ભુજમાં નકલી પાસપોર્ટ કાંડનો પર્દાફાશઃ સરહદી કચ્છ માટે ‘વોર્નિંગ બેલ’ઃ સુરક્ષા એજન્સીઓની નિષ્ફળતા પર સવાલ!
શાબાશ પશ્ચિમ કચ્છ પોલીસ : એસપી વિકાસ સુંડાની ટીમને અભિનંદન છે.!
આધારકાર્ડ અને પાસપોર્ટ જેવા દસ્તાવેજોમાં છેડા કરી વિદેશ મોકલવાનું મોટું કૌભાંડ : માત્ર આર્થિક લાલચ કે રાષ્ટ્રીય સુરક્ષા સાથે ચેડાં? ઊંડાણપૂર્વક તપાસ થવી જ ઘટે
ગાંધીધામ- કચ્છઉદય : પશ્ચિમ કચ્છ એસપી શ્રી વિકાસ સુંડા અને તેમની એસઓજી (ર્જીંય્) ટીમે ભુજમાં નકલી પાસપોર્ટ બનાવવાનું જે કૌભાંડ ઝડપી પાડ્યું છે, તેણે સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવી દીધી છે. કચ્છ જેવા સંવેદનશીલ અને પાકિસ્તાન સરહદને અડીને આવેલા જિલ્લામાં રાષ્ટ્રીયતાના પુરાવા સમાન દસ્તાવેજો નકલી બનતા હોય, તે દેશની સુરક્ષા માટે એક મોટો ખતરો છે. આ સફળતા બદલ એસપી વિકાસ સુંડા અને તેમની સમગ્ર ટીમ અભિનંદનને પાત્ર છે.કચ્છની સરહદ એટલે દેશની રક્ષાનું પ્રથમ દ્વાર. જ્યાં જળ, જમીન અને વાયુ એમ ત્રણેય મોરચે દુશ્મન દેશની નાપાક નજર હોય, ત્યાં નકલી પાસપોર્ટ અને નકલી આધારકાર્ડનું કૌભાંડ પકડાય તે સામાન્ય ઘટના નથી, પણ રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરાની ઘંટડી છે.
પશ્ચિમ કચ્છ એસપી વિકાસ સુંડા અને તેમની ટીમે જે રીતે આ આંતરરાષ્ટ્રીય સ્તરના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે તે બદલ તેમને ચોક્કસ શાબાશી આપવી ઘટે, પરંતુ આ સફળતાએ કચ્છમાં ધામા નાખીને બેઠેલી દેશની ડઝનબંધ ગુપ્તચર અને કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓની નબળી કામગીરી સામે અનેક ‘તીખા’ સવાલો પણ ખડા કર્યા છે.આ પ્રકરણ બહાર આવતાની સાથે જ કચ્છમાં ધામા નાખીને બેઠેલી દેશભરની વિવિધ ગુપ્તચર અને સુરક્ષા એજન્સીઓની ભૂમિકા પર અનેક સવાલો ઊભા થયા છે. જે ગુનાહિત પ્રવૃત્તિ પશ્ચિમ કચ્છ પોલીસે શોધી કાઢી, તેની ગંધ આટલા સમય સુધી કેન્દ્રીય અને ગુપ્તચર એજન્સીઓને કેમ ન આવી? શું આ એજન્સીઓ વચ્ચે સંકલનનો અભાવ છે? આટલા મહત્વપૂર્ણ દસ્તાવેજોમાં ચેડા થતા હોવા છતાં એજન્સીઓ અંધારામાં રહે તે બાબતે જિલ્લા કલેક્ટરશ્રીએ પણ ગંભીરતાથી નોંધ લેવી અનિવાર્ય બની છે. આ ઉપરાંત તપાસ થવી જોઈએ કે, ઝડપાયેલો આરોપી સંજય કેટલા સમયથી આ કૌભાંડ ચલાવતો હતો? તેણે અગાઉ કેટલા લોકોને નકલી દસ્તાવેજો પર વિદેશ મોકલ્યા છે? આ નેટવર્કના તાર ભુજ પૂરતા સીમિત છે કે પછી આંતરરાષ્ટ્રીય સ્તરે જોડાયેલા છે? આ પ્રકરણ માત્ર એક વ્યક્તિ
પૂરતું મર્યાદિત નથી લાગતું. અન્ય કઈ એજન્સીઓ કે તત્વો આમાં સંકળાયેલા છે, તેની ઊંડાણપૂર્વક તપાસ થવી જોઈએ. સરહદી જિલ્લામાં જળ, જમીન અને વાયુ ત્રણેય સીમાઓ સંવેદનશીલ છે ત્યારે આવા નકલી દસ્તાવેજો ઘૂસણખોરી કે દેશદ્રોહી પ્રવૃત્તિ માટે ‘ગેટવે’ બની શકે છે.
................
સવાલો કે જેના જવાબ શોધવો અનિવાર્ય છે
• એજન્સીઓનો ‘સ્લીપર મોડ’ કેમ?ઃ કચ્છમાં કાર્યરત વિવિધ ગુપ્તચર એજન્સીઓને આટલા મોટા પાસપોર્ટ કૌભાંડની જાણ કેમ ન થઈ? નેટવર્ક ક્યાં સુધી?ઃ શું આ કૌભાંડ પાછળ કોઈ મોટી ગેંગ કામ કરી રહી છે જે વિદેશી તત્વોને ભારતીય ઓળખ
અપાવવાનું કામ કરે છે? • ટેક્નોલોજીનો દુરુપયોગઃ આધારકાર્ડ અને
પાસપોર્ટ જેવી હાઈ-સિક્યોરિટી સિસ્ટમમાં છેડા કરનાર માસ્ટરમાઈન્ડ કોણ છે? • ભૂતકાળના કનેક્શનઃ અગાઉ નકલી લાઈસન્સ અને રસીદો પકડાઈ હતી, શું આ તમામ કૌભાંડોના તાર એકબીજા સાથે જોડાયેલા છે? • જવાબદારી કોની?ઃ સરહદી સુરક્ષામાં ગાબડાં પાડતા આવા તત્વો સામે કડક કાયદાકીય પગલાં ભરવામાં આવશે કે પછી રાબેતા મુજબ તપાસ સમેટાઈ જશે?
.............................
આર્થિક લાલચ કે રાષ્ટ્રદ્રોહ ?
ગાંધીધામ : ચંદ રૂપિયાની લાલચમાં નકલી દસ્તાવેજો બનાવનાર સંજય જેવા તત્વો માત્ર છેતરપિંડી નથી કરી રહ્યા, પણ તેઓ દેશદ્રોહનું કામ કરી રહ્યા છે. આધારકાર્ડ અને પાસપોર્ટમાં ચેડા કરીને મેડિકલ ટેસ્ટમાં પણ છેતરપિંડી કરતું આ નેટવર્ક ભુજ પૂરતું જ સીમિત હશે તેવું માનવું મૂર્ખામી છે. આ કૌભાંડના મૂળ ક્યાં સુધી ફેલાયેલા છે અને કઈ કઈ સરકારી કચેરીઓના ‘ભ્રષ્ટ બાબુઓ’ ની મિલીભગત છે, તેની તપાસમાં કોઈ પણ શેહશરમ રાખવી જોઈએ નહીં.
..................
કચ્છ કલેકટરશ્રી અજેન્સીઓ વચ્ચે તાલમેલ-સંકલન વધારવા આપે સુચના
ગુપ્તચર એજન્સીઓનો ‘સ્લીપર મોડ’ઃ નકલી દસ્તાવેજોના કૌભાંડોમાં કોના આશીર્વાદ?
ગાંધીધામ : જિલ્લા કલેક્ટર અને ગૃહ વિભાગે તાત્કાલિક અસરથી તમામ સુરક્ષા એજન્સીઓ સાથે બેઠક યોજીને તેમની જવાબદારી નક્કી કરવી જોઈએ. નકલી પાસપોર્ટ કાંડ એ માત્ર ‘ટ્રેલર’ હોઈ શકે છે, જો ઊંડી તપાસ ન થઈ તો આખું ‘નેટવર્ક’ દેશની સુરક્ષામાં ગાબડાં પાડી શકે છે. શાબાશ પશ્ચિમ કચ્છ પોલીસ, પણ હવે સમય એવો આવ્યો છે કે બાકીની એજન્સીઓએ પણ પોતાની નિદ્રા ત્યાગવી જ પડશે.
..........
ગુપ્તચર એજન્સીઓ શું માત્ર
પગાર લેવા જ બેઠી છે?
ગાંધીધામ : સૌથી મોટો સવાલ એ છે કે, જે ગંભીર ઘટનાની જાણ પશ્ચિમ કચ્છ પોલીસને થઈ ગઈ, તેની ગંધ અત્યાર સુધી કેન્દ્રીય કે રાજયની કચ્છમાં ધામા નાખી બેઠેલી એજન્સીઓને કેમ ન આવી? શું આ એજન્સીઓ માત્ર કાગળ પર જ ‘એલર્ટ’ રહે છે? કચ્છમાં નકલી લાયસન્સ બને, નકલી રસીદો છપાય અને હવે તો રાષ્ટ્રીયતાના સબૂત સમાન પાસપોર્ટ અને આધારકાર્ડમાં પણ ચેડા થાય, તો પછી આ એજન્સીઓ અહીં શું કરી રહી છે? જો પોલીસ આ નેટવર્ક ન પકડત, તો આ નકલી દસ્તાવેજોના આધારે કેટલા દેશદ્રોહી કે આતંકી તત્વો સરહદ ઓળંગી ગયા હોત અથવા દેશમાં ઘૂસી ગયા હોત તેની કલ્પના પણ ધ્રુજાવી દે તેવી છે.
...............
પાસપોર્ટ કાંડઃ માત્ર આર્થિક લાલચ નહીં, રાષ્ટ્રીય સુરક્ષા પર જોખમ !
ગાંધીધામ : કચ્છ જેવા સંવેદનશીલ જિલ્લામાં એજન્સીઓ વચ્ચે સંકલનનો અભાવ હોવો તે દુશ્મન દેશ માટે રેડ કાર્પેટ બિછાવવા બરાબર છે. માત્ર પોલીસના ભરોસે રહી શકાય નહીં, કારણ કે
પોલીસ પાસે કાયદો-વ્યવસ્થાની જવાબદારી પણ હોય છે. જ્યારે ગુપ્તચર એજન્સીઓનું કામ જ ‘પૂર્વ-સૂચના’ આપવાનું છે. જો એજન્સીઓ
પોતાની જવાબદારીમાં નિષ્ફળ જશે, તો કચ્છની ધરતી ગમે ત્યારે કોઈ મોટું સુરક્ષા જોખમ વહોરી શકે છે.

Comments