કચ્છમાં અપમૃત્યુના બનાવોમાં છ માનવજિંદગી પર પૂર્ણવિરામ
નૂતન ચિત્રોડમાં માસી-ભાણેજાનો આપઘાત
આદીપુરમાં ઇસ્ત્રીના વાયર વડે યુવકે આપઘાત કર્યો : ભારાપર નજીક કંપનીના પ્લાન્ટમાં ચાર માળથી પટકાતા યુવાનનો જીવ ગયો : કંડલા વાવાઝોડા વિસ્તારમાં યુવાને જિંદગી ટુંકાવી : માધાપર ગામે બારીના પડદા વડે યુવકે ફાની દુનિયાને અલવિદા કહ્યું
ભુજ - કચ્છઉદય : કચ્છ જિલ્લામાં અપમૃત્યુના અલગ અલગ બનાવમાં છ માનવ જિંદગી પર પૂર્ણ વિરામ મુકાઈ ગયું છે, જેમાં રાપર તાલુકાના નૂૂતન ચિત્રોડ, આદીપુર, કંડલા વાવાઝોડા, માધાપરમાં આપઘાતની ઘટના સામે આવી હતી. જયારે ભારાપરની કંપનીમાં ચાર માળથી પટકાતા યુવાનનો જીવ ગયો હતો.
ગાગોદર પોલીસ સ્ટેશનેથી જાણવા મળતી વિગતો મુજબ રાપર તાલુકાના નૂતન ચિત્રોડ ગામે હરેશભાઈના ઘરે આ બનાવ બન્યો હતો. ર૦ વર્ષિય હરેશ ભગુભાઈ કોલી અને ૩૦ વર્ષિય સુરેન્દ્રનગરના પાટડીના શૈલા ઉર્ફે કોયલ ભચુભાઈ કોલીએ પંખાના હુકમાં સાડી બાંધીને ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવ જાહેર કરનાર કાનજીભાઈ મોતીભાઈ કોલીએ જણાવ્યું કે, તેઓ સવારે આઠ વાગ્યે મોબાઈલ બીલ લેવા માટે ગયા ત્યારે ઘરનો દરવાજો અંદરથી બંધ હતો અને બારીમાંથી જોતા ભત્રીજો હરેશ અને સગા વેવાણ ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યા હતા. બન્નેને લાકડીયા સીએચસીમાં લઈ જવામાં આવ્યા હતા. ગાગોદર પોલીસે બનાવ અંગે એડી દાખલ કરી છે. ગાગોદર પીઆઈ વી. એ. સેંગલ સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે, બન્ને સબંધમાં માસી - ભાણેજ થાય છે. કયા કારણોસર આપઘાત કર્યો તે જાણવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે.
આદીપુરમાં વોર્ડ નં. ૩ એ માં પ્લોટ નં. ૧૬પ ખાતે રહેતા ર૬ વર્ષિય મુકેશ સીધાભાઈ ઠાકોરે કોઈ અગમ્ય કારણોસર પોતાની ઓરડીમાં પંખામાં ઈસ્ત્રીના વાયર વડે ફાંસો ખાઈ મોતને વ્હાલું કરી લીધું હતું. આ તરફ ભુજ તાલુકાના માધાપર ગામે ઘનશ્યામનગરમાં પ્રેમજીભાઈ નારાણભાઈ મહેશ્વરીએ પોતાના રૂમનો દરવાજો બંધ કરી બારીના પડદા વડે પંખા સાથે લટકી ફાંસો ખાઈ મોતને વ્હાલું કરી લીધું હતું. જયારે ગાંધીધામના ગણેશનગરમાં કંડલા વાવાઝોડા કેમ્પ શેડ નંબર ૧૧ ખાતે ભરતભાઈ નારાણદાસ મારાજ નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર બાથરૂમમાં સાડી વડે ફાંસો ખાઈ ફાની દુનિયાને અલવીદા કહેતા પરિવારમાં અરેરાટી ફેલાઈ જવા પામી હતી.
ગાંધીધામ તાલુકાના ભારાપર ખાતે આવેલી સાલ કંપનીના ફેરો પ્લાન્ટમાં ઉપરથી પટકાતા યુવાનનો જીવ ગયો હતો.
ગણેશનગરમાં રહેતા ૩૪ વર્ષિય તાહીર સલીમમીયાં અલી પ્લાન્ટમાં કામ કરતા હતા ત્યારે ત્રણ - ચાર માળ ઉપરથી પટકાતા માથામાં ગંભીર ઈજા અને જમણા પગે ફ્રેકચર સહિતની ઈજાઓ થવાથી સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. જયાં ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા અરેરાટી ફેલાઈ હતી. બનાવ અંગે કંડલા મરીન પોલીસે એડી દાખલ
કરી છે.

Comments