Trending News
સ્થાનિક સમાચાર

ભચાઉ તાલુકાના વાડી વિસ્તારમાં સગીરા સાથે ગેંગરેપ

08 February


બાઈક પર આવેલા ઈસમોએ સગીરાનું અપહરણ કરી પીંખી નાખી : ૬ નરાધમ સામે નોંધાઈ ફરિયાદ 


ગાંધીધામ - કચ્છઉદય : ભચાઉ તાલુકાના આધોઈ નજીકના વાડી વિસ્તારમાં સગીરા સાથે ગેંગરેપ કરવામાં આવતા ચકચાર મચી જવા પામી હતી. બાઈક પર આવેલા ઈસમોએ સગીરાનું અપહરણ કરી આ કૃત્ય ગુજાર્યું હતું. ૬ નરાધમ સામે સામખિયાળી પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
આ બાબતે સામખિયાળી પોલીસ સ્ટેશનમાંથી જાણવા મળતી વિગતો મુજબ રાત્રીના ૧૧થી સવારે ૪ વાગ્યા દરમિયાન આ બનાવ બન્યો હતો. આરોપીઓએ કાયદેસરના વાલીપણામાંથી ૧પ વર્ષિય સગીરાનું બળજબરીથી અપહરણ કર્યું હતું. બાઈક લઈને આવી જુથ બનાવી પોતાનો સામાન્ય ઈરાદો પાર પાડવા માટે સગીરવયની બાળકીનું અપહરણ કરી તેને વાડી વિસ્તારમાં લઈ જઈ સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો હતો. આ બાબતે કોઈને જાણ કરે તો જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. સવારે પરિવારના ધ્યાને મામલો આવ્યો અને પરિવાર સાથે ચર્ચા કર્યા બાદ ફરિયાદ કરવામાં આવી છે. જડસાના કમલેશ પોપટ કોલી, આનંદ ખેંગાભાઈ કોલી, લલિયાણાના સવા રામજી કોલી, કરણ હરિભાઈ કોલી, દિપક રવજીભાઈ કોલી, ચિત્રોડના રણજીત ડાયાભાઈ કોલી સામે સામખિયાળી પોલીસમાં પોકસો સહિતની ગંભીર કલમો તળે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ બનાવથી ચકચાર ફેલાઈ હતી. સામખિયાળી પોલીસે તપાસ હાથ ધરી છે. 

Comments

COMMENT / REPLY FROM