ગાંધીધામ ટાગોર રોડ અકસ્માતમાં વાયરલ વીડીયોએ નવી ચર્ચા જગાવી : પોલીસે પણ હાથ ધરી તપાસ
આરોપીઓમાં ચાર નહી પાંચ શખ્સો હોવાની વાત વહેતી કરી એક વીડીયો થઈ રહ્યો છે વાયરલ, એક ચર્ચા એવી પણ થાય છે કે, કોઈ વ્યકિતને બદલાવી દેવામા આવ્યો છે કે કેમ?
વીડીયો આવ્યો છે અમારી પાસે, અકસ્માત બાદ ગાડી ચેક કરવા લોકો આવ્યા હોય તે પૈકીનો એક હોવાનુ પ્રાથમિક તારણ છે, વધુ તપાસ હાથ ધરી છે :
શ્રી ગોજીયા(પીઆઈ, બી ડીવીઝન પોલીસ મથક ગાંધીધામ)
ગાધીધામ : શહેરના ટાગોર રોડ પર સર્જાયેલા ગમખ્વાર અકસ્માતની ઘટનામાં ચાર આરોપીઓ રાઉન્ડ કરી લેવાયા હતા અને તેમના આજે રીમાન્ડ પણ પૂર્ણ થવા પામી ગયા છે તે વચ્ચે જ આજ રોજ સવારથી આ ઘટના મામલે એક વીડીયો વાયરલ થવા પામ્યો છે જેના લીધે નવી ચર્ચા જાગવા પામી છે. વીડીયોમાં વધુ એક યુવાન દેખાઈ રહ્યો છે અને ચર્ચા છે કે, આરોપીઓ ચાર નહી પણ પાંચ હતા તો આ પાંચમો આરોપી કેમ પકડાયો નથી?
બીજીરફ આ બાબતે ગાંધીધામ બી ડીવીઝન પોલીસ મથકના શ્રી ગોજીયાને પુછતા તેઓએ કહ્યુ હતુ કે, વીડીયો અમારા સુધી પણ પહોંચાયો છે અને તેની તપાસ કરી રહ્યા છીએ. પ્રાથમિક તબક્કે વીડીયોમાં દેખાતો વ્યકિત અકસ્માત બાદ ગાડી ચેક કરવા સામાનય વ્યકિતઓ ફરતા હોય તે પૈકીનો દેખાય છે. આરોપીઓને વીડીયોમાં દેખાતો વ્યકિત બાબતે પુછતાછ કરવામાં આવી છે પરંતુ તે વ્યકિતને તેઓ કયારે મળ્યા નથી અને ઓળખતા પણ ન હોવાનુ જણાવ્યુ છે. વીડીયોમાં દેખાતો વ્યકિત કોણ છે, તેની વધુ તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામા આવી છે.

Comments