આધોઈ સોપારી દાણચોરીકાંડ : કસ્ટમ એકટની કલમો લગાડવામાં કોનો વિલંબ? પોલીસ કે કસ્ટમતંત્રનો?
રાજેશને પાઠ ભણાવવો હોય તો કસ્ટમ એકટ કરો લાગુ
સોપારી જ હતી કે પછી અન્ય કોઈ સંવેદનશીલ ચીજવસ્તુઓ નીકળી ગઈ છે? દારૂગોળો-હથિયાર કે ડ્રગ્સ તો નથી નીકળી ગયું ને? હવે જોવાનુ રહ્યુ કે, પોલીસ શું અને કેટલુ આ પ્રકરણમાંથી બહાર લાવી શકે છે?
કાસેઝ પ્રશાસન વેળાસર જ પોલીસ પાસેથી લેખિતમાં માંગે નિવેદનો સહિતના જરૂરી સાધનિક પુરાવાઓ : જો કાસેઝ કસ્ટમ વિભાગે માંગી જ લીધુ હોય તો પોલીસે હવે તે માહીતી-આધારો આપવામાં કેમ નિરાંત કરી બેઠી છે? પોલીસે ઝોનને જરૂરી માહીતી-આધારો-નિવેદનીની કોપી આપી દેવી જોઈએ અને પછી વધુ મજબુત પુરાવાઓ કદાચ તપાસ દરમ્યાન મળે તો એ જોડી દેવા ઘટે, પરંતુ વિલંબ ન કરવો જોઈએ : કસ્ટમના જાણકારોનો સુચક સંકેત
વિદેશી કન્ટેઈનર ઝોન બહાર નીકળ્યું, પોલીસે પકડયુું છે, તો હજુ સુધી કસ્ટમની કલમો આ ગુના કામે કેમ નથી ઉમેરાતી?
ગાંધીધામઃકંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (દ્ભછજીઈઢ) માંથી વિદેશી સોપારી ભરેલું કન્ટેઈનર ગેરકાયદેસર રીતે બહાર નીકળી આધોઈ પાસે પકડાયાના પ્રકરણમાં તેજ બનેલી તપાસની વચ્ચે હજુય જાણકારવર્ગમાં અનેક સવાલો ઉભા થયા છે. સૌથી મોટો સવાલ એ છે કે, જ્યારે માલ વિદેશી છે અને કસ્ટમની પ્રક્રિયા પૂર્ણ કર્યા વગર ઝોન બહાર નીકળ્યો છે, ત્યારે આ કેસમાં કસ્ટમ એક્ટની કલમો ઉમેરવામાં આટલો બધો વિલંબ શા માટે કરવામાં આવી રહ્યો છે? શું પોલીસ અને કસ્ટમતંત્ર વચ્ચે સંકલનનો અભાવ છે કે પછી કોઈને બચાવવાના પ્રયાસો થઈ રહ્યા છે? તજજ્ઞો અને જાણકારોકહી રહ્યા છે કે, પુરાવાઓ આપવામાં પોલીસ કેમ નિરાંત કરી બેઠી છે? કસ્ટમના જાણકારોના મતે, કાસેઝ પ્રશાસને વેળાસર જ પોલીસ પાસેથી આ કેસના નિવેદનો અને સાધનિક પુરાવાઓ લેખિતમાં માંગી લેવા જોઈએ. જો કાસેઝ કસ્ટમ વિભાગે આ માહિતી માંગી લીધી હોય, તો પોલીસ તંત્ર તે પૂરી પાડવામાં કેમ ઢીલ કરી રહ્યું છે? હાલના સમયે પોલીસે ઝડપેલા આરોપીઓના સ્ટેટમેન્ટ ઉપરાંતની જે કોઈ માહીતી કસ્ટમ વિભાગેન આપવા જેવી હોય તે વિના વિલંબે આપ દેવી જોઈએ અને કદાચ આગળ ધપતી તપાસમાં કોઈ વધુ મજબુત વિગતો સામે આવે તો તે વખતે એ માહીતીઓ પણ સાધનીક-દસ્તાવેજોસ્વરૂપે કસ્ટમને પછીથી જોડીને આપી દેવી જોઈએ. તપાસ દરમિયાન વધુ મજબૂત પુરાવા મળે ત્યારે તે જોડી શકાય, પરંતુ પ્રાથમિક માહિતી અને નિવેદનોની કોપી આપવામાં થતો વિલંબ તપાસની દિશાને નબળી પાડી શકે છે. જાણકારો સૂચક સંકેત આપી રહ્યા છે કે જો યોગ્ય સમયે કસ્ટમ એક્ટની કલમો નહીં ઉમેરાય તો મુખ્ય સૂત્રધારો છટકી શકે છે.
..........
અંતે ઝોન પ્રશાસન-કસ્ટમ આવ્યું એક્શનમાં
સંબંધિત યુનિટમાં કયા ભ્રષ્ટ તત્વોની સંડોવણી? આંતરિક તપાસ આદરાઈ..!
ગેટ પર નશામાં હાથાપાઈ પર ઉતરી આવેલા બે તત્વોને ઝોન કસ્ટમ કમિશ્નરશ્રીએ રૂબરૂમાં બોલાવીને બરાબરના ખખડાવ્યાંની છે ચર્ચા
ગાંધીધામ : સોપારી દાણચોરીના આ મોટા કાંડ બાદ હવે કાસેઝ પ્રશાસન અને કસ્ટમ વિભાગ એક્શન મોડમાં આવ્યું હોવાના અહેવાલો સાંપડી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ઝોનની અંદર આવેલા સંબંધિત યુનિટમાં કયા ભ્રષ્ટ અધિકારીઓ કે કર્મચારીઓની મિલીભગતથી આ કન્ટેઈનર બહાર નીકળ્યું તેની આંતરિક તપાસ તેજ કરવામાં આવી છે. આ કૌભાંડના તાર ક્યાં સુધી જોડાયેલા છે તે શોધવા માટે વિભાગીય સ્તરે પૂછપરછનો ધમધમાટ શરૂ થયો છે. ઉપરાંત યુનિટના સીસીટીવી ફુટેજની પણ ચકાસણીઓ કરાઈ છે અને તેમાં કોની કોની અવરજવાર હતી અને કયા હેતુસર હતી તે સહિતની માહીતીઓ એકત્રિત થઈ રહી હોવાનુ પણ મનાય છે.
.........
સવાલો કે, જેનો જવાબ જનતા ઈચ્છી રહી છે...
• કાયદાકીય વિલંબ કેમ? વિદેશી માલ ઝોનમાંથી ગેરકાયદે બહાર નીકળ્યો હોવા છતાં, પોલીસ હજુ સુધી કસ્ટમ એક્ટની કલમો ઉમેરવા માટે કોની રાહ જોઈ રહી છે? • રાજેશને કોનું રક્ષણ સોપારી દાણચોરીના માસ્ટરમાઇન્ડ ગણાતા રાજેશ જેવા તત્વોને કાયદાના પાઠ ભણાવવાને બદલે તપાસમાં ઢીલ મૂકીને કોને છાવરવામાં આવી રહ્યા છે? • માહિતી આપવામાં નિરાંત કેમ? : કસ્ટમ વિભાગે જરૂરી પુરાવા અને નિવેદનો માંગ્યા હોવા છતાં, પોલીસ તંત્ર માહિતી પૂરી પાડવામાં આટલો બધો વિલંબ શા માટે કરી રહ્યું છે? •ઝોન પ્રશાસનની ભૂમિકા શું? કન્ટેઈનર ગેટ પાસ વગર કે ખોટા દસ્તાવેજોથી બહાર નીકળ્યું તો ઝોન અંદર બેઠેલા કયા ભ્રષ્ટ અધિકારીઓએ આંખ આડા કાન કર્યા? • શુ કેસ નબળો પાડવાની પેરવી છે? જો પ્રાથમિક પુરાવાઓ આપવામાં અને કસ્ટમની કલમો લગાવવામાં વધુ વિલંબ થશે, તો શું ગુનેગારોને કોર્ટમાં છટકબારી મેળવવામાં મદદ નહીં મળે?
.....

Comments