Trending News
સ્થાનિક સમાચાર

ગાંધીધામમાં ઉનાળાના પ્રારંભે જ જળ સંકટ : ૧૦ દિવસથી અડધું  સંકુલ પાણી વિના તરસ્યું, તંત્રની ઘોર ઉદાસીનતા સામે જનાક્રોશ

09 February



એક તરફ શહેરને મેટ્રો સિટી અને કોર્પોરેશન મારફતે વિકસીત બનાવવાની વાતો, બીજી તરફ પ્રાથમિક સુવિધા માટે પ્રજાના વલખાં; પાણી વિભાગનાજવાબદાર અધિકારીઓ ફોન ઉપાડવાની પણ દરકાર કરતા નથી : પ્રજાજનોનો બળાપો


વૈકલ્પિક આયોજનનો અભાવ કે ઈચ્છાશક્તિની કમી? તંત્ર દ્વારા માળિયા પાસે સમારકામના બહાના હેઠળ ‘કટ-ઓફ’ની વાત કરવામાં આવે છે. જો સમારકામ પૂર્વનિર્ધારિત હતું, તો તંત્ર પાસે ‘બેકઅપ પ્લાન’ કેમ નહોતો? આદિપુર માટે જો વૈકલ્પિક વ્યવસ્થા થઈ શકતી હોય, તો ગાંધીધામના રહીશોએ જ કેમ અન્યાય સહન કરવાનો? કોઈ પણ શહેર જ્યારે આર્થિક અને સામાજિક રીતે વિકાસની હરણફાળ ભરી રહ્યું હોય, ત્યારે તેની પાયાની જરૂરિયાત ‘પાણી’ માટે લોકોએ ફોન કરવા પડે અને અધિકારીઓ ફોન ન ઉપાડે, તે લોકશાહીમાં અત્યંત નિંદનીય બાબત છે.

મનપા કમિશ્નરશ્રી લે પુછાણાં..! પાછલા એક સપ્તાહ કરતા વધુ સમયથી શહેરના સેકટર ૧થી ૪ તથા આદિપુરના પણ કેટલાક વિસ્તારોમાં પાણીનો વર્તાઈ રહ્યો છે કાળો કકળાટ : નળ સે જળ યોજના મારફતે હર ઘરમાં પાણી પહોચાડવાના સરકારના દાવાના ઉડી રહ્યા છે ધજાગરા : રોજ-બરોજ પાણી આપી શકાય તેટલુ પાણી ફાળવાય છે, માળખાગત કામો-ગ્રાન્ટની ફાળવણી એટલી થાય છે ઉપરાંત ગાંધીધામ સંકુલને ૧૦-૧૦ દીવસ સુધીપાણી પુરતું ન મળે તેની પાછળનું રહસ્ય શું? કોની બેદરકારી છે? મનપા કમિશ્નરશ્રી લે પુછાણાં..!


 ઉનાળાના પગરવ હજુ હમણાં જ સંભળાયા છે ત્યાં જ ગાંધીધામ સંકુલમાં જળ સંકટના ડાકલા વાગવા માંડ્યા છે. છેલ્લા ૧૦ દિવસથી શહેરના અડધાથી વધુ વિસ્તારોમાં પાણીના ટીપા માટે જે રીતે જનતા વલખાં મારી રહી છે, તે જોતા એક જ પ્રશ્ન થાય છેઃ  શું આ જ છે આપણું સ્માર્ટ સિટી તરફનું ડગલું?



ગાંધીધામઃ ઉનાળાની કાળઝાળ ગરમીની હજુ તો શરૂઆત થઈ છે ત્યાં જ ગાંધીધામ સંકુલમાં પીવાના 
પાણીનો પ્રશ્ન વિકટ બન્યો છે. છેલ્લા ૧૦ દિવસથી શહેરના અડધાથી વધુ વિસ્તારમાં 
પાણીનો સપ્લાય બંધ રહેતા ગૃહિણીઓ અને સામાન્ય નાગરિકોમાં ભારે કચવાટ અને આક્રોશની લાગણી ફેલાઈ છે.
એક તરફ ગાંધીધામને સુંદર, દબાણમુક્ત અને સ્વચ્છ બનાવવા માટે કમિશનરશ્રી દ્વારા સક્રિય પ્રયાસો થઈ રહ્યા છે, ત્યારે બીજી તરફ પાલિકાનું પાણી પુરવઠા તંત્ર સાવ નિષ્ફળ સાબિત થયું હોય તેમ જણાય છે. ગાંધીધામના સેક્ટર ૧, ૨, ૩ અને ૪ જેવા મુખ્ય વિસ્તારોમાં છેલ્લા ૧૦ દિવસથી પાણીના ટીપા માટે લોકો વલખાં મારી રહ્યા છે. ‘મિની મુંબઈ’ અને વડાપ્રધાનના ‘ડ્રીમ પ્રોજેક્ટ’ સમાન આ શહેરમાં આવી સ્થિતિ અત્યંત ગંભીર ગણાય.
લોકોની મુખ્ય ફરિયાદ એ છે કે જ્યારે પણ પાણીની સમસ્યા અંગે નગરપાલિકાના જવાબદારોને ફોન કરવામાં આવે છે, ત્યારે કોઈ ફોન ઉપાડવાની તસ્દી લેતું નથી. પ્રજાને સાચું કારણ જણાવવાને બદલે અધિકારીઓનું મૌન તેમની બિનજવાબદારી છતી કરે છે.
આ અંગે મનપાના 
પાણી વિભાગનો સંપર્ક કરતા જાણવા મળ્યું હતું કે, ગત ૩ તારીખથી પાણી પુરવઠા બોર્ડ દ્વારા માળિયા પાસે સમારકામ અર્થે ‘કટ-ઓફ’ રાખવામાં આવ્યો હોવાથી આ સમસ્યા સર્જાઈ છે. જોકે, 
આદિપુર વિસ્તારમાં ભીડી અને 
નાગલપુરથી વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે, પરંતુ ગાંધીધામમાં સ્થિતિ હજુ થાળે પડી નથી. તંત્રના જણાવ્યા અનુસાર, આજ સાંજ સુધીમાં અથવા આવતીકાલથી પાણી 
પુરવઠો પૂર્વવત થઈ શકે છે.
શહેર જ્યારે કોર્પોરેશન બનવા જઈ રહ્યું હોય ત્યારે ૧૦-૧૦ દિવસ સુધી પાણી ન મળે તે કેટલા અંશે યોગ્ય છે? જો સમારકામના કારણે સપ્લાય બંધ કરવાનો હતો, તો તંત્ર પાસે અગાઉથી કોઈ વૈકલ્પિક આયોજન (ર્ઝ્રહૈંહખ્તીહષ્ઠઅ ઁઙ્મટ્ઠહ) કેમ નહોતું? કમિશનરશ્રીએ આ બાબતે અંગત રસ લઈ વાસ્તવિકતા તપાસવી જોઈએ કે આ સ્થિતિ ખરેખર પાણીની અછતને કારણે છે કે પછી તંત્રની આળસને કારણે શહેરને છતે 
પાણીએ તરસ્યું રાખવામાં આવી રહ્યું છે.
?આગામી સમયમાં આવી પરિસ્થિતિ ન સર્જાય તે માટે અત્યારથી જ નક્કર વૈકલ્પિક આયોજન કરવું એ સમયની માંગ છે.જો અત્યારથી જ આ સ્થિતિ હશે, તો એપ્રિલ-
મે મહિનાની કાળઝાળ ગરમીમાં ગાંધીધામની હાલત શું થશે? જનતાને ખોટા આશ્વાસનો નહીં, પણ નળમાં પાણી જોઈએ છે. તંત્ર જાગે તે જરૂરી છે, નહીંતર જનરોષ ગમે ત્યારે રોડ પર ઉતરી આવશે.


...............

હવે શું?

ગાંધીધામ : હવે સમય પાકે છે કે ઉચ્ચ અધિકારીઓ અને કમિશનરશ્રી આ મામલે કડક તપાસ કરે. શું આ ખરેખર ટેકનિકલ સમસ્યા છે કે પછી તંત્રની આળસ? ભવિષ્ય માટે કાયમી વૈકલ્પિક સોર્સ ઊભા કરવામાં આવે. સમારકામ વખતે સપ્લાય મેનેજમેન્ટ માટે અગાઉથી બ્લુપ્રિન્ટ તૈયાર હોય.જવાબદાર અધિકારીઓની જવાબદારી (છષ્ઠર્ષ્ઠેહંટ્ઠહ્વૈઙ્મૈંઅ) નક્કી કરવામાં આવે.



 

Comments

COMMENT / REPLY FROM