ઓસ્લો પેટ્રોલ પંપ સામે કાર-બાઈક વચ્ચે અકસ્માત, બે વિદ્યાર્થી ઈજાગ્રસ્ત
ગાંધીધામ - કચ્છઉદય : શહેરના ઓસ્લો રોડ પર આવેલ પેટ્રોલ પંપ સામે આજે ક્રેટા કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો.
બાઈક પર જઈ રહેલા શાળાના બે બાળકોને આ અકસ્માતમાં સામાન્ય ઈજાઓ પહોંચી હતી.ઘટનાસ્થળે લોકો ભેગા થઈ ગયા હતા અને બાળકોને તાત્કાલિક પ્રાથમિક સારવાર અપાઈ હતી. સદનસીબે કોઈ ગંભીર જાનહાનિ થઈ નથી. અત્રે મહત્વનું છે કે, ટાગોર રોડ પર રોટરી સર્કલ પાસે હિટ એન્ડ રનની ઘટના બની, જે બાદ પણ આ રોડ પર સતત અકસ્માતો સામે આવી રહ્યા છે. અકસ્માત ઘટાડવા માટે તંત્ર દ્વારા પગલાં ભરવામાં આવે તે જરૂરી છે.

Comments