણીનું કલોરીનેશન ન થવાની વધી રહી છે ફરીયાદ : ટ્રાફિક સમસ્યા યથાવત, સ્ટ્રીટ લાઈટો અમુક વિસ્તારોમાં સદંતર છે બંધ, સીસીટીવી કેમેરા રામ જાણે કયાં લગાવાયા છે? : શહેરીજનોનો બળાપો



ગાંધીધામ : નખત્રાણા નગરમા સ્થાનિક તેમજ દુર દુરથી આવતા લોકોની અવરજવરથી ધમધમતા આ શહેરની જનતા માટે રસ્તા, પાણી, સફાઈ, રખડતા ઢોર, ટ્રાફિક સહિતની સમસ્યાઓ નગરજનોને સતાવી રહી છે. અને નગરપાલીકાની તમામ કામગીરી માત્ર અને માત્ર કાગળ પર જ રહી જતી હોય તેવી રાવ ઉઠતી જોવાઈ રહી છે. 
સંકુલના ભોગગ્રસ્ત તથા જાગૃત લોકોમાંથી સામે આવતી વિગતો અનુસાર રાજય સરકાર શહેરી વિસ્તારમાં રહેતા નાગરીકોના જીવનની સરળતા ઈઝ ઓફ લિવિગ શહેરી પર્યાવરણમાં પુનવસન લાવવા અનેકવીધ આયામા હાથ ધર્યા છે તેની જિલ્લા કક્ષાએ સમીક્ષાઓ પણ થાય છે તેમા પાણી પુરવઠા, સ્વચ્છતા, ડ્રેનેજ, રોડ, રસ્તા, ફલાય ઓવર, શહેરી ગરીબો માટે આવા, સટ્રીટલાઈટ, સ્ટ્રોમ વોટર, ડ્રેઈનેજ સહિતના પ્રશ્નોની સમીક્ષાઓ તથી રહેતી હોય છે. પરંતુ નખત્રાણાની નગરપાલિકા આ બધી કામગીરી માત્ર કાગળ પર કરતી હોય છે તેવો વર્તારેા દેખાય છે. નખત્રાણાની ગટરલાઈનનં કરોડોનું કામ મંથર ગતીએ ચાલી રહ્યુ છે  તે કયારે પૂર્ણ થશે તેનો કોઈ પાસે જવાબ નથી. શહેરીજનો પીડાઈ રહ્યા છે. નખત્રાણાના શહેરી દબાણો પર અગાઉ મુદત આપવામા આવી હતી પરંતુ મુદત વિતેને પણ એક માસનો સમય થઈ ગયો છતા કોઈ કાર્યવાહી થતી જોવાથી નથી. નગરમાં રખડતા ઢોરનો પ્રશ્ન સતાવી રહ્યો છે. જુની ગ્રામ પંચાયત પાસે વેપારી અને કાછીયાઓ વચ્ચે આવા રખડતી રંજાડોના લીધે બબાલ થવા પામી રહી છે.  આ સમસ્યા રોજીંદી ની ગઈ છે. નગરમાં આંતરીક રસ્તા પણ અમુક જગ્યાએ નબળી કામગીરી થઈ હોવાની રાવ ઉઠી રહી છે. નગરમાં પીવાના પાણીની ૧પ જેટલા બોર કાર્યરત છે. પાણીની ગુણવત્તા સામે સવાલો ઉઠયા છે.  પીવાના પાણીથી ફેલાતા કમળા-ઝાંડાઉલટી ટાઈફોડઈ ભરડો લઈ રહ્યો છે. તેને અટકાવવા પીવાના પાણીનું કલોરીનેશન કર્યા પણછી વિતરણ થાય છે કે નહી તેની બ્લીચીંગ પાવડર અથવા લીકવીડ દ્વારા વપરશા થાય છે નહીો સમ્પ ટાંકાની સફાઈ કયારે કરવામા આવે છે? 
ઉપરાત જેટલા પણ સંત અને ટાંકા આવેલા છે ત્યા કલોરીનેશન લોગબુક ભરવામા આવે છે કે નહી? ક્ષારનું અહી પ્રમાણ કેટલુ છે? લેબોરેટરી સેમ્પલ કયારે મોકલવામા આવે છે? ગાંધીનગરથી પાણી તપાસની ટીમ કયારે આવે છે? તે સહિતના પ્રશ્નો સવાલો ઉઠી રહ્યા છે. નગરમાં બ્યુટીફીકેશન, વૃક્ષારોપણ, વાવેતરની કામગીરી માવજતના અભાવે લાખો રૂપીયા ધુળમાં ગયા છે. ટ્રાફિકની સમસ્યા પણ શીરદર્દ સમાન છે. બાયપાસ કરયારે થશે? નખત્રાણાના પાયાની સુવિધાી માટે ૧.૬૬ કરોડના કામો થયા છેઅ ને થઈ રહ્યા છે તેની ગુણવત્તા લોટ પાણીને લાકડા છાપ છે. તો ચીફ ઓફીસર ભચાઉનો ચાર્જ હોવાથી અહી ગેરહાજર જ રહેતા હોવાની પણ ફરીયાદ ઉઠી રહી છે. અને લોકોના ફોનનો પણ પ્રત્યુતર આપવો તેઓ મુનાસીબ માનતા ન હોવાનુ સામે આવ્યુ છે.  આ અંગે પણ શહેરના અગ્રણીઓ તથા વેપારીઓએ અનેકવખત રજુઆત કરી છે તેમ છતા પણ  સમસ્યા ઘટવાના બદલે સતત વધી રહી છે. ત્યારે નખત્રાણાના સદનશીબે અહી નાયબ કલેકટર જેવા ઉચ્ચ અધિકારી મળ્યા છે અને નખત્રાણાની નગરપાલિકાના તેવો પુછાણા લે અને રીવ્યુ બેઠક યોજે અને લોકસમસ્યાઓનું નિરાકરણ નગરપાલીકા 
અને ચીફ ઓફીસર દ્વારા કરવામા આવે તે જોવુ જરૂરી બની 
રહ્યું છે. 

 

Comments

COMMENT / REPLY FROM